દશેરાથી શરૂ થશે આ રાશિના જાતકોના અચ્છે દિન, બુધ અને ગુરુ કરશે પૈસાનો વરસાદ…

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની સ્થિતિ અને યુતિના સંબંધોને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે, એમાં પણ જ્યારે બુધ અને ગુરુ મળીને કેન્દ્ર દ્રષ્ટિ યોગ બનાવે છે જે કેટલીક રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી રહે છે. જ્યોતિષશાસ્ત્રમાં આ યોગને ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. આ વખતે દશેરા પર આ ખાસ યોગ બની રહ્યો છે. જેને કારણે કેટલીક રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થવા જાઈ રહ્યા છે.
મળતી માહિતી મુજબ આ વખતે દશેરા પર બુધ અને ગુરુની યુતિથી કેન્દ્ર દ્રષ્ટિ યોગ બની રહ્યો છે, જેની તમામ રાશિના પર અલગ અલગ અસર જોવા મળી રહી છે, પરંતુ પાંચ રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ લાભદાયી રહેવાનો છે.
જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને જ્ઞાન, ધર્મ અને સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે જ્યારે બુધને બુદ્ધિ, વેપાર અને વાણીનો કારક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં બુધ અને ગુરુની યુતિથી બની રહેલાં કેન્દ્ર દ્રષ્ટિ યોગથી પાંચ રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે, ભાગ્યનો સાથ મળી રહ્યો છે અને ધનલાભ પણ થઈ રહ્યો છે.

મેષ રાશિના જાતકોને આ સમયે ખૂબ જ લાભ થઈ રહ્યો છે. કારકિર્દીમાં પણ નવી નવી તક મળી રહી છે. લાંબા સમયથી જો કોઈ કામ અટકી પડ્યું હશે તો તે પણ પૂરા થઈ રહ્યા છે. લીડરશિપ ક્વોલિટીમાં પણ સુધારો થઈ રહ્યો છે. સમાજમાં માન-સન્માન મળી રહ્યા છે, જેને કારણે તમારું મન પ્રસન્ન રહેશે.

મિથુન રાશિના જાતકો માટે આ સમય વાણી અને બુદ્ધિથી કામ લેવાનો રહેશે. નોકરી અને બિઝનેસમાં પણ આ સમયે તમારી પ્રગતિ થઈ રહી છે. શિક્ષણ, લેખન, ભાષણ કે સલાહ આપવાના ક્ષેત્રે કામ કરી રહ્યા છો તો આ સમયે પણ તમને લાભ થઈ રહ્યો છે.

કન્યા રાશિના જાતકો માટે આ સમયગાળો નાણાંકીય અને વ્યાવસાયિક દ્રષ્ટિએ ખૂબ જ સારો રહેવાનો છે. આ સમયે તમારા લાંબા ગાળા માટે લીધેલા નિર્ણય ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. વેપારીઓને સારો એવો લાભ થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં આ સફળતા મળી રહી છે.

ધન રાશિના જાતકો માટે દશેરાથી અચ્છે દિન શરૂ થઈ રહ્યો છે. આ સમયે તમે અધ્યાત્મિક અને ઉચ્ચ શિક્ષણ તરફ આકર્ષિત થશો. ધાર્મિક પ્રવૃત્તિઓમાં ઉત્સાહથી લાભ થઈ રહ્યો છે. કોઈ કામ માટે વિદેશયાત્રા પર જવાના યોગ બની રહ્યા છે. કારકિર્દીમાં નવા નવા રસ્તાઓ પણ ખુલી રહ્યા છે.

મીન રાશિના જાતકો માટે આ સમયગાળો કળા, સંગીત અને સર્જનાત્મક કાર્યમાં ભાગ લઈને આગળ વધવાનો રહેશે. પ્રગતિના નવા નવા રસ્તાઓ ખુલી રહ્યા છે. પારિવારિક જીવનમાં હસી-ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ રહી છે. આત્મવિશ્વાસ વધતા તમે ખૂબ જ કોન્ફિડન્ટલી આગળ વધશો.
આ પણ વાંચો…આજનું રાશિફળ (30-09-25): શારદીય નવરાત્રિની અષ્ટમી પર પાંચ રાશિના જાતકોને મળશે ભાગ્યનો પૂરેપૂરો સાથ…