• પંચાંગ
  • મરણ નોંધ
  • હોમ
  • ઈ-પેપર
  • આર્કાઇવ
  • વિડીયો ગેલેરી
  • Contact
  • Contact
  • ટૉપ ન્યૂઝ
  • દેશ વિદેશ
  • એકસ્ટ્રા અફેર
  • પ્રજામત
  • રોજ બરોજ
  • મનોરંજન
  • સુખનો પાસવર્ડ
  • સ્પોર્ટસ
  • મુંબઈની આજ
  • વેપાર વાણિજ્ય
  • વાદ પ્રતિવાદ
  • શેરબજાર
  • સ્પેશિયલ ફિચર્સ
  • મેગેઝિન
    • ધર્મતેજ
    • પુરુષ
    • ઇન્ટરવલ
    • લાડકી
    • મેટિની
    • વીક એન્ડ
    • ઉત્સવ
    • ફનક્લબ

    Magazine

    • ધર્મતેજ
    • પુરુષ
    • ઇન્ટરવલ
    • લાડકી
    • મેટિની
    • વીક એન્ડ
    • ઉત્સવ
    • ફનક્લબ

રાશિફળ

રાશિ | 1

(જેનું નામ સાપ્તાહિક ભવિષ્ય - પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૧૫-૫-૨૦૨૨ થી તા. ૨૧-૫-૨૦૨૨ થી શરૂ થાય છે)

સાપ્તાહિક ભવિષ્ય - પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
તા. ૧૫-૫-૨૦૨૨ થી તા. ૨૧-૫-૨૦૨૨

