પુરુષ

આ ટ્રોલ નામના પ્રાણીનું પોસ્ટમોર્ટમ શું કહે છે ?

મનોવિજ્ઞાનીઓ જેને માનસિક બીમારી ગણાવે છે એ ‘ટ્રોલ’ દ્વારા સોશિયલ મીડિયા પર કોઈને પણ પજવી શકાય છે તેમ સકરાત્મક ટ્રોલથી કોઈને ‘દાનવીર’ પણ બનાવી શકાય ખરું ? !

ક્લોઝ અપ -ભરત ઘેલાણી

ધારી લો કે એશિયા-ઈન્ડિયાના સૌથી શ્રીમંત એવા મુકેશ અંબાણીને કોઈ સોશિયલ મીડિયા પર પૂછે:
‘આપણા વિદ્યાર્થીઓના લાભાર્થે તમે તમારી મિલ્કતમાંથી કેટલું અને કંઈ રીતે દાન કરી શકો?’

  • અને ધારી લો કે મુકેશભાઈ અત્યારના (અગાઉના ‘ટિવટર’) પર જવાબ પણ આપે:
    દેશના બધા જ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે આજથી દસ વર્ષ સુધી અમે જિયો સ્માર્ટ ફોન તથા ડેટા સાવ નિ:શુલ્ક આપવા ઈચ્છીએ છીએ બોલો, બીજા ક્યા ક્યા ઉદ્યોગપતિઓ અમારા આ મિશનમાં કંઈ કંઈ રીતે ઉપયોગી થવા ઈચ્છે છે?!’
    મુકેશ અંબાણીની જેમ અન્ય ઉદ્યોગપતિઓ પણ આ જ પ્રકારની સમાજ કલ્યાણ માટે તત્પરતા દેખાડે તો ભારતીય સમાજ-સંસ્કૃતિની શિકલ જ બદલાય જાય પણ અહીં કલ્પના
    અને વાસ્તવિકતા વચ્ચે તેર મણનો ‘તો’ છે જો કે, આ શક્ય છે એવી આશા હમણાં વિશ્ર્વના સૌથી શ્રીમંત એવા ઈલોન મસ્કે જગાડી છે.

ઈલોન મસ્કની એ વાત પર પછી આવીએ. એ પહેલાં ‘ટ્રોલ’ વિશે થોડી વાત કરી લઈએ….
આમ તો આજના ડિજિટલ યુગના સોશિયલ મીડિયાના જમાનામાં ભાગ્યેજ કોઈ ‘ટ્રોલ’ શબ્દથી અપરિચિત હશે. આપણને ડગલે ને પગલે ‘ટ્રોલ’ વાંચવા-સાંભળવા મળે છે, જેમકે પૂનમ પાંડેએ ‘જે રીતે પોતાના મરણની અફવા ફેલાવી એનાથી સોશિયલ મીડિયા પર એ જબરી ટ્રોલ થઈ રહી છે’ એ જ રીતે, નાના પાટેકરે એના એક ચાહકને જાહેરમાં એક થપ્પડ મારી પછી નાનાને બધાએ એવો ટ્રોલ કર્યો કે ‘નાનાએ જાહેરમાં માફી માગવી પડે’ ઈત્યાદિ ટ્રોલિંગ વિશે સમાચાર ગાજતા રહે છે.

આ ટ્રોલ શબ્દનો ભૂતકાળ કે ઈતિહાસ ફ્ંફોસીએ તો જાણવા મળે કે સ્કેન્ડિનેવિયા દેશની પરિકથાઓ અને ત્યાંની દંતકથાઓમાં એક વામન કદના કદરૂપા પ્રાણીનો અવશ્ય ઉલ્લેખ થતો. એ જુગુપ્સાપ્રેરક -ગંદા દેખાતા પ્રાણી કોઈની પાછળ પડી જઈને હંમેશાં ખરાબીના જ ખેલ કરતું. આવું પ્રાણી ‘ટ્રોલ’ તરીકે બદનામ હતું. એ જ રીતે કોઈ એક યા બીજી રીતે અન્ય કોઈને જાહેરમાં પજવતું હોય અને ‘ટ્રોલિંગ’ કહે છે.

હકીકતમાં આવી ચેષ્ટા ઘણા સમયથી -ખાસ કરીને છેલ્લાં બે લોકસભાની ચૂંટણી વખતથી આપણે ત્યાં શરૂ થઈ હતી. એ વખતથી રાજકીય પક્ષોએ પોતાના વિરોધીઓ પર આક્રમણ કરવા વિશેષ ટ્રોલ ટીમ બનાવી હતી.પછી તો આવું ટ્રોલિંગ આજકાલ સોશિયલ મીડિયામાં એવું વ્યાપક છે કે ભલભલા એનાથી ત્રાહિમામ પોકારી જાય છે.

‘ટ્રોલિંગ’ ના આ ક્ષેત્રમાં એવા અનેક નામચીન ટ્રોલર છે ,જે માત્ર લોકપ્રિય હસ્તીઓને જ સાવ કારણ વગર કે કોઈ બહાના હેઠળ વગોવે કે તીવ્ર ટીકા કરે પછી રીતસર પાછળ પડી જાય. ઘણી વાર તો આવા ટ્રોલર ચોક્કસ રાજકીય વિચારધારાના એજન્ડા- ધ્યેય વિપક્ષની જાણીતી વ્યક્તિ પર તૂટી પડે છે. વિપક્ષીની લોકપ્રિયતાની ઈર્ષાનો ખાર ટ્રોલિંગ દ્વારા એમના પર ઉતારે છે.

આપણે ત્યાં ‘X'(ટ્વિટર’) પર આવા કેટલાંક બદનામ ટ્રોલર પણ છે.આમાંના એક છે નિષ્ફળ નિર્માતા-કલાકારKK ઊર્ફે કમલ આર .ખાન… આ બિરાદર એના તેજાબી ટ્રોલ માટે અનેક વાદ -વિવાદ અને પોલીસ-કોર્ટ-કચેરીનાય મામલામાં સંડોવાયેલો છે. સામે સલમાન હોય- શાહરુખ કે પછી સારા અલી ખાન આ નામચીન ખાનને જેની સાથે વાકું પડે
એને તોછડી ભાષામાં એ ‘2Rs પીપલ’ અર્થાત ‘દો ટકે કે લોગ’ તરીકે બોલાવે છે!

મનોવિજ્ઞાનીઓ કહે છે તેમ આવા ‘ટ્રોલરવીર’ માનસિક રીતે બીમાર હોય છે. કોઈનું સારું ન જોઈ શકનારા ઈર્ષા- વૈરવૃત્તિ અને લઘુતાગ્રંથિથી પીડાતા
હોય છે.
એક સર્વે અનુસાર સાઈબર સ્પેસ પર ૫૮ ટકાથી વધુની એક યા બીજી રીતે જે હેરેસમેન્ટ-હેરાનગતિ કરવામાં આવે છે એમાં ટ્રોલનું જ હથિયાર વધુ વપરાય છે.

આ છે ભલભલાને પજવતા ટ્રોલની નકારાત્મક બાજુ હવે જાણીએ વિશ્ર્વના સૌથી અમીર એવા ઈલોન મસ્ક, જે અમલમાં મૂકી રહ્યા છે એવા સકારાત્મક ટ્રોલની વાત ઈલોન મસ્ક Out of Box એટલે કે ચીલાચાલુને બદલે કંઈક નવા પ્રકારનું વિચારવા માટે જાણીતાં છે. હા, એ અન્ય ધનવાનોની જેમ દાનવીર તરીકે જાણીતા પણ નથી. આમ છતાં , આજની તારીખે ૨૧૦.૨ અબજ ડૉલર( ૧ ડૉલર = આશરે રૂપિયા ૮૩)ના આ માલિકે તાજેતરમાં બધા ચોંકી ઊઠે એવી પોસ્ટ સોશિયલ મીડિયા પર કરી છે. ઈલોન મસ્ક પૂછે છે :
દુનિયાનો ભૂખમરો મટાડવા ૮-૯ અબજ ડૉલરની જરૂર છે અને આ રકમ ઈલોન મસ્ક દાનમાં આપી શકે છે એવું યુનો કહે છે તો મને કોઈ પ્લીઝ સમજાવો કે ‘આ કઈ રીતે શક્ય છે તો હું અમારી ઈલેકટ્રિક કાર કંપનીની ‘તેસ્લા’ કારના બહુ મૂલ્યવાન બધા જ શેર્સ વેંચીને એ રકમનું દાન આપવા તૈયાર છું..!’
ઈલોન મસ્કની આ પોસ્ટથી- એની પ્રતિક્રિયાથી ઘણા દાનવીરો પ્રભાવિત પણ થયા છે. અમેરિકાના અર્થશાસ્ત્રીઓ પણ કહેવા લાગ્યા છે કે અન્ય શ્રીમંત દાનવીરોને પણ ઈલોન મસ્કની જેમ આ જ રીતે
‘ટ્રોલ’ કરીને એમની દાનવૃત્તિને ‘ઉશ્કેરવી’
જોઈએ! આવી ટ્રોલ ‘ફિલેન્થ્રપી ’ આપણે ત્યાં-ભારતમાં પણ વિકસે એવી શક્યતા કેટલી એ ચર્ચાનો વિષય છે!

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત