મુખ્બિરે ઈસ્લામઃ વક્તનો તકાજો: ઉર્દૂ-અરબી ભાષાના આ શબ્દોને તેના સાચા અર્થમાં જાણો

અનવર વલિયાણી
અરબી ભાષાનો એક અતિ પ્રચલિત શબ્દ છે
- કાફિર. આ શબ્દના વિશાળ અર્થની ગેરસમજને લઈને આપણા દેશમાં અને ખુદ મુસ્લિમ સમાજમાં અસમંજસ પ્રવર્તે છે, ગેરસમજ ફેલાયેલ છે.
- સેતાન જેનું નામ ઈબલીસ છે તે મોટો આબિદ (અલ્લાહનો ભક્ત) અને ઝાહિદ (બધી જ કૂટેવોથી દૂર રહી ઈશ્વર-અલ્લાહની ઉપાસના કરનાર વિરક્ત) હતો. ફરિશ્તાઓ (અલ્લાહના દૂત, પ્રતિનિધિઓ)ને પણ તાલીમ (જ્ઞાન, બોધ) આપતો હતો છતાં હઝરત આદમ અલૈયહિ સલ્લામને માનનો સજદહ (નમન) કરવાથી ઈનકાર કર્યો એટલે તે ‘કાફિર’ થઈ ગયો.
- ઈબલીસે અલ્લાહની બંદગીનો (પ્રાર્થના, સ્તૂતિની) મના કરી નહોતી, છતાં * સેતાન ઈબલીસ કાફિર છે, તો તેનું કારણ શું?
- ‘કાફિર’ શબ્દનો પ્રયોગ સૌ પ્રથમ સેતાન માટે જ થયો છે. તેથી પહેલાં એની હકીકતને સમજીએ:
- સેતાન ઈબલીસ એક જિન હતો જેને પૃથ્વીના દરેક સ્થળ પર અલ્લાહની નિકટતા પ્રાપ્ત થઈ હતી.
- પૃથ્વીના સર્જનહાર અલ્લાહતઆલાએ તમામ ઈન્સાનોના પિતા હઝરત આદમ અલૈયહિ સલ્લામનું પૂતળું બનાવ્યું અને તમામ ફરિશ્તાઓ (ઈશ્વરિય દૂત)ને એ પૂતળા સામે માનપૂર્વક નમન કરવાનું સૂચવવામાં આવ્યું.
- બધા ફરિશ્તાઓએ નમન કર્યું. * ફરિશ્તાઓ જોડે રહેતો જિન ઈબલીસ માન્યો નહીં. * સેતાને હઝરત આદમ અલૈયહિ સલ્લામને નમન કેમ ન કર્યું. * તે ઘમંડી, અભિમાની હતો, નાફરમાની હતો! * તે ઘમંડી-અભિમાની હતો.
- તેને એમ લાગ્યું કે તેનું સર્જન (હઝરત) આદમ (અસ.)થી પહેલાં છે. પોતે મોટો છે. મોટો નાનાને નમન શા માટે કરે?
- વળી, તેનું સર્જન અગ્નિમાંથી થયું છે જ્યારે (હઝરત) આદમ (અસ.) તો માટીના બનેલા છે.
- માટી કરતાં આગ ચઢિયાતી છે. કારણ કે,
- તેનામાં રોશની છે, પ્રકાશ છે, ગરમી છે…!
- ઈબલીસે અલ્લાહની સામે આ અને એવી બીજી દલીલો મૂકી.
- અલ્લાહતઆલાનો સાચો બંદો (ભક્ત) તેના દરેક હુકમને માને, હુકમ પ્રમાણે વર્તે, તેને જે ગમે તે કરે ને જે ન ગમે તે ન કરે.
- સેતાન ઈબલીસમાં ઈર્ષા જાગી. કારણ કે હઝરત આદમને મનાઈ હતી તે ખાવા ઈબલીસે પ્રેરણા આપી. કારણ કે સેતાન ઈબલીસમાં બદલો લેવાની ભાવના હતી. તે ક્રોધી, ઘાતકી, ઝાલીમ અને નગુણો હતો, તેની બુદ્ધિ ભ્રષ્ટ હતી. હઝરત આદમ (અસ.) વિષે સર્વે વસ્તુઓ જોઈ અને જાણીને તેના અસ્તિત્વનો ઈન્કાર કર્યો તેથી તે કાફિર થઈ ગયો.
બોધ:
- તો ‘કાફિર’ કોને કહેવામાં આવે છે?
- કાફિર શબ્દની ગેરસમજને, તેના સાચા અર્થને સમજીએ તો
- કાફિર તેને કહેવામાં આવશે જે અલ્લાહના હુકમોનું ઉલ્લંઘન કરે તે કાફિર છે: કુફ્ર, કુફ્રાન વગેરે અનેક શબ્દો અરબી ભાષામાં આવ્યા છે જેના સંયુક્ત અર્થ ઉપર લખ્યા પ્રમાણે થશે.
- જાણી જોઈને કોઈ વસ્તુ સંતાડવી,
- જ્ઞાન હોવા છતાં અલ્લાહ-ઈશ્વરના અસ્તિત્વનો ઈન્કાર કરવો
- આદેશોનો ઈન્કાર કરવો, મનમાં ખોટી માન્યતાઓ રાખવી, નેઅમતો-કૃપાઓની ના શુક્રી કરવી અને ખાસ તો અલ્લાહને ન માનવો. ઈમાન (અલ્લાહ હોવા વિશેની શ્રદ્ધા) ન લાવવી. અલ્લાહની જાત સાથે કોઈને સરખાવવો, કોઈને અલ્લાહ હોવા વિશે – તેનો વજુદ ન હોવાની પ્રેરણા આપવી. કોઈને અધિકાર કે હોદ્દા મળતા હોય તો જલન કરવી, ઝઘડાખોરી, ફિત્ના-ફસાદ કરવી, અભિમાનમાં રાચતા રહેવા જેવી બાબતો કાફિરની શ્રેણીમાં આવે છે.
પથ્થર કી લકિર:
- જે અલ્લાહના વજુદનો ઈનકાર કરે, અલ્લાહ છે જ નહીં એવી માન્યતા ધરાવે તે સ્પષ્ટ શબ્દના અર્થમાં કાફિર જ છે. આ ગુનાની માફી નથી – એવો જ ઉર્દૂ ભાષાનો પણ એક પ્રચલિત શબ્દ છે,
- શુક્રિયા * ધન્યવાદ * કૃતજ્ઞતા * આભાર…!
- મનુષ્ય માત્ર જીવનમાં ડગલેને પગલે કોઈના આભાર તળે દબાયેલો હોય છે, પછી તે જનતા હોય કે રાજકર્તા, માલદાર હોય કે કંગાળ!
- એવા સમયે આ શબ્દનો ઉપયોગ માનવીય સંબંધોમાં મીઠાશને પ્રસરાવે છે.
- શુક્રિયા શબ્દ નાનો છે, પણ તેની અસર ઘણી મોટી છે.
- જ્યારે કોઈ વ્યક્તિ તમને સહાય કરે છે ત્યારે તેની અપેક્ષા બીજી કંઈ હોય કે નહીં પણ ‘આભાર’ શબ્દની તો હોય જ છે;
- અને જો તે ન મળે તો કદાચ સંબંધોમાં તનાવ પણ ઉત્પન્ન થવા પામતો હોય છે.
- એજ રીતે માનવી અલ્લાહનો પણ ઋણી છે. એટલે તેનો આભાર પણ સતત વ્યક્ત કરતા રહેવું જરૂરી છે.
- ઈલાહી-ઈશ્વરીય વાણી કુરાને કરીમમાં કહ્યું છે કે,
- ‘જે ઈન્સાન અલ્લાહમાં વિશ્ર્વાસ લાવ્યો અને તેનો શુક્રગુઝાર (આભારી) બન્યો તેને અલ્લાહે અંઝાબ (દુ:ખ, કષ્ટ, વિપત્તિ, યાતના, સજા)થી બચાવે છે.’
- અરબી ભાષામાં આવેલી ઈલાહી-ઈશ્વરીય વાણી કુરાન પાકમાં આગળ કહ્યું છે –
- ખુદાએ આપણને જે કંઈ આપ્યું છે તેના માટે આપણે સૌ તેના આભારી છીએ, શુક્રગુજાર છીએ.
- છતાં પણ અલ્લાહતઆલાનો આભાર માનવાની આપણે ઈન્સાન માત્રને ફુરસદ નથી.
- પવિત્ર કુરાનમાં કહેવામાં આવ્યું છે:
- ‘જો તમે શુક્ર (આભારીપણું) અદા કરશો તો હું તમને બમણું આપ
ધર્મજ્ઞાન:
- એકવાર પયગંબર હઝરત મુહમ્મદ સાહેબે એક શખસને તેના ખબરઅંતર પૂછતાં કહ્યું,
- ‘કેમ છો?’
- પેલા શખસે કહ્યું,
- ‘સારું છે.’
- પગયંબર સાહેબ ફરીવાર પૂછયું,
- ‘કેમ છો?’
- ‘સારું છે.’
- અંતે ત્રીજીવાર આપ હુઝૂરે અનવરે પૂછયું
- ‘કેમ છો?’
- હવે પેલો શખસ સજાગ બન્યો, અને તેણે જવાબમાં કહ્યું,
- ‘અલ્લાહનો શુક્ર છે.’
- હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમ. અર્થ: ‘ઓ અલ્લાઈ તું રહેમત – દયા મોકલ હઝરત મુહમ્મદ ઉપર અને તેમની આલ ઉપર…’ એ પછી આટલું જ બોલ્યા,
- ‘આવાજ શબ્દોની અપેક્ષા તમારી પાસે રાખતો હતો.’
પ્રેરણાસ્ત્રોત:
રબ (રોજી આપનાર) અલ્લાહ જેને પોતાની કૃપા અતા કરે – અર્થાત્ નેમત (ઈશ્વરની દેણગી)થી સન્માનીત કરે ત્યારે તેણે અલ્લાહના વખાણ કરવા જોઈએ, શુક્ર અદા કરવો જોઈએ,
- અને જેની રોઝી મળવામાં વિલંબ થવા લાગે તેણે અલ્લાહની ઈસ્તિગફાર (ક્ષમાયાચના, ગુનાઓની માફી) માગવી જોઈએ.
- જો સુખના દિવસો નથી રહ્યા તો દુ:ખના પણ નહીં રહે.
- સુખ અને દુ:ખ માનવ જીવનનું અવિભાજય અંગ છે. એટલે બંને સ્થિતિમાં શુક્ર અતા કરો. સાચા બંદાની એ નિશાની છે.
નવચેતન:
લુપ્ત થતી જતી ઉર્દૂ ભાષાને આજે પ્રોત્સાહનની જરૂર છે. યાદ રહે ઉર્દૂ સાહિત્ય પોતાના સુંદર અને ઊંડા અર્થ ધરાવતા શેરો શાયરીની સમૃદ્ધિને કારણે જગતભરમાં પ્રખ્યાત છે.
બ્રિટિશ શાસન પૂર્વેથી માનવ જીવનમાં મહેક પ્રસરાવનારા અને પથદર્શક બની રહેનારા શેરો આજે પણ મહેફિલોમાં ‘વાહ વાહ’થી ગૂંજી ઊઠે છે. કેટલાક ઉર્દૂ સાહિત્યકારોએ પોતાના શેરો-શાયરી દ્વારા સુવાસ ફેલાવી છે. આ ખુશ્બૂ આજે પણ દેશ-દુનિયામાં વધારેને વધારે પ્રસરાતી જઈ રહી છે, પરંતુ એને સદા મહેકતી રાખવા આપણા સમાજમાં ઉર્દૂના જ્ઞાનને વિકસાવવો પડશે.-નવી પેઢીમાં પણ એવા સાહિત્યકારો જન્મે એ માટે પ્રયાસો કરવા પડશે. -આવા ખુશ્બૂ-સુગંધ-સુવાસ ફેલાવનારા અને માનવ જીવનને રાહ દર્શાવનારા કેટલાક શે’રની ખુશ્બૂ માણવા અત્રે પેશ છે:
ફૂલોથી કાંટા સારા કે પાલવ પકડી લે છે.
દરે કફસના ખુલા કદરે સબ્રકર સૈયાદ,
તડપતે હમ તો પહાડો મેં રાસ્તા કરતે.
-કારાગૃહનાં બારણાં ઊઘડ્યા નહીં તે માટે ઓ સિતમગર અમારી ધીરજની કદર કર. અમારી વેદનાની આગ તો એવી છે કે અમે પહાડોમાંથી પણ માર્ગ કાઢી શકીએ એવા છીએ.
બાગબાંને આગ દી જબ આશિયાને કો મેરે,
જીન પે તકિયા થા, વહી પત્તે હવા દેને લગે!
- બાગબાંના રક્ષકે જ જ્યારે મારા માળાને આગ લગાવી ત્યારે અન્ય સિતમખોરની વાત જ શું કરવી! મારો તકિયો જે પાન પર હતો તે જ ઊડી ઊડીને આગને ભડકાવવામાં મદદ કરવા લાગી ગયા.
હોતા નહી હૈ કોઈ બૂરે વક્ત મેં શરીક,
પત્તે ભી ભાગતે હૈ, ખિજામેં શજરસે દૂર!
- ખરાબ પરિસ્થિતિમાં કોઈ સાથ આપતું નથી. પાનખરમાં પાંદડાં પણ વૃક્ષથી દૂર ભાગે છે.
સભી કૂછ હો રહા હૈ…. ઈસ તરક્કી કે ઝમાને મેં,
મગર યહ કયા ગજબ હૈ… આદમી ઈન્સાં નહીં હોતા!
- દુનિયાએ આજે દરેકે દરેક ક્ષેત્રમાં ભવ્ય પ્રગતિ કરી છે, પરંતુ અજબની વાત એ છે કે માનવી પ્રગતિ કરીને હજી માનવ બન્યો નથી…
- ઉર્દૂ સાહિત્યના વિખ્યાત શાયરો દ્વારા લખાયેલા આવા તો અસંખ્ય શેરો છે અને આ કારણે જ ઉર્દૂ સાહિત્ય તેના સમૃદ્ધ શેરોના વૈભવને લીધે દુનિયાના આગળ પડતા સાહિત્યમાં ગણના પામે છે. આ સઘળો ‘ખજાનો’ જાળવવા ઉર્દૂ ભાષાના શિક્ષણને પ્રોત્સાહન આપી, આવનારી પેઢીને તૈયાર કરવાની પ્રત્યેક ઈસ્લામીની ફરજ થઈ પડે છે.
- સાપ્તાહિક સંદેશ:
- જ્ઞાનના પાઠોની ચર્ચાનો ઉત્તમ બદલો એવી ઈબાદત જેવો છે, જે અલ્લાહ, ઈશ્વરના દરબારમાં મકબુલ: માન્ય થઈ ચૂકી હોય!
- હઝરત ઈમામ મોહ બાકીર રદીયતઆલા અન્હો.
આપણ વાંચો: મુખ્બિરે ઈસ્લામઃ ધર્મનું સ્તંભ નીતિ-નિયમ: એક પિતાની પુત્રને નસીહત