ગ્રહગોચર: સૂર્યનારાયણ સપ્તાહના પ્રારંભે વૃષભ રાશિમાં પ્રવેશે છે અને સપ્તાહના અંત સુધી અહીં રહે છે. મંગળ કુંભમાંથી મીનમાં તા. ૧૭મીએ પ્રવેશે છે. બુધ વૃષભ રાશિમાં વક્રી થાય છે. ગુરુ મીન રાશિમાં માર્ગીભ્રમણ  કરે છે. શુક્ર મીન રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શનિ કુંભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. રાહુ મેષ રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર પ્રારંભે તુલા રાશિમાં રહે છે. તા. ૧૬મીએ વૃશ્ર્ચિક રાશિમાં, તા. ૧૮મીએ ધનુ રાશિમાં, તા. ૨૦મીએ મકર રાશિમાં પ્રવેશે છે.
મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં જૂનાં રોકાણમાંથી નાણાં મેળવી શકશો.  નોકરીનાં કામકાજમાં પરિવર્તનો શક્ય છે. તા. ૧૬, ૧૭, ૨૦ નોકરી માટે શ્રેષ્ઠ પુરવાર થશે. તા. ૧૫મીએ સ્વસ્થતા, તા. ૧૬મીએ કુટુંબના કાયદાના પ્રશ્ર્નમાં રાહત, તા. ૧૭મીએ જીવનસાથીનો સહયોગ, તા. ૨૦મીએ મહિલાઓ મદદનીશ પ્રાપ્ત કરે. તા. ૨૦, ૨૧મીએ વિદ્યાર્થીઓને અભ્યાસનો શ્રેષ્ઠ અનુભવ થાય.
 વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા રોકાણની તકનો અમલ થઈ શકશે. નવી નોકરીનો પ્રારંભ થાય. તા. ૧૭મીએ સહોદરો સાથેનો આર્થિક વ્યવહાર સંપન્ન થશે. તા. ૨૦, ૨૧મીએ જૂની નાણાં ઉઘરાણીની અનુકૂળતા અનુભવશો. મહિલાઓને તા. ૧૫, ૧૭, ૨૦મીએ કાર્યક્ષેત્રે સફળતા પ્રાપ્ત થતી જણાય. વિદ્યાર્થીઓના આ સપ્તાહના વાંચન, અભ્યાસના કામકાજ નિયમિતપણે 
જળવાશે.
મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપાર સફળ જણાશે.  નોકરીમાં અપેક્ષા મુજબના નિર્ણયો લઈ શકશો. તા. ૨૦મીએ કાર્યક્ષેત્રે વિશિષ્ટ સહયોગ પ્રાપ્ત કરશો. તા. ૨૧મીએ મહિલાઓના નોકરીના કામકાજમાં અનુકૂળતા રહેશે. વિદ્યાર્થીઓને તા. ૧૫, ૧૭, ૨૧મીએ અભ્યાસમાં સફળતા પ્રાપ્ત થાય.
કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા રોકાણ માટે અનુકૂળ તકો પ્રાપ્ત કરશો. નોકરી માટે નોકરીના અધિકારીનો સહયોગ મેળવશો. નવા કામકાજના પ્રારંભ થાય. તા. ૧૫મી, ૧૬મીએ દુકાન-વેપારની આવકની વૃદ્ધિ થશે. તા. ૧૭, ૨૦મીએ મિલકતનો નિર્ણય લઈ શકશો. મહિલાઓને આ સપ્તાહમાં નવા કામકાજના પ્રારંભમાં અનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહના વાંચન અભ્યાસ નિયમિતપણે જળવાશે.
સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા રોકાણની તક મેળવશો. નોકરીની પ્રવૃત્તિઓમાં યશ પ્રાપ્ત કરશો. તા. ૨૦મીએ નવા કામકાજનો પ્રારંભ થાય. સપ્તાહમાં નાણાંવ્યવસ્થા અનુકૂળ બની રહેશે. મહિલાઓના આ સપ્તાહના નોકરીના તથા સ્વતંત્ર કારોબારના કામકાજ પણ  શુભ પુરવાર થશે. વિદ્યાર્થીઓના અભ્યાસના નિર્ણયો સ્વતંત્રપણે સફળ રહેશે. 
ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શેરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપાર સફળ રહેશે. નોકરીમાં સહકાર્યકરો ઉપયોગી થશે. ભાગીદૃાર સાથેનો જૂનો મતભેદ દૂર થાય. તા. ૧૬, ૨૦, ૨૧ અર્થવ્યવસ્થા માટે શુભ પુરવાર થશે. મહિલાઓના પરિવારની જવાબદારીના કામકાજ નિયમિતપણે જળવાઈ રહેશે. વિદ્યાર્થીઓના ધાર્યા મુજબના અધ્યયનના નિર્ણયો સમયસર સંપન્ન થશે.
તુલા (ર, ત):  ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં જૂના રોકાણમાંથી નાણાં મેળવી શકશો. નોકરીમાં પરિવર્તનો તથા સફળ આયોજનો શક્ય છે. તા. ૧૭, ૧૯ સ્વતંત્રપણે કારોબારના નિર્ણયોનો અમલ સફળતાથી પૂર્ણ થતો દર્શાવે છે. તા. ૨૦મીએ જૂની નાણાં ઉઘરાણીની વસૂલી થાય. મહિલાઓના તા. ૧૫, ૧૯, ૨૦ના કામકાજ ધાર્યા મુજબના પૂર્ણ થતા જણાશે. વિદ્યાર્થીઓના અભ્યાસ એકચિત્તે સંપન્ન થશે.
વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં દૈૈનિક સાપ્તાહિક વેપાર સફળ રહેશે. નોકરીમાં સહકાર્યકરો સાથેનો વિવાદ ટાળી શકશો. હસ્તગત કામકાજમાં પરિવર્તનો શક્ય જણાય છે. નવા કામકાજનો પ્રારંભ થાય. મિત્રોમાં યશસ્વીપણું અનુભવશો. નાણાંઆવકની વૃદ્ધિ થશે. મહિલાઓને કુટુંબના સભ્યોનો સહયોગ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓને અધ્યયનમાં નિયમિતતા જાળવવા સફળતા જણાશે.
ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા રોકાણ માટે અનુકૂળ તકોનો અમલ થઈ શકશે. નોકરીમાં પ્રગતિ અને યશસ્વીપણું અનુભવશો. સાહસિકતાથી નવા કામકાજ પ્રારંભી શકશો. તા. ૧૬, ૨૦, ૨૧ જૂની નાણાં ઉઘરાણી માટે અનુકૂળતા દર્શાવે છે. મહિલાઓને કુટુંબના સભ્યો પરિવારની પ્રાસંગિક જવાબદારીમાં ઉપયોગી થતાં જણાશે. વિદ્યાર્થીઓને જરૂરી સાધન સવલતો, વાંચન સાહિત્ય પ્રાપ્ત થાય.
મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવું રોકાણ અને સાપ્તાહિક વેપાર સફળ રહેશે. નોકરીમાં સ્થાન પરિવર્તન શક્ય છે. સહોદરો સાથેના જૂનાં અધૂરા રહેલા આર્થિક વ્યવહાર સંપન્ન થશે. સંતાન પરિવારના કામકાજમાં જોડાય. મિલકતના નિર્ણયો લઈ શકશો. મહિલાઓ તા. ૧૫, ૧૭, ૨૦મીએ કાર્યક્ષેત્રે યશ પ્રાપ્ત કરશે. વિદ્યાર્થીઓને વાંચન, અભ્યાસમાં ઉત્સાહ, પ્રોત્સાહનનો અનુભવ થાય.
કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા રોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપાર સફળ જણાશે. નોકરીના જૂનાં અધૂરાં કાર્યો પૂર્ણ કરી શકશો. કુટુંબના કારોબારમાં એકવાક્યતા સંપ જળવાય, તા. ૧૫, ૧૬, ૧૭, ૨૦, ૨૧મી કામકાજ માટે શ્રેષ્ઠ પુરવાર થશે. સપ્તાહની નાણા આવક જળવાઈ રહેશે. મહિલાઓને સંતાનની જવાબદારીમાં સફળતા જણાય. વિદ્યાર્થીઓના આ સપ્તાહના કામકાજ અનુકૂળ બની રહેશે.
મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારનું લે-વેંચનું કામકાજ સફળ પુરવાર થશે. નોકરીની જવાબદારીમાં સહકાર્યકરોનો સહયોગ પ્રાપ્ત કરશો. નોકરીમાં આ સપ્તાહમાં યશ મેળવશો. પ્રવાસ દ્વારા વેપારના વિકાસના કામકાજ સફળ રહેશે. મહિલાઓને તા. ૧૬, ૧૭, ૧૯, ૨૦મીએ કાર્યક્ષેત્રે સફળતા અનુભવાય. વિદ્યાર્થીઓના અભ્યાસના કામકાજ નિયમિતપણે જળવાય રહેશે.

Trending

રાજીવ ગાંધીની હત્યાના દોષિત એ. જી. પેરિવેલનને છોડવાનો સર્વોચ્ચ અદાલતનો આદેશ 
ભારત એસ-૪૦૦ મિસાઇલ ગોઠવી શકે છે: પેન્ટોગોન
૮,૦૦૦થી વધુ વૃક્ષની ‘મધર્સ ઓફ ટ્રી’ની અનોખી કહાણી
અધધધ ટિપ મળતાં ભાવુક થઈ વેઈટ્રેસ
શ્રીલંકાની સરકાર પાસે પેટ્રોલ માટે નાણાં નથી
પંચાંગ
Panchang
મરણ નોંધ

પારસી

હિન્દુ

જૈન

મુસ્લિમ

ચંદ્ર રાશિ પંસદ કરો

Copyright © 2022 Bombay Samachar | Reproduction in whole or in part without written permission is prohibited. | Terms & Conditions