પુરુષ
મુખ્બિરે ઈસ્લામ : શ્રદ્ધા ડગી જાય તો ઈન્સાન મઝહબ વિનાનો થઈ જાય: નાજુક કદમ – મંઝીલ દૂર, કોલાહલમાં મધૂરા સૂર
-અનવર વલિયાણી
શ્રદ્ધાજ મારી લઈ ગઈ મંઝિલ ઉપર મને
હું જો ફરી ગઈ તો દિશાઓ ફરી ગઈ.
જગતમાં જે અનેક મહાન વસ્તુઓ કહેવાય છે, તેમાં શ્રદ્ધાનો પણ સમાવેશ થઈ શકે એમ છે.
- શ્રદ્ધાને ઈસ્લામ મઝહબમાં ‘અકીદહ’ કહેવામાં આવે છે.
- થોડાક સરળ અર્થમાં આ શબ્દને સમજાવવો હોય તો તેને ‘બળવાન માન્યતા’ એવો અર્થ આપી શકાય.
- અકીદહ વિનાના મઝહબનો કશો અર્થ નથી.
- અનેક વેળા અનેક ઘર્ષણો અનેક ઠેકાણે જો થતાં હોય છે તો તેનું મૂળ આ અકીદહ છે, અકીદહની અથડામણો છે.
- ઈન્સાનોમાં એવાય ઈન્સાનો હોય છે કે જેમના અકીદહ – શ્રદ્ધા – આસ્થા અલગ અલગ હોય છે.
- ક્યારેક મજબૂત – મક્કમ અકીદહવાળાઓ અન્ય સામાન્ય નિર્બળ મનના મુસલમાનો માટે એવું કહેતા સંભળાતા હોય છે કે, ‘ઉનકા અકીદા કમઝોર હૈ…!’
- અને જેનો અકીદો કમઝોર હોય છે તે ઈન્સાન મઝહબી મુસલમાન થઈ શકતો નથી.
- નહીં દેખાતી કોઈ વસ્તