પુરુષ

મુખ્બિરે ઈસ્લામ: નેકી અને નસિહતની મશાલ મુસલમાન શું ખરેખર ભૂતકાળ બની જશે?

-અનવર વલિયાણી

અરબી- ઉર્દૂનો એક અતિ પ્રચલિત શબ્દ છે ‘મોમીન.’ એક સાચો મુસલમાન! અને એક નખશીખ મુસલમાન તે છે જે સર્વથી સ્વતંત્ર થઈને કેવળ એક અલ્લાહને તાબે થઈ જાય જે ઈબાદત-બંદગીનો ખરો હકદાર છે અને જેની દૃષ્ટિ જીવનની બધી લિજ્જતો અને આકર્ષણોને ઉલ્લંઘીને તે મહાનતા ને ભવ્યતા તરફ લાગી રહેતી હોય જે ખરેખર માનને યોગ્ય અને વખાણને પાત્ર છે અને જે પોતાનો ધ્યેય અસત્યને છોડી સત્યને બનાવે.

  • જે પ્રત્યેક ઘડી,
  • પ્રત્યેક સ્થળ અને
  • પ્રત્યેક કામોમાં આવકારને પાત્ર હોય છે. મુસલમાન- મોમીન તે છે જે દીન અને દુનિયાને એ રીતે સાંકળી લે કે તે દીનનો ઉમદા અનુયાયી અને દુનિયાનો સર્વોત્તમ ક્રિયાશીલ કાર્યકર્તા હોય અને જે પોતાના માટે તેમજ બીજાઓના માટે કામ કરે. પરિણામે સ્વયં પોતાની જાતને માટે હિતેચ્છુ, બીજાની માટે માર્ગદર્શક સાબિત થાય છે અને જે પોતાની રૂહ (આત્મા) અને શરીરને એ પ્રમાણે કેળવી લે કે જમીન પર એક સારા ઈન્સાન ગણાવા લાગે અને આકાશમાં ફરિશ્તો (ઈશ્ર્વર- અલ્લાહનો પ્રતિનિધિ). મુસલમાન તે છે જેનું જીવન ઈમાન અને અમલ (આચરણ)નું પ્રતીક હોય.

    Also read: ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી: આવા આવેગ-આવેશને કોણ સમજાવશે – સુધારશે?
  • જેનું ઈમાન (સચ્ચાઈ) પ્રેમ અને ભાઈચારાની સુંદર તસવીર હોય અને
  • જેનો અમલ- વ્યવહાર કાર્યદક્ષતાનો ઉચ્ચ નમૂનો હોય.
  • મુસલમાન તે છે જે
  • પૃથ્વીને ન્યાય અને ભલાઈઓથી ભરપૂર બનાવી દે.
  • જ્ઞાન અને સમજથી દિલો અને દિમાગોને માલામાલ કરી મૂકે અને
  • જેની દયાળુ પ્રકૃતિ લોકોને પોતાના બનાવી દે.
  • મુસલમાન તે છે જેના બે હાથ હોય છે-
  • એક હાથ સત્યને અપનાવે છે અને
  • બીજો હાથ અસત્યનો સામનો કરે છે.
  • જેની બે આખો હોય છે-
  • એક ભલાઈ અને નેકી (સજ્જનતા)ની ખાતર ઉઘાડી રહે અને
  • બીજી બૂરાઈ અને દુષ્કાર્યોને ઘૃણાની નજરે જુએ છે,
  • જેને બે કાન હોય છે-
  • એકને બોધ અને ભલાઈ માટે ખુલ્લો રાખે છે અને
  • બીજાને ગુમરાહી- માર્ગથી ભટકેલા અને ફસાદ લડાઈ, ઝઘડા, પાપ માટે બહેરો બનાવી દે છે.
  • જેના બે પગ હોય છે-
  • એક હિદાયત (ધર્મની સાચી સમજ, માર્ગદર્શન) ભણી દોડે છે અને
  • બીજો અજાણ માર્ગ અને બંડખોરોથી ચેતીને ચાલે છે.
  • જેના બે ચારિત્ર્ય હોય છે-
  • એક વડે ન્યાયીઓ માટે તે મજબૂત પહેરેગીર બની જાય છે અને
  • બીજા વડે રબ (પાલનહાર ઈશ્ર્વર- અલ્લાહ)ના તાબેદાર (આજ્ઞાપાલન) પોતાના સહચારીઓ માટે નરમી અને છૂટથી કામ લે છે.
  • મુસલમાન તે છે જે
  • જાણેલી વાતને ભૂલતો નથી.
  • અમલ (વ્યવહાર) કરે છે ત્યારે નિરાશ થતો નથી,
  • ચુકાદો આપે છે ત્યારે અન્યાય નથી કરતો,
  • અહેસાન (ઉપકાર) કે ભલાઈ કરે છે ત્યારે કોઈને જણાવતો નથી.
  • વાત કરે છે ત્યારે જુઠ્ઠું બોલતો નથી અને
  • લોકો સાથે એ રીતે રહે છે કે લોકોને કદી પણ એના મુખ કે હાથ વડે તકલીફ પહોંચતી નથી.
  • મુસલમાન તે છે જે
  • લોકોમાં સ્વચ્છ હૃદય,
  • જાગૃત અંતર અને
  • પાક-પવિત્ર નિયત (સ્વચ્છ મન, હૃદય)વાળો હોય છે.
  • એ સૌથી વધુ ઉદાર હોય છે. નકામો ખર્ચ કરતો નથી, બીજાઓ કરતાં ઈલ્મ (જ્ઞાન, આવડત) અને અમલ (વ્યવહાર)-માં

