મહાશિવરાત્રિ બાદ બનશે લક્ષ્મીનારાયણ યોગ, પાંચ રાશિના જાતકો પર થશે ધનવર્ષા…

ફેબ્રુઆરી મહિનો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ મહત્ત્વનો છે, કારણ કે આ જ મહિને અનેક મહત્ત્વના ગ્રહોએ હિલચાલ કરીને વિવિધ યોગોનું નિર્માણ કર્યું છે. આવો જ એક યોગ મહિનાના અંતમાં મહાશિવરાત્રિ બાદ બની રહ્યો છે. આ યોગને કારણે કેટલીક રાશિના જાતકોને લાભ થઈ રહ્યો છે. ચાલો જોઈએ કયો છે આ યોગ અને કઈ રાશિના જાતકોને આ યોગને કારણે જલસા જલસા થવાના છે-
27મી ફેબ્રુઆરીના ગુરુવારે રાત્રે 11.46 કલાકે ગ્રહોના રાજકુમાર બુધ કુંભ રાશિમાં ગોચર કરશે. મીન રાશિમાં પહેલાંથી જ ગ્રહોના સેનાપતિ શુક્ર બિરાજમાન રહેશે. મીન રાશિમાં બુધ અને શુક્રની યુતિથી લક્ષ્મીનારાયણ રાજયોગનું નિર્માણ થશે. આ યોગની અસર બધી જ રાશિઓ પર પડશે. પરંતુ 5 રાશિના લોકોના જીવનમાં તેનો સકારાત્મક પ્રભાવ જોવા મળશે. આ રાશિઓના આર્થિક પક્ષ મજબૂત થશે. કારકિર્દીમાં સફળતા મળશે અને લવ લાઇફમાં પણ ખુશીઓનું આગમન થશે.
વૃષભઃ

વૃષભ રાશિના જાતકો માટે આ યોગને કારણે ધનલાભ થઈ રહ્યો છે. વેપારમાં નફ થઈ રહ્યો છે. અટકી પડેલાં પૈસા પાછ મળશે. નોકરીમાં પ્રમોશન વગેરે થવાનો યોગ બની રહ્યો છે. ફાઈનાન્સ, મીડિયા અને માર્કેટિંગ સેક્ટર સાથે સંકળાયેલા લોકોને લાભ થશે. આ રાશિના જાતકોના અપરણિત લોકોના વિવાહનો યોગ બની રહ્યા છે.
મિથુનઃ

મિથુન રાશિનો સ્વામી બુધ છે અને આ યોગ મિથુન રાશિને આર્થિક રીતે લાભ કરાવશે. ઇન્કમના સોર્સ ઉભા થશે. બેંક બેલેન્સ વધશે. વેપારીઓને મોટી ડીલ ફાઈનલ શકે છે. નોકરી કરી રહેલાં લોકોને આ સમયગળામાં કોઈ નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. લોહીના સંબંધો વધારે મજબૂત બનશે.
આ પણ વાંચો : આજનું રાશિફળ (19-02-25): આ પાંચ રાશિના જાતકોને મળશે દરેક કામમાં સફળતા મળશે, થશે લાભ જ લાભ…
કન્યાઃ

કન્યા રાશિના જાતકો માટે આ યોગ આર્થિક સુખ-સમૃદ્ધિ લઈને આવશે. આ સમયે વેપારી વર્ગને મનચાહ્યો લાભ થશે. કારકિર્દીમાં પ્રગતિ થશે. સરકારી નોકરી શોધી રહેલાં લોકોને તેમના પ્રયાસોમાં સફળતા મળી રહી છે. સમાજમાં નવી ઓળખ મળી શકે છે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.
તુલાઃ

તુલા રાશિના જાતકો માટે આ સમયગાળો અનુકૂળ રહેવાનો છે. આ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે. આ સમયે રોકાણથી સારું રિટર્ન મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સ્થિરતા આવશે. નોકરીમાં પ્રમોશન વગેરે મળી શકે છે. વૈવાહિક જીવનમાં પ્રેમ વધશે. પારિવારિક સાથ-સહકાર વધી રહ્યો છે.
મકરઃ

મકર રાશિના જાતકો માટે મહાશિવરાત્રિ બાદ બની રહેલો આ યોગ બિઝનેસમાં નવી નવી ઊંચાઈઓ સર કરવાનો રહેશે. નોકરી કરી રહેલાં લોકોના પગાર વધારો થઈ શકે છે. આઈટી, બેન્કિંગ અને ફાઇનાન્સ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને નવી તકો પ્રાપ્ત થઈ શકે. સિંગલ લોકોને પ્રેમમાં સફળતા મળશે. પરિણીત લોકોના સંબંધ મજબૂત થઈ રહ્યા છે.