દેવશયની એકાદશીથી શરૂ થશે આ રાશિના જાતકોના અચ્છે દિન, બેંક બેલેન્સ વધશે, બનશે દુર્લભ સંયોગ…

હિંદુ પંચાગ અનુસાર આવતીકાલે એટલે કે છઠ્ઠી જુલાઈના દેશશયની એકાદશી પડી રહી છે. અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને દેવશયની, હરિશયની કે પદ્મનાભા એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસથી ચાર મહિના સુધી શ્રીહરિ યોગનિદ્રામાં જાય છે અને ચાર મહિના સુધી કોઈ પણ શુભ કે માંગલિક કાર્યો વર્જિત હોય છે.
દર વર્ષ કરતાં આ વર્ષની દેવશયની એકાદશી ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે, કારણ કે આ દિવસે એક સાથે અનેક ખાસ યોગ બની રહ્યા છે. આ દિવસે બુધ, ગુરુ અને શુક્ર જેવા મહત્ત્વના ગ્રહો ચાલ બદલવા જઈ રહ્યા છે, આ સિવાય સાધ્ય યોગ, ત્રિપુષ્કર યોગ અને રવિ યોગ જેવા યોગ પણ બની રહ્યા છે, જેને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળવાની સાથે સાથે તેમના બેંક બેલેન્સમાં વધારો થઈ રહ્યો છે. આવો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ-

મેષ રાશિના જાતકો માટે દેવશયની એકાદશીની શુભ પરિણામો લઈને આવશે. પ્રોપર્ટી ખરીદવાની ઈચ્છા પૂરી થશે. પરિવારનો સાથ-સહકાર મળશે. જીવનસાથી સાથેના સંબંધોમાં પણ મધુરતા જોવા મળી રહ્યા છે. આર્થિક લાભ થવાની શક્યતા છે. સંતાન તરફથી પણ સારા સમાચાર સાંભળવા મળશે.

મિથુન રાશિના જાતકો માટે આ સમયગાળો શુભ રહેશે. પરિવારનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. સમાજમાં માન-સન્માનમાં વૃદ્ધિ થશે. શિક્ષણ સંબંધિત સમસ્યામાંથી રાહ જોઈ રહ્યો છે. આ સમય આ રાશિના જાતકો માટે અનુકૂળ રહેશે. પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે.

સિંહ રાશિના જાતકોને પણ આ સમયે અનુકૂળ પરિણામો પ્રાપ્ત થઈ રહ્યા છે. નવા કામની શરૂઆત કરવા માટે આ સમય એકદમ અનુકૂળ છે. બિઝનેસમાં પણ સફળતા મળતાં તમારી ખુશીનો પાર નહીં રહે. નોકરી કરી રહેલાં લોકોને પણ આ સમયગાળામાં લાભ થશે.

કન્યા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ લાભદાયી રહેશે. મા લક્ષ્મીની કૃપા આ સમયે આ રાશિના જાતકો પર વરસશે. આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે. વૈવાહિક જીવનમાં પણ સુખ-શાંતિ રહેશે. સંતાન આજે તમારી અપેક્ષા પર ખરું ઉતરશે. જીવનમાં સુખ-શાંતિનું આગમન થશે. માતા-પિતા સાથેના સંબંધોમાં સુધારો જોવા મળશે.