સૂર્યએ કર્યું ગોચર, આજથી જ ખરમાસનો પ્રારંભ, ત્રણ રાશિના જાતકો થશે બંપર લાભ…
હિન્દુ પંચાંગમાં આપવામાં આવેલી માહિતી અનુસાર આખા વર્ષ દરમિયાન બે વખત ખરમાસ એટલે કે કમૂર્તા આવે છે. આજે ગ્રહોના રાજા સૂર્યએ ધન રાશિમાં ગોચર કર્યું છે અને એની સાથે સાથે જ આજથી જ કમૂર્તા પણ શરૂ થઈ રહ્યા છે. આ વર્ષનો બીજો અને અંતિમ ખરમાસ છે. મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્ય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ સમયગાળામાં શુભ અને માંગલિક કાર્ય કરવા વર્જ્ય જણાવવામાં આવ્યા છે. ખરમાસ શરૂ થતા જ તમામ રાશિઓ પર તેનો અલગ અલગ પ્રભાવ પણ પડી શકે છે. આ વખતના કમૂર્તા અમુક રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી રહેશે, આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે, ચાલો જાણીએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ-
વૃશ્ચિક:
વૃશ્ચિક રાશિના જાતકો માટે આ કમૂર્તા લાભદાયી રહેશે. આ રાશિના જાતકોને આ સમયે કભી ખુશી કભી ગમ જેવી લાગણી અનુભવાશે. તમારી આવકના સ્રોત ઘટી શકે છે, પરંતુ તમે એમાંથી સરળતાથી બહાર આવી જશો. આજે પરિવાર અને મિત્રો સાથે તમારું બોન્ડિંગ વધારે મજબૂત બનશે. મુશ્કેલ સમયમાં તમને આ જ બોન્ડ ટેકો આપશે. આ ખરમાસમાં તાંબાના લોટામાં પાણી લઈને તેમાં કંકુ ભેળવીને આ જળ સૂર્યદેવને અર્પણ કરો, એનાથી લાભ થશે.
કન્યા:
કન્યા રાશિના વિદેશ જવાની યોજના બનાવી રહેલાં જાતકોની ઈચ્છા આ સમયે પૂરકી થઈ રહી છે. તમારી ઈચ્છા પૂરી થશે. રોજે સવારે ઉઠતાં જ માતાના ચરણ સ્પર્શ કરવાનું રાખો. આ સમયે તમને હાર્ટ સંબંધિત સમસ્યા સતાવી શકે છે. તળેલું અને બહારનું ખાવાનું ટાળો. નોકરી-ધંધામાં લાભ થશે, વેપારીઓને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે.
આ પણ વાંચો : આજનું રાશિફળ (16-12-24): આ પાંચ રાશિઓને થશે લાભ જ લાભ
તુલા:
તુરા રાશિના જાતકોની ઊર્જામાં આ સમયે વધારો જોવા મળશે. તમે કોઈ નવો બિઝનેસ શરૂ કરવાનો પ્લાન ઘડી શકો છો. મહિલાઓને પીઠના દુખાવાની સમસ્યા થઈ શકે છે. ગર્ભધારણ કરવાનું વિચારતી મહિલાઓ માટે હાલ સમય સારો નહીં રહે. સંતાનને આ સમયગાળા દરમિયાન કોઈ સમસ્યા સતાવી શકે છે. શુભ પરિણામ માટે મંદિરમાં ભગવાનને પીળા ફૂલ અર્પણ કરો.