ડાર્ક વેબ: અણધાર્યા અપરાધોનું A ટુ Z
સાઈબર ક્રાઈમની દુનિયા વિસ્તરી રહી છે
બે વિજાતીય પાત્ર વગર પણ ઉત્તેજક ફિલ્મ કે વિડિયો તૈયાર કરી શકે છે આ ડિપ ડાર્કફેકનો ડિજિટલ કસબ… આના તાજા શિકાર છે અભિનેત્રી રશ્મિકા ને કેટરિના…!
ક્લોઝ અપ -ભરત ઘેલાણી
અંગત માહિતી હેક કરી તમારા બેન્ક અકાઉન્ટમાં ખાતર પાડી લૂંટ ચલાવતા જે અપરાધો જેટ ગતિએ વધી રહ્યા છે એવાં સાઈબર ગુનાઓની વાત આપણે આજે અહીં નથી કરવી…
વાત કરવી છે ઓનલાઈન થતાં એનાથી પણ વધુ ગંભીર ગુનાઓની ,જેનું માધ્યમ છે ડાર્ક વેબ.!
આ ડાર્ક વેબનું નામ અને એનાં પર થતાં ગુના હમણાં બહુ ચર્ચામાં છે,કારણ કે દસેક દિવસ પહેલાં જ સમાચાર ચમક્યા હતા કે આશરે ૮૧ કરોડ ૫૦ લાખ ભારતીય નાગરિકોની અંગત માહિતી,જેમ કે એમનાં આધાર-પાન કાર્ડથી લઈને એમની બેન્કનાં નામ -ઍકાઉન્ટ નંબર-એમાં કેટલી રકમ બેલેન્સ છે ઉપરાંત એમના પાસપોર્ટ -ઈન્કમ ટેકસની બારીક વિગતો તેમજ ફોન નંબર સહિતની માહિતી વેચાણ માટે ડાર્ક વેબ’ પર વહેતી કરવામાં આવી હતી!
જો કે આ ડાર્ક વેબથી પણ વધુ ખતરનાક છે માધ્યમ છે ડીપફેક ’ આના દ્વારા કોઈની પણ નકલી વિડિયો ક્લિપ તૈયાર કરીને સાઈબર સ્પેસ- સોશિયલ મીડિયામાં વાયરલ કરી શકાય..
ત્રણ-ચાર દિવસ પહેલાં જ્ દક્ષિણની બહુ જ ફેમસ સ્વરુપવાન – ફૂટડી સ્ટાર રશ્મિકા મંદાનાનો એક ડીપફેક વિડિયો વાયરલ થતાં ચોતરફ ખળભળાટ મચી ગયો છે..
આ ઘટના કંઈક આમ છે. લંડનની એક જાણીતી ઈન્ફ્લુએન્સરની કોઈ જૂની વિડિયો પર આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ (અઈં) દ્વારા રશ્મિકા મંદાનાનો કાયા- ચહેરો ગોઠવીને એને વાયરલ કરવામાં આવ્યો. ઉઘાડાં-ઉત્તેજનાત્મક વસ્ત્રોમાં સજ્જ રશ્મિકાનો આ વિડિયો જોઈને હોહા મચી ગઈ એમાં ડીપફેક’નું આવાં કાળું કારનામું બહાર આવ્યું.
હવે ગએ કાલે (૮ નવેમ્બર-૨૩) જ સમાચાર આવ્યા છે કે અન્ય અભિનેત્રી કેટરિના કૈફની એક તસવીર સાથે પણ રશ્મિકા જેવાં જ ચેડા કરીને એને બેહુદી રીતે રજૂ કરવામાં આવી છે.
રશ્મિકા-કેટરિનાના કેસનું આગળ શું થશે એ તો રામ જાણે,પણ આપણને સહજ જિજ્ઞાસા થય કે
હકીકતમાં આ ડાર્ક ડીપ વેબ’ શું છે ?
વેલ, એ વિશે જાણતા પહેલાં આપણે વેબ એટ્લે શું એની પ્રાથમિક માહિતિ મેળવી લઈએ.ૂૂૂ એટલે ’વર્લ્ડ વાઈડ વેબ’ પરથી આપણે ઈન્ટરનેટ દ્વારા જોઈતી માહિતિ મેળવી શકીએ. આ વેબના ત્રણ વિભાગ છે. ગુગલ -બીંગ- ફાયરફોક્સ જેવાં સર્ચ એન્જિન દ્વારા સરળ રીતે માહિતિ મેળવીએ એને સરફેસ વેબ’ કહે છે. દાખલા તરીકે, તમે ’ગુગલ સર્ચ એન્જિનને કામે લગાડીને પૂછો કે ’મહાત્મા ગાંધી કઈ મહિલાને ’બા’ કહીને બોલાવતા’ તો તમને એનો ફ્ટાક દઈને જવાબ મળી જશે
બીજો પ્રકાર છે : ’ડીપ વેબ’,જે હકીકતમાં સરફેસ વેબ કરતાં ૫૦૦ ગણો મોટો ભાગ- વિભાગ છે,જ્યાં ઠસોઠસ માહિતિ એકઠી થઈ હોય છે, પણ ચીલાચાલુ- રોજિંદા સર્ચ એન્જિનથી ત્યાં પહોંચી શકાતું નથી. એમાંથી માહિતિ મેળવવા માટે વિશેષ સર્ચ એન્જિન-યોગ્ય બ્રાઉઝર અને પાસવર્ડની જરુર પડે..એ મળે તો જ તમે જોઈતી માહિતિ સુધી પહોંચી શકો, કારણ કે અહીં
તમારા ઈ-મેલ ઉપરાંત બીજા પાસવર્ડ- તમારી અને તમારી ક્ંપનીના આર્થિક હિસાબ-કિતાબ- મેડિકલ રિપોર્ટ્સ-તમારા ફેસબુક-ઈન્સ્ટાગ્રામ- એક્સ ( ટિવ્વટર ) જેવાં સોશિયલ મીડિયાની વિગતો સંઘરાયેલી હોય છે.માત્ર ગુગલ કરવાથી આ માહિતિ હાથ ન લાગે
હવે આ માહિતિના મહાસાગરની સૌથી તળિયે હોય છે ડાર્ક વેબ એટલે કે સ્ફોટક માહિતિનો મહા ખજાનો,જયાં એવી ગુપ્ત માહિતિ સચવાયેલી હોય છે ,જે મોટાભાગે ગેર કાનૂની છે. ત્યાં સુધી કોઈ સામાન્ય હેકર પહોંચી ન શકે,કારણ કે ત્યાંના ડેટા- માહિતિને ’એન્ક્રિપશન’ સોફટવેર દ્વારા કોડમાં એટલે કે એવાં આંકડામાં ફેરવી નાખવામાં આવ્યા હોય છે કે કોઈ એને વાંચી ન શકે- ઉકેલી ન શકે.. આ કામ માત્ર ડીપ વેબનો જાણકાર – નિપુણ હેકર જ કરી શકે.
આવી જ્ડબેસલાક ગોઠવાણને કારણે આ ડીપ ડાર્ક વેબ પર બધા જ પ્રકારના ગોરખધંધા ચાલે છે. નશીલાં પદાર્થોથી લઈને હથિયારોની અહીં મોટા પાયે હેરાફેરી થાય છે. પોર્નોગ્રાફી-અશ્લિલ વિડિયોસનું અહીં મોટું બજાર છે. એ જ રીતે, મોટાભાગની સરકારે હજુ જેને પૂર્ણ માન્યતા નથી આપી એવી બિટ્ટ કોઈન્સ-ક્રિપ્ટોકરન્સી દ્વારા અહીં તગડા જુગાર રમાય છે- સોદા થાય છે. અરે, ઉદ્યોગપતિઓ પાસેથી ખંડણી- પ્રોટેક્સન મની પણ ડ઼િજિટલ ચલણમાં વસુલ થાય છે- ચૂકવાય છે.. આ ખુફિયા ડાર્ક વેબ પર અપહરણથી લઈને હત્યા સુધીની વરદી લેતાં વ્યવસાયિક અપરાધીઓ પણ હાજર હોય છે. ચોક્ક્સ રકમની સુપારી લઈ કોઈનું પણ કામ કરી આપે..!
દાખલા તરીકે ,આ છે એમનું મેન્યુ: રાબેતા મુજબની હત્યા કરવાનો ચાર્જ છે ૪૫ હજાર ડોલર- હત્યા કરીને એની લાશ ગૂમ કરવાની કિંમત ૬૦ હજાર ડોલર- મારી મારીને ધોલાઈ કરી હાડકાં ભાંગવાના ૧૨ હજાર -જલદ એસિડથી તમારા દુશ્મનનો ચહેરો બેડોળ કરવાના ૧૮ હજાર ને દગો દઈને ગયેલી પ્રેયસી પર બળાત્કાર કરવાના ’માત્ર ૯ હજાર ડોલર આપો એટલે કામ તમામ!
વેબ – ડાર્ક વેબ -ડીપે વેબ પછી હમણાં નવા પ્રકારના વેબ ક્રાઈમના કિસ્સા વધુ ને વધુ બહાર આવી રહ્યા છે. અપરાધનો આ નવો પ્રકાર છે : ડીપફેક
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના કરોડપતિ પતિ રાજ કુન્દ્રાના જ્યારથી પોર્નોગ્રાફીનાં ઢગલાબંધ સ્કેન્ડલ્સ જાહેરમાં પ્રગટ થયાં છે ત્યારથી આ ’ડીપફેક શબ્દ આપણા કાને વધુ અથડાવા માંડયો છે.
-તો આ ’ડીપફેક’ વળી શું છે ?
વેલ, સરળ ભાષામાં સમજીએ તો કમ્પ્યુટર દ્વારા સર્જિત ’આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ ( અઈં – કૃત્રિમ બુદ્ધિ)ની મદદથી કોઈ પણ મૂળ તસવીર કે વિડિયો ક્લિપ્સમાં જોઈતા કે ભળતા ફેરફાર કરવાની પ્રક્રિયાને ’ડીપફેક કહે છે. આ ફેરફાર એટલી કુશળતાથી કરવામાં આવે છે કે એ તદ્દન સાચા ભાસેતાજું ઉદાહરણ : કેટરિનાનો ફેક ફોટો અને રશ્મિકાની વાયરલ વિડિયો…!
આજના ડિજિટલ યુગમાં ’ડીપફેક’નો વધુમાં વધુ ઉપયોગ – કહો કે દૂરોપયોગ ફેક ન્યૂઝ-ખોટા સમાચાર તૈયાર કરવામાં ઉપરાંત પોર્નોગ્રાફી સામગ્રી તૈયાર કરવામાં વપરાય છે.
ડીપફેક’ સાથે પોર્નોગ્રાફીને શું સંબંધ?
વેલ્, બે વિજાતીય પાત્ર વગર પણ ઉત્તેજક ફિલ્મ કે વિડિયો તૈયાર કરી શકે છે ડેપફેકક’નો ડિજિટલ કસબ. વિદેશોમાં આ ડિપફેક’નો વ્યાપક ઉપયોગ અશ્લીલ ફિલ્મો- વિડિઓ ક્લિપ્સ બનાવવા માટે થઈ રહ્યો છે. આવી ફિલ્મ્સ આંતરાસ્ટ્રી્ય માર્કેટમાં
સિન્થેટિક પોર્ન તરીકે ઓળખાય છે.
આપણે ત્યાં સાચુકલી પોર્નનું ઉત્ત્પાદન કુટિર ઉદ્યોગ બની ગયું છે. એની સાથોસાથ, હવે ઓનલાઈન બીજાની બદનામી કરવા ઉપરાંત ખંડણી વસૂલીના અપરાધ (સેક્સટોર્શન) વધી રહ્યાં છે. આપણા સાઈબર ડિટેકશન સેલ માટે ચિંતાનો વિષય એ છે કે આના અપરાધીઓ મોટેભાગે આજની યુવા પેઢી છે. આવા યુવા -અપરાધી મોટેભાગે પ્રેમભંગ પછી સામેની વિજાતીય વ્યક્તિને બદનામ કરીને બદલો લેવા ઈચ્છતા હોય છે. બીજો વર્ગ એવો પણ છે કે જે માત્ર પોતાની આર્થિક તંગી ટાળવા જાણીતી હસ્તી વિશેની ’ડીપફેક દ્વારા વાંધાજનક સામાગ્રી તૈયાર કરીને એની પાસેથી ખંડણી વસૂલવાના પેંતરા કરે છે.
આવા ’ડીપફેકની વધુ ફરિયાદ ઉત્તર પ્રદેશ સાઈબર સેલને મળે છે. આ વર્ષે એમને ૨૫૦થી વધુ ફરિયાદ મળી છે. મુંબઈ તો ફિલ્મ – ફેશન -ગ્લેમર ઉદ્યોગનું કેન્દ્ર છે. અહીં પણ ૨૦૦
જેટલી ફરિયાદ પોલીસ પાસે આવી છે.
થોડા સમય પહેલાંની આ ઘટના પર નજર ફેરવો. પોલીસને એક યુવતીની ફરિયાદ મળી કે કોઈ એની અશ્લીલ વિડિયો- બીભત્સ તસવીરો નિયમિત અંતરે ફેસબુક-ઈન્સ્ટાગ્રામ જેવાં સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરે છે. ખાસ કરીને, ગયા વર્ષે એના મેરેજ થયા અને એ સગર્ભા હતી ત્યારે…આને કારણે એની બહુ બદનામી થઈ રહી છે. સાઈબર સેલે સઘન તપાસ માંડીને શોધી કાઢ્યું કે પેલી યુવતીની આ અશ્લીલ સામગ્રી ડીપફેક ટેકનિકથી તૈયાર થતી હતી અને એ બધી ચાર ’ફેસબુક’ અને બે ’ઈન્સ્ટાગ્રામ’ એકાઉન્ટ પરથી અપલોડ થતી હતી. ગણત્રીના દિવસોની તલસ્પર્શી તપાસ બાદ મુંબઈના કુશળ સાઈબર સેલે અપરાધીને શોધીને પેલી યુવતી સામે ખડો કરી દીધો, જેને જોઈને યુવતી ચોંકી ઊઠી, કારણ કે એ યુવાન એનો કોલેજ મિત્ર હતો..!
એણે આવું કેમ કર્યું? અવી પોલીસ ઊલટતપાસમાં પેલા ૨૮ વર્ષી સોફ્ટવેર ઈજનેર યુવાને પોતાનો ગુનો કબુલી લેતા કહ્યું કે એ પેલી યુવતીને ચાહતો હતો,પણ એણે મેરેજ માટે ના પાડી પછી ધૂંધવાઈને વેર લેવા એ આવી ગંદી વિડિયો પોસ્ટ કરતો હતો.! (સંપૂર્ણ)