પુરુષ

જીવન-મરણ વચ્ચેની સ્પર્ધાનો મેન ઑફ ધ મેચ આર્નોલ્ડ ડિક્સ

૧૨મી નવેમ્બર દિવાળીની અંધારી રાતે ભારતવાસીઓ દીપ પ્રક્ટાવી રોશનીનો આનંદ માણી રહ્યા હતાં ત્યારે એ જ દિવસે ઉત્તરાખંડની સિલ્ક્યારા બારકોટ સુરંગમા કામ કરતા ૪૧ મજૂરો શોકમાં ગરકાવ થઈ ગયા હતાં. આ સુરંગ પહાડના ભૂસ્ખલનથી પૂરેપૂરી ઢંકાઈ ગઈ. મજૂરોના બહાર નીકળવાના માર્ગ પર ટનબંધ કાટમાળ એ રીતે ધરબાઇ ચૂક્યો હતો કે ન અંદર વાળા કોઈ બહાર આવી શકે ન બહારવાળા કોઈ અંદર જઈ શકે . ડ્રિલિંગ કરીને સ્ટીલની પાઇપ દ્વારા મંજૂરોને બહાર લાવવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. કાટમાળમાં મોટા લોખંડના ટુકડા ફસાયા હોયતો મશીન પણ ઑવરલોડને કારણે ખોટકાઇ શકે એવ હતું. બન્યુ પણ એમ જ. એક ઓગર ડ્રિલિંગ મશીન કામ કરતું બંધ પણ થયુ હતું. આ અને આવી અનેક પ્રકારની મુશ્કેલી તો મજૂરોને બહાર લાવવા માટે થઈ હતી. પરંતું તે અગાઉ મજૂરોનો સંપર્ક કરવો. તેમને માટે નાનકડી પાઈપલાઈન ડ્રીલ કરીને તૈયાર કરવી. ખોરાક. પાણી અને દવા નિયમિત મોકલતા રહેવું અને સૌથી મહત્વનું કામ તો અંદર ફસાયેલા અને બહાર રહેલા તેમન પરિવારજનોને સધિયારો આપવાનું પણ હતું. આ બધુ કામ અનેક સરકારી એજન્સીઓ તેમજ ડિઝાસ્ટર ફોસીસ અને લશ્કરી જવાનો દ્વારા સરસ રીતે થઈ રહ્યું હતું. ત્યાં જ જાણે સોનામાં સુગધ ભળી.

આ બચાવ અભિયાનમાં મહત્વની ભૂમિકા ઇન્ટરનેશનલ ટનલીંગ એન્ડ અંડરગ્રાઉન્ડ સ્પેસ એસોસિએશનના પ્રમુખ ઓસ્ટ્રેલિયન એન્જિનિયર આર્નોલ્ડ ડિક્સે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જાણી લઈએ તેમણે શું કર્યું હતું આ ૧૭ દિવસ.

ડિક્સ ૨૦મી નવેમ્બરે ટનલની સાઇટ પર પહોંચ્યા હતા. તેમણે દરેક લોકોને હંમેશાં પોઝિટિવ રહેવાની સલાહ આપી હતી. એટલું જ નહીં, ડિક્સ રાત-દિવસ ટનલની સાઇટ પર કામદારોના સંપર્કમાં રહ્યા હતા. આ અભિયાનને સફળ બનાવવા માટે રાત-દિવસ ખડેપગે રહ્યા હતા.

મૂળ ઓસ્ટ્રેલિયાના પ્રોફેસર આર્નોલ્ડ ડિક્સ અંડરગ્રાઉન્ડ અને ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિષ્ણાત છે. તેઓ માત્ર અંડરગ્રાઉન્ડ બાંધકામ સાથે સંકળાયેલા જોખમો અંગે સલાહ આપતા નથી, પરંતુ ભૂગર્ભ ટનલિંગના વિશ્વના અગ્રણી નિષ્ણાતોમાંના એક છે. ડિક્સ બ્રિટિશ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્વેસ્ટિગેટર્સમાં માસ્ટરી ધરાવે છે.

છેલ્લા ત્રણ દાયકા સુધી ફેલાયેલી તેમની કારકિર્દીમાં એન્જિનિયરિંગ, ભૂસ્તરશા, કાયદો અને જોખમ વ્યવસ્થાપન બાબતોનું અનોખું મિશ્રણ જોવા મળ્યું છે. તે બધા ખંડો માટે કામ કરે છે. આ ઉપરાંત, ડિક્સ અંડરગ્રાઉન્ડ વર્ક્સ ચેમ્બર્સ, વિક્ટોરિયન બાર, બ્રિટિશ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્વેસ્ટિગેટર્સના સભ્ય છે અને ટોક્યો સિટી યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ (ટનલ્સ)ના વિઝિટિંગ પ્રોફેસર છે.

મજૂરોને બચાવવા માટે આર્નોલ્ડ ડિક્સે અસરકારક ટેક્નિક્સ અપનાવી મહત્ત્વની ભૂમિકા ભજવી અને છેક સુધી પોઝિટિવ એપ્રોચ પણ રાખ્યો હતો, તેથી ભારત આ જંગ જીતી ગયું. વાસ્તવમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત વર્લ્ડ કપની ફાઈનલ હારી ગયું હતું, પરંતુ ૪૧ લોકોને બચાવવા આ ઓસ્ટ્રેલિયને જે ફાળો આપ્યો એના માટે ભારત સરકાર અને ૪૧ લોકોનો પરિવાર આજીવન ઋણી રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button