શુક્ર-શનિની થશે મહાયુતિઃ ચાર રાશિના જાતકોને થશે બંપર લાભ, થશે ધનવર્ષા…
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહના ગોચર અને તેમની યુતિથી બનતાં શુભાઅશુભ યોગનું નિર્માણ વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી છે. દસ દિવસ બાદ એટલે કે 28મી ડિસેમ્બરના આવી જ બે મહત્ત્વના ગોચરની યુતિ થઈ રહી છે, જેને કારણે અમુક રાશિના જાતકોને લાભ થઈ રહ્યો છે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 28મી ડિસેમ્બરના શુક્ર કુંભ રાશિમાં ગોચર કરશે અને શનિ પહેલાંથી જ કુંભ રાશિમાં બિરાજમાન રહેશે. 2024નું વર્ષ પૂરું થાય એ પહેલાં શુક્ર અને શનિની મહાયુતિ થઈ રહી છે. આ મહાયુતિની ચાર રાશિના જાતકો પર વિશેષ અસર જોવા મળશે. આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે, અને તેના ધાર્યા કામ પૂરા થશે. ચાલો જાણીએ કઈ કઈ રાશિના જાતકોને આ યુતિથી લાભ થઈ રહ્યો છે-
વૃષભઃ
વૃષભ રાશિના જાતકોને શુક્ર અને શનિની મહાયુતિથી વિશેષ લાભ થઈ રહ્યો છે. આ રાશિના લોકોને કરિયરમાં જોરદાર સફળતા મળશે. આર્થિક સ્થિતિ સુધરશે. વેપારમાં ભાગીદારનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. કામના સ્થળે તમારા ઉપરી અધિકારી તમારા કામની પ્રશંસા કરશે. સરકારી કામમાં પણ નિર્ણય તમારી તરફેણમાં જ આવશે.
કર્કઃ
આ રાશિના જાતકો માટે પણ વર્ષના અંતમાં શનિ અને શુક્રની થઈ રહેલી મહાયુતિ લાભદાયી નિવડશે. કોઈ જગ્યાએ પૈસા અટવાયા હશે તો તે પણ પાછા મળશે. આવકના નવા નવા સ્રોત ખૂલી રહ્યા છે. વેપાર શરૂ કરવા માટે એકદમ અનુકૂળ સમય છે. નોકરી કરી રહેલાં લોકોના પ્રમોશનના યોગ બનશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે.
આ પણ વાંચો : આજનું રાશિફળ (17-12-24): આ ત્રણ રાશિના જાતકોને વેપાર-ધંધામાં થશે, અઢળક નફો, જાણો શું છે બાકીની રાશિના હાલ…
તુલાઃ
તુલા રાશિના લોકો માટે શુક્ર અને શનિની યુતિ અત્યંત શુભ સાબિત થવા જઈ રહી છે. નવું ઘર કે જમીનની ખરીદવાની ઈચ્છા સેવી રહેલાં લોકોની ઈચ્છા પૂરી થશે. કોઈ જૂની બીમારી કે રોગથી છુટકારો મળી શકે છે. કરિયરમાં પ્રગતિ થશે. નોકરી કરી રહેલાં લોકોને પ્રમોશન વગેરે મળી શકે છે.
મકરઃ
મકર રાશિના જાતકો માટે શુક્ર અને શનિની મહાયુતિ કરિયર અને નોકરીની દ્રષ્ટિએ લાભદાયી રહેશે. કુંવારા લોકો માટે લગ્નના સારા સારા પ્રસ્તાવ મળી શકે છે. વેપારમાં આર્થિક સ્થિતિ મજબૂત થશે. નોકરી શોધતા લોકોને સારી તક મળી શકે છે. જીવનમાં સુખ-સમૃદ્ધિનું આગમન થશે.