
વૈદિક જ્યોતિષ અનુસાર સાતમી સપ્ટેમ્બરથી પિતૃપક્ષની શરૂઆત થઈ ગઈ છે અને 21મી સપ્ટેમ્બર સુધી તે ચાલશે. પરંતુ આ પિતૃપક્ષમાં જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ અનેક મહત્ત્વના એવા યોગનું નિર્માણ થઈ રહ્યું છે. પાંચ દિવસ બાદ એટલે કે 14મી સપ્ટેમ્બરના ગ્રહોના રાજકુમાર બુધ પોતાની ઉચ્ચ રાશિ કન્યામાં પ્રવેશ કરશે અને એને કારણે ભદ્ર મહાપુરુષ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આને કારણે કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી રહ્યું છે, ચાલો જોઈએ કઈ છે આ રાશિઓ કે જેમને ભાગ્યનો સાથ મળવાની સાથે સાથે જ લાભ થઈ રહ્યો છે-

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આ રાજયોગને કારણે સારા દિવસોની શરૂઆત થઈ રહી છે. આ સમયે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળી રહ્યો છે. વાણીના પ્રભાવથી આ સમયે તમારી આસપાસના લોકો પ્રભાવિત થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. સમાજમાં આજે તમે તમારી આગવી ઓળખ ઊભી કરવામાં મુશ્કેલી પડી શકે છે.

ધન રાશિના જાતકો માટે આ સમયે ફાયદાકારક સાબિત થવાનો છે. આ સમયે તમારી કામ કરવાની પદ્ધતિથી તમે ઉપરી અધિકારીનું દિલ જિતી લેશો. બિઝનેસ અને નોકરી કરી રહેલાં લોકોને આ સમયે પ્રમોશન વગેરે મળી શકે છે. આ સમયે તમને કોઈ મહત્ત્વનો પ્રોજેક્ટ મળી શકે છે. બિઝનેસ કરી રહેલાં લોકોને તેમના સ્માર્ટ નિર્ણયથી લાભ થશે.

મકર રાશિના જાતકો માટે આ સમયગાળો સકારાત્મક ફેરફાર લઈને આવી રહ્યો છે. આ સમયે તમને ભાગ્યનો સાથ મળી રહ્યો છે. બિઝનેસ કરી રહેલાં લોકોને પણ ફાયદો થઈ રહ્યો છે. આવકના નવા નવા સ્રોત ખૂલી રહ્યા છે. નોકરી કરી રહેલાં લોકોનો પગાર વગેરે વધી શકે છે બિઝનેસ કરી રહેલાં લોકો પોતાની પ્રગતિથી ખુશ થશે.
આપણ વાંચો: પિતૃપક્ષમાં બનશે શક્તિશાળી દુર્લભ યોગ, ત્રણ રાશિના જાતકોને થશે અપરંપાર ધનલાભ…