પુરુષ

હવે તમારાં સપનાંમાં ય થશે જાહેરખબરોનો મારો..!

તમે નિદ્રામાં હશો ત્યારે ધરાર પોતાની બ્રાન્ડ્સ વેંચવાની આ એક નવી ટેક્નિકને કોર્પોરેટ જગતવાળા વધાવે છે ત્યારે વિજ્ઞાનીઓ એને કેમ વખોડે છે?

ક્લોઝ અપ -ભરત ઘેલાણી

‘જીવનમાં સફળ થવું હોય તો સપનાં જોવાં જરૂરી છે, પણ સપનાંને સાકાર કરવા હોય તો ખરે ટાંકણે ઊંઘ ત્યાગીને ઊઠી જવું પણ એટલું જ જરૂરી છે ’ આવી એક પરિચિત ઉક્તિમાં થોડાં શબ્દોના સાહજિક ફેરફાર કરીને અમિતાભજી એમનાં ઊંઇઈ શોમાં અવારનવાર કહેતા રહે છે. વાત સાચી છે. એમાંય વાત સપનાંની આવે ત્યારે એ વધુ રોચક બની જાય છે….હાથમાં લીધેલું કોઈ મહત્ત્વાકાંક્ષી કામ સફળ નીવડે એનાં સપનાં તો આપણે બધા ઊંઘતાં- જાગતાં સતત જોઈએ છીએ અને એટલે જ પેલી ઉક્તિ છેને કે
સિદ્ધિ મેળવવા માટેનાં સપનાં એવાં હોવાં જોઈએ,

જે તમને સૂવાં ન દે-તમારી ઊંઘ સુધ્ધા ઉડાવી દે…!

આપણે તંદ્રા-નિદ્રામાં સરકી જઈએ ત્યારે સબકોન્શસ માઈન્ડ અર્થાત્
અર્ધ જાગ્રત મનમાં આપણી જાણ બહાર સતત અનેક ક્રિયા-પ્રક્રિયા ચાલતી રહે છે. જાગ્રત અવસ્થામાં કોઈ સાથે થયેલી વાતચીતનો કોઈ અંશ કે આપણને આવેલો વિચાર અથવા તો જોયેલી ઘટના કે વાંચેલી વાતનું પૃથક્કરણ આપણાથી અજાણતા જ અર્ધ જાગ્રત મન કરતું રહે છે.

હવે આ જ્ઞાન-વિજ્ઞાનને કામે લગાડી રહ્યા છે મલ્ટિનેશનલ કંપનીઓ….એ તમારી પરવાનગી વગર વણનોતરેલાં મહેમાનની જેમ ધરાર પોતાનાં ઉત્પાદન-બ્રાન્ડ્સની લાંબી- પહોળી જાહેરખબર કરશે, જ્યારે તમે મીઠી નિદ્રા માણતાં હશો !

આ ચોંકાવનારી વાતને વ્યવસ્થિત સમજવા માટે આપણે એક આડ-વાત તરફ જરા ફંટાવવું પડશે.

તમને ખબર અને અનુભવ પણ હશે કે કોઈ પ્રોડ્કટની માહિતી મેળવવા તમે ઈન્ટરનેટ પર સર્ચ કરો કે એના ગણતરીના કલાકોમાં એ જ પ્રોડ્ક્ટને લાગતી-વળગતી જાહેરખબરો તમને તમારા ‘ફેસબુક’(ફેબી) પેજ કે તમારા સોશિયલ મીડિયા અકાઉન્ટસમાં જોવાં મળશે. આ કમાલ ‘એલ્ગોરિધમ’ની છે.

ઈન્ટરનેટથી પરિચિત વ્યક્તિ મોટાભાગે એલ્ગોરિધમ’ શબ્દ જાણતી હશે. એની કડાકૂટભરી ક્રિયા-પ્રક્રિયામાં વધુ ઊંડા ઊતર્યા વિના એકદમ સરળ શબ્દોમાં સમજાવીએ તો આ એક પ્રકારનું એવું કમ્પ્યુટર વિજ્ઞાન છે, જે ગણિત અને ડેટા (સ્વીકૃત માહિતી)નું તબક્કાવાર વિશ્ર્લેષણ કરીને એનો ઉકેલ રજૂ કરે છે. અમુક પ્રકારની ફેબી પોસ્ટ જ વાઈરલ થાય કે અમુક જ ફિડસ તમારા સુધી પહોંચે એની પાછળ ‘એલ્ગોરિધમ’નું વ્યવસ્થિત વિજ્ઞાન હોય છે.

આ ‘એલ્ગોરિધમ’ અને આર્ટિફિશિલ ઇન્ટેલિજન્સ’ (કૃત્રિમ બુદ્ધિમતા)ના સથવારે
‘ટાર્ગેટેડ ડ્રીમ ઈન્ક્યુબેશન’ (ઝઉઈં) તરીકે ઓળખાતી એક પદ્ધતિ દ્વારા જાહેરખબરો આપણાં સપનાંમાં પ્રવેશે એવા પ્રયોગનો પ્રારંભ થઈ ગયો છે. બ્રાન્ડ્સની જરૂરિયાત મુજબ, ચિત્ર- ઑડિયો કે પછી વીડિયો ક્લ્પ્સિની મદદથી તૈયાર થયેલી જાહેરખબરનો છાપાં-રેડિયો- ટીવી-સાઈબર સ્પેસ પર જબરો મારો ચલાવવામાં આવે છે. આની અસર અર્ધ જાગ્રત કે સુષુપ્ત મન પર ઝીલાય છે.

થોડા સમય પહેલાં ફૂટબોલ ‘સુપર બોલ’ લીગની ફાઈનલ મેચની આગલી રાતે એક અમેરિકન કંપનીએ એનાં ફેમશ ‘કૂર્સ’ બિયરની ટીવી માટે એ રીતે જબરી જાહેરાતો કરી કે ફૂટબોલ પ્રેમીઓને સપનાં પણ એનાં જ આવે….! પોતે આ પ્રકારનો પ્રયોગ કરી રહ્યા છે એવી આગોતરી જાણ પણ બિયર કંપનીએ મીડિયાને કરી હતી. ‘કૂર્સ’ બિયર કંપનીએ તો પોતાનો ‘આ પ્રયોગ અમુક અંશે સફળ થયો છે’ એવું પોરસાઈને જાહેર કર્યું પછી તરત જ ‘સ્લિપ એન્ડ ડ્રીમ’ના સંશોધકો અને એ ક્ષેત્રના ૪૦થી વધુ વિજ્ઞાનીએ સાગમટે એક જાહેર પત્ર લખીને લોકોને આવા પ્રયોગની આડ-અસર વિશે પણ ચેતવ્યા છે. એમનું કહેવું છે કે તંદ્રા કે નિદ્રામાં આપણું મન અરક્ષિત અવસ્થામાં હોય ત્યારે આવી ‘ડ્રીમ ઍડ્સ’ની ઘણી નકારાત્મક અસર થઈ શકે છે. આ રીતે પોતાની પ્રોડ્ક્ટ જબરજસ્તી વેંચવાના પ્રયાસને લીધે સ્મૃતિભ્રંશ તથા દુ:સ્વપ્નની અસર થાય છે. અર્ધ જાગ્રત મનના વિચારને આપણી ઈચ્છા વિરુધ્ધ આ રીતે હાઈજેક કરવાની ‘સપનાંના સોદાગરો’ની આવી ટેક્નિક તદ્દન અનૈતિક છે…!

જો કે, બીજી તરફનો સિનારિયો પણ જાણવા જેવો છે. સપનાંમાં આ રીતે પોતાનો માલ વેંચનારા સોદાગરોની રીતિ-નીતિ વિશે પણ એક સર્વે થયો તો ૫૦૦ જેટલાં ક્ધજ્યુમર્સમાંથી માત્ર ૩૨% ગ્રાહકોએ આવા ‘ડ્રીમસેલર્સ’નો વિરોધ કર્યો છે તો અન્ય એક ‘ફ્યુચર માર્કેટિંગ’ના સર્વેમાં અમેરિકાના ૪૦૦ જેટલી માર્કેટિંગ ફર્મ્સમાંથી ૭૭% એ ‘સપનાંમાં ધંધો’ કરવાની વાતને વધાવી લીધી છે! (સંપૂર્ણ )

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…