24 કલાકમાં ગ્રહોના રાજકુમાર બદલશે બે વખત ચાલ, આ રાશિના જાતકો થશે માલામાલ…

જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહની ખાસિયત વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી છે અને ગ્રહોના રાજકુમાર બુધનો સંબંધ બુદ્ધિ, વાણી અને વેપારનો કારક માનવામાં આવ્યો છે. આવા આ બુધ આવતા મહિને એટલે કે ઓક્ટોબર મહિનામાં બે વખત ચાલ બદલશે, જેને કારણે કેટલીક રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે.
મુંબઈના એક જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર બીજી ઓક્ટોબરના દશેરાના દિવસે ગ્રહોના રાજકુમાર બુધનો ઉદય થશે અને ત્રીજી ઓક્ટોબરના રોજ બુધ ગોચર કરશે. બુધનું આ ડબલ ગોચરને કારણે પાંચ રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે. બુધ કન્યા રાશિમાં સૂર્ય સાથે ગોચર કરી રહ્યા છે, પણ તેઓ હાલમાં અસ્ત સ્થિતિમાં છે.
આ પણ વાંચો: આજનું રાશિફળ (29/09/2025): ગ્રહો-નક્ષત્રોની ચાલ મુજબ કેવો રહેશે તમારો દિવસ, જાણો 12 રાશિઓનું ભવિષ્ય?
બીજી ઓક્ટોબરના સાંજે બુધનો ઉદય થશે અને હવે કન્યા રાશિમાં બુધનો ઉદય થઈ રહ્યો છે. ત્રીજી ઓક્ટોબરના બુધ તુલા રાશિમાં ગોચર કરશે અને મંગળ સાથે યુતિ બનાવી રહ્યા છે. બુધના આ ગોચરને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થશે, કરિયરમાં પ્રગતિ થશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
મેષ રાશિના જાતકો માટે બુધનું આ ડબલ ગોચર ખૂબ જ લાભદાયી સાબિત થશે. આ સમયે આત્મવિશ્વાસમાં વધારો થઈ રહ્યો છે. સમસ્યાઓમાંથી છુટકારો મળી રહ્યો છે. કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. લાંબા સમયથી કોઈ વિવાદ ચાલી રહ્યો હશે તો તેનો પણ ઉકેલ આવી રહ્યો છે.
વૃષભ રાશિના જાતકો માટે આ સમયગાળો ખુબ જ લાભદાયી રહેવાનો છે. આ સમયે તમારા સંબંધો સુધરી રહ્યા છે. ધનલાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. અટકી પડેલા પૈસા પાછા મળી શકે છે. બેંક બેલેન્સમાં વધારો થઈ રહ્યો છે. તમારી આદતોમાં સુધારો કરવાથી સારા પરિણામ આવી રહ્યા છે.
સિંહ રાશિના જાતકો માટે બુધનું થઈ રહેલું આ ડબલ ગોચર આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ અપાવનારું રહેશે. આ સમયે તમને આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે. બચચ કરવાનું વિચારી રહ્યા હોવ તો એના માટે સમય એકદમ અનુકૂળ છે. કોઈ મોટી સમસ્યામાંથી રાહત મળતાં તમારી ખુશીનો પાર નહીં રહે. આ સમયે સમાજમાં તમારા માન-સન્માનમાં વધારો થઈ રહ્યો છે.
તુલા રાશિના જાતકો માટે બુધનું તુલા રાશિમાં ઉદય થવું વિશેષ લાભ કરાવનારું રહેશે. આ સમયે આ રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે. તુલા રાશિના જાતકોના પ્રભાવમાં આ સમયે વધારો થઈ રહ્યો છે. તમારી વાણીનો પ્રભાવ વધી રહ્યો છે. સમાજમાં સારી ઓળખ ઊભી થઈ રહી છે. ધનલાભ થવાના યોગ બની રહ્યા છે.
ધન રાશિના જાતકો માટે બુધનું ઉદય થવું શુભ ફળદાયી રહેશે. નોકરી અને વેપારમાં પણ તમને સફળતા મળી રહી છે. આ સમયે તમારી કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે. કુંવારા લોકોના લગ્ન નક્કી થઈ શકે છે. પરિણીત લોકોના જીવનમાં પણ આ સમયે મિઠાશ આવી રહી છે. સંતાન તરફથી સારા સમાચાર સાંભળવા મળી શકે છે. ધનલાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે.