ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

4 એપ્રિલનું રાશિફળઃ 4 એપ્રિલે આ રાશિના જાતકોનું નસીબ ચમકી ઉઠશે, તેમના ખિસ્સા પૈસાથી ભરેલા રહેશે

4 એપ્રિલ એટલે કે ગુરુવારનો દિવસ છે. ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને ધન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે. જ્યોતિષની ગણતરી મુજબ ચાર એપ્રિલનો દિવસ કેટલીક રાશિઓ માટે ઘણો જ શુભ રહેવાનો છે. ચાલો આપણે જાણીએ ચોથી એપ્રિલનું રાશિ ભવિષ્ય

4 એપ્રિલ મેષ રાશિના જાતકો માટે ખુશીનો અને પરિવર્તનનો છે. પડકારોને સ્વીકારો પુરસ્કારોની અપેક્ષા રાખો. આજે તમને અણધારી તકો મળી શકે છે તમારી ક્ષમતાઓ પર વિશ્વાસ રાખો અને સાવચેત રહો ગુણવત્તા પર વધુ ધ્યાન આપો. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. તમારે આજે સકારાત્મક વલણ રાખવું હિતાવહ છે. આજે તમે તમારા પાર્ટનર સાથે નાઈટ આઉટ ડિનરનું આયોજન કરશો.

વૃષભ રાશિના જાતકોએ આજે ઘણી મહેનત કરવી પડશે, પણ આજે તમારું નસીબ ચમકી ઉઠશે. વેપારી સોદામાં પણ ફાયદો થશે. તેમને ભાઈઓ તરફથી સહયોગ મળશે પરિવારમાં શુભ કાર્ય થશે. તમને નાની-મોટી ભેટ પણ મળી શકે છે. વાહન સુખમાં વધારો થશે. આયાત નિકાસના વ્યવસાયમાં તમને લાભની તકો મળી શકે છે. નોકરીમાં તમને અધિકારીઓનો સહયોગ પણ મળશે. તમારા બાળકના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. પરદેશથી પણ સારા સમાચાર સાંભળવા મળશે.

આ રાશિના જાતકોને દિવસના પ્રારંભથી જ સુસ્તી બેચેની, તબીયતની અસ્વસ્થતા જેવું લાગ્યા કરે. કામકાજમાં ઉતાવળ ન કરવી. સ્વાદિષ્ટ ભોજનમાં રસ વધશે, સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહો. પરિવારમાં ધાર્મિક કાર્યો થશે, તમે મિત્રની મદદથી પ્રોપર્ટીમાં રોકાણ કરી શકો છો. કલા અને સંગીતમાં રસ વધશે, વસ્ત્રો પાછળ ખર્ચ વધશે. નોકરીમાં કાર્યક્ષેત્રમાં વધારો થવાની સંભાવના છે, વધુ મહેનત થશે. વેપારના સંબંધમાં તમારે બહાર જવું પડી શકે છે. વૈવાહિક સુખમાં વધારો થશે.

વાતચીતમાં સંયમ રાખવો. કપડા વગેરે તરફ રુચિ વધશે. માતા સાથે મતભેદ થઈ શકે છે પરંતુ ધનલાભ થવાની સંભાવના પણ છે. મન પરેશાન રહી શકે છે. જોકે, સાંજ પછી મન આનંદિત થાય. આપના કાર્યની સાથે અન્ય કામમાં વ્યસ્ત રહેવું પડે. પરદેશના કામમાં પ્રગતિ જણાય. નોકરીમાં પ્રગતિનો માર્ગ મોકળો થશે, વાહનની સુવિધામાં વધારો થશે. સ્થાન પરિવર્તન શક્ય છે.

સિંહ રાશિના જાતકોને આજે કામમાં પ્રારંભિક પ્રતિકૂળતા બાદ સાનુકુળતા વધતી જશે. પરિવાર તરફથી સહયોગ મળશે. તમે તમારા પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળે જવાનું બનશે. ખર્ચ વધશે. તમને કપડાં વગેરે જેવી ભેટ મળી શકે છે. ઓફિસમાં કામના દબાણને કારણે મન પરેશાન રહી શકે છે. આવકમાં વધારો થવાની સંભાવના છે. ઘરે મહેમાનોનું આગમન થઇ શકે છે. પ્રેમ જીવનમાં તાજગીનો અહેસાસ થશે. તમારી મનોકામના પણ પૂર્ણ થશે. એકંદરે તમારો આજનો દિવસ સારો રહેશે.

કન્યા રાશિના જાતકો માટે આજે પારિવારિક માન-સન્માનમાં વૃદ્ધિ થવાની સંભાવના છે. ઘરમાં કોઈ ધાર્મિક કાર્યનું આયોજન થઈ શકે છે. શિક્ષણ ક્ષેત્રે રસ વધશે. તમારા રોમેન્ટિક સંબંધો સારા રહેશે અને તમે તમારા પ્રિયજન સાથે યાદગાર સમય પસાર કરી શકશો. તમારી કારકિર્દીમાં પ્રમોશનની તકો છે આજે તમારા ટૂંકી મુસાફરીના યોગ પણ છે. માતા-પિતાના સ્વાસ્થ્ય સંબંધી ચિંતા જણાય. પત્ની સાથે મામૂલી ચણભણ થાય.

તુલા રાશિના જાતકોને નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે, પણ સહયોગી સાથે મતભેદો થઇ શકે છે, તેથી મૌન રાખવું હિતાવહ છે. પ્રગતિની તકો છે. આવકમાં વધારો થશે. શિક્ષણ ક્ષેત્રે રસ વધશે. પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે. યાત્રાની સંભાવના બની શકે છે. તમારે કોઈ ધાર્મિક સત્સંગી કાર્યક્રમમાં હાજરી આપવી પડી શકે છે. તમે તમારી જીવનશૈલીમાં અસ્વસ્થતા અનુભવશો અને મીઠાઈ ખાવા તરફ તમારો ઝુકાવ વધશે. પ્રોપર્ટીમાંથી આવક વધી શકે છે. ઘરમાં પત્ની, બાળકો સાથે આનંદભર્યો સમય પસાર કરશો.

વૃશ્ચિક રાશિના જાતકો આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો અને અભ્યાસમાં રસ લેશો. મિલકતની જાળવણી પાછળ ખર્ચ વધી શકે છે. આપના કાર્યની પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધશે. નોકર ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહેશે. જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડી શકે છે અને તબીબી ખર્ચ વધી શકે છે. નોકરીમાં બદલાવની સંભાવના છે, તમારે કોઈ અન્ય જગ્યાએ જવું પડી શકે છે. પરંતુ ભાઈઓના સહયોગ મળશે. નોકરીયાત લોકોને કોઈ મોટી કંપની તરફથી સારી ઓફર મળી શકે છે, જે તમારી આવકમાં પણ વધારો કરશે. બિનજરૂરી વસ્તુઓ વિશે વધુ વિચારવાથી તમારું મન પરેશાન થઈ શકે છે.

આજનો દિવસ ધનુ રાશિના લોકો માટે આપના કાર્યની સાથે સામાજિક વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. લવ લાઈફ સારી રહેશે. જીવનસાથી સાથે સારો સમય પસાર થશે. જો તમે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમને લાભ મળશે. તમને અભ્યાસમાં સફળતા મળશે. મિત્રો અને સંબંધીઓ તરફથી તમને સહયોગ મળશે. પારિવારિક જીવન સુખમય રહેશે. ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની યાત્રાનું પ્લાનિંગ કરી શકો છો.

આજે કામ પ્રત્યે ઉત્સાહ રહેશે, પરંતુ વાતચીતમાં સંતુલિત રહો. મન વ્યગ્ર રહેશે, ધાર્મિક કાર્યો તરફ ઝોક વધશે. પિતા સ્વાસ્થ્ય સમસ્યાઓથી પરેશાન થઈ શકે છે, માતાનો સહયોગ મળશે. માતા તરફથી પૈસા મળવાની સંભાવના બની શકે છે, મિત્રનું આગમન થઈ શકે છે. બૌદ્ધિક કાર્યથી કમાણી થશે, નોકરીમાં પરિવર્તનની સંભાવના છે. તમે તમારા પરિવાર સાથે બહાર ફરવા જઈ શકો છો, ખર્ચમાં વધારો થશે, તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વેપારમાં પ્રગતિ થશે. તમને ઈચ્છિત પરિણામ મળશે. પરિવાર તરફથી સહયોગ મળશે.

આજે કુંભ રાશિના જાતકોની વાણીમાં મધુરતા અને સંયમ રહેશે જેના કારણે લોકો તમારું સન્માન કરશે. કોર્ટ કચેરીના કાર્યમાં આપે ધીરજ રાખવી. ઉતાવળ કરવી નહીં. નોકરીમાં પ્રમોશનની તક મળશે, પ્રોપર્ટીનો વિસ્તાર થઈ શકે છે. તમને તમારી માતાનો સહયોગ મળશે, ખર્ચમાં વધારો થશે. વાહનની જાળવણી પાછળ ખર્ચ વધી શકે છે. તમને શૈક્ષણિક કાર્યના સુખદ પરિણામ મળશે. મીઠાઈ ખાવામાં રસ વધશે, અધિકારીઓમાં મતભેદ થઈ શકે છે, પરિવર્તન પણ શક્ય છે. હનુમાન ચાલીસાના જાપ કરવાથી ફાયદો રહેશે.

મનમાં પ્રસન્નતાની લાગણી રહેશે, છતાં સંયમ રાખો. વધુ પડતા ગુસ્સાથી બચો, માતા સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. નોકરીમાં બીજી જગ્યાએ ટ્રાન્સફર થઈ શકે છે, આવકમાં વધારો થશે. તમને અધિકારીઓનો સહયોગ મળશે. તમને પરિવાર તરફથી પણ સહયોગ મળશે, કપડા વગેરે પર ખર્ચ વધી શકે છે. માતાની સ્વાસ્થ્ય સમસ્યાઓથી પરેશાન થશો. આવકના નવા સ્ત્રોત બની શકે છે. પરિવાર સાથે પ્રવાસ થવાની સંભાવના છે. પરદેશથી કોઇ સારા સમાચાર સાંભળવા મળે. વિવાહ યોગ્ય સંતાન માટે સારું માગુ આવી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button