    ચડિયાતો હોય છે. ઉપરાંત એ બધાનો હિતેચ્છુ હોય છે અને અલ્લાહથી સૌથી વધુ ડરે છે.
  • એ સ્વર્ગ અને સવાબ (પુણ્ય)ની અલ્લાહ પાસેથી સૌથી વિશેષ ઈચ્છા રાખે છે અને એજ સાચો- નખશીખ મોમીન- મુસલમાન છે.

    એક સવાલ:
  • તો પછી એવા મુસલમાન ક્યાં છે?

    જવાબ:
  • હે નવજવાનો! મુસલમાન તો ઈસ્લામના આગમન પહેલાથી જ જગતની ફિલોસોફી, વિચારસરણી અને સાહિત્યમાં
    ઈન્સાનિયતનું મધુર સ્વપ્ન હતો જ જે હકીકત બનીને અસનાદ (સત્યવાન) હુઝૂરે અનવર (જ્વલંત પ્રકાશ)ની ઝબાનથી- વ્યવહાર અને આચરણથી જાહેર થયો.
  • એ ખ્વાબ એક એવી હસ્તિ- યોગ્યતા- સામર્થ્ય ધરાવતા ઈન્સાનનું હતું.
  • જે જમીન પર ફરિસ્તા (અલ્લાહના દૂત)ની શાન ભવ્યતા, દબદબા સાથે ચાલે છે,
  • એની રૂહ સૂર્યની ગરમી,
  • હવાની નરમી અને
  • આંધિની શક્તિ પણ ધરાવે છે અને
  • જેની રૂહ પુષ્પોની ખુશ્બૂ- સુગંધની જેમ આકર્ષક હોય છે અને સાથે જ એ સૂર્ય સમાન છે જે સદા ઊંચો રહે છે, પડતો
    નથી, હવાની જેમ છે જે જીવન અર્પણ કરે છે, વિખેરતું નથી, આંધિની જેમ છે જે રહેમત (ઈશ્ર્વરિય દેણગી, દયા)ની વર્ષા માટે વાદળો લાવે છે અને કમજોર ઘરોને પડી ભાંગવાથી બચાવવાની ચેતવણી આપે છે અને સુગંધી ફૂલોની જેમ છે જે મનને આનંદ અને આંખને ઠંડક આપે છે અને જીવનને રૂપ તથા સૌંદર્ય અર્પે છે.
  • આજ પ્રમાણે ઈન્સાન પ્રથમથી જ મહાન હતો. જીવને એની સાથે પ્રિત કરી કેમ કે એ અલ્લાહનો સર્વોત્તમ ફરજંદ હતો અને એને ઈન્સાનિયત- માનવતાએ પસંદ કર્યો, કારણ કે તે આબરૂદાર ઘડવૈયો હતો અને એને વિશ્ર્વની કોમોએ વ્હાલો ગણ્યો ઉપરાંત તે નિ:સ્વાર્થી હિતેચ્છુ હતો.

બોધ:
આજે મૂંઝવણમાં પડેલી આલમ- જગત્- પ્રજા એ સત્યને શોધી રહી છે ત્યારે, હે ઈસ્લામના ફરજંદો! શું એ તમારા માટે સત્ય નથી કે તમે પૃથ્વી પર ફરીથી

  • એની વર્ષા,
  • એની હવા,
  • એની ખેતી,
  • એની ખુશ્બો અને
  • એના સૂર્ય અને ચંદ્ર બનીને છવાય જાય!

Also read: ભારતની વીરાંગનાઓઃ ભારતની પ્રથમ મહિલા વિધાનસભ્ય: મુત્તુલક્ષ્મી રેડ્ડી

સાપ્તાહિક સંદેશ:

  • જેણે ઝુલ્મ કર્યો તેની ઉંમર ટૂંકી થઈ,
  • જેણે ગુનાહ કર્યો તે બેઈજ્જત થયો,
  • જેણે ખુદા સાથે મક્કારી- ધોકેબાજી કરી તે જ મક્કારીમાં ફસાયો.
  • જેણે સાચું કહ્યું, સચ્ચાઈ પર કાયમ રહ્યો તેને હીદાયત- ધર્મનું માર્ગદર્શન- સમજણ મળી અને
  • જેણે નેક અમલ- પ્રમાણિક આચરણ કર્યું તેને નજાત- મોક્ષ પામ્યો- મુક્તિ મળી.

અસનાદ હૂઝૂરે અનવર (સલ.)
સત્યવાદી, માનવંત, જ્વલંત પ્રકાશ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button