46 મહિના બાદ બનશે મકર રાશિમાં ખાસ રાજયોગ, ત્રણ રાશિના જાતકો નોટ ગણતા ગણતાં થાકી જશે, પછી કહેતાં નહીં કે…

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોનું રાશિ પરિવર્તન અત્યંત મહત્વનું માનવામાં આવે છે અને એનાથી મેષથી મીન રાશિના જાતકો પર તેની અસર જોવા મળે છે. હવે લગભગ ચાર વર્ષ બાદ એટલે કે 46 મહિનાના લાંબા સમયગાળા બાદ મકર રાશિમાં શુક્ર અને બુધનો અદભૂત મિલાપ થવા જઈ રહ્યો છે. 13મી જાન્યુઆરીએ શુક્ર મકર રાશિમાં પ્રવેશ કરશે અને ત્યારબાદ 17મી જાન્યુઆરીના ગ્રહોના રાજકુમાર બુધ પણ આ જ રાશિમાં ગોચર કરશે. શુક્રગ અને બુધનુી યુતિથી લક્ષ્મી નારાયણ રાજયોગનું નિર્માણ થશે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર બુધ અને શુક્રનું યુતિથી બની રહેલાં લક્ષ્મી નારાયણ રાજયોગને કારણે કેટલીક રાશિઓ માટે ધન-સંપત્તિના દ્વાર ખોલશે અને નવી નોકરીની ઉત્તમ તકો લાવશે. જ્યારે વૈભવનો દાતા શુક્ર અને બુદ્ધિનો દેવતા બુધ એકસાથે આવે છે, ત્યારે તે જાતકને આર્થિક અને માનસિક રીતે સમૃદ્ધ બનાવે છે. ચાલો જાણીએ કઈ છે એ ભાગ્યશાળી રાશિઓ કે જેમને આ સમયે અપરંપાર લાભ થઈ રહ્યો છે, અને ધનલાભ પણ થઈ રહ્યો છે…

વૃષભ રાશિના જાતકો માટે આ રાજયોગ આવક અને નફામાં વૃદ્ધિ લઈને આવી રહ્યો છે. આ સમય આ રાશિના જાતકો માટે આર્થિક દ્રષ્ટિએ વરદાન સાબિત થશે. તમારી આવકમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે અને આવકના નવા સ્ત્રોત ઉભા થશે. જો તમે લાંબા ગાળાનું રોકાણ કરવા માંગો છો, તો આ સમય અત્યંત નફાકારક સાબિત થશે. વ્યાપારમાં રોકાયેલા જાતકોને મોટો ઓર્ડર મળી શકે છે.

તુલા રાશિના જાતકો માટે આ રાજયોગ ચોથા ભાવમાં બની રહ્યો છે, જે સુખ, સંપત્તિ અને વાહનનો ભાવ છે. આ સમયગાળા દરમિયાન તુલા રાશિના જાતકો નવું મકાન, જમીન કે સોના-ચાંદીમાં રોકાણ કરવાની યોજના બનાવે છે. તમારી ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે અને પારિવારિક વાતાવરણ આનંદમય રહેશે. તમારી ભવિષ્યની યોજનાઓ હવે મજબૂત બનતી જણાશે.

આ રાજયોગ મકર રાશિના જ લગ્ન ભાવમાં એટલે કે પ્રથમ ભાવમાં બની રહ્યો છે, જે સીધી તમારા વ્યક્તિત્વ પર અસર કરશે. તમારા આત્મવિશ્વાસમાં જબરદસ્ત વધારો થશે અને લોકો તમારા પ્રત્યે આકર્ષિત થશે. ભાગીદારીમાં કરવામાં આવતા કાર્યોમાં સફળતા મળશે. અપરિણીત જાતકો માટે લગ્નના સારા પ્રસ્તાવ આવી શકે છે. નોકરીમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને નવી જવાબદારીઓ મળવાના યોગ છે.
આપણ વાંચો: આજનું રાશિફળ (13-01-26): મંગળવારના દિવસે આ રાશિના જાતકો પર જોવા મળશે હનુમાનજીની વિશેષ કૃપા…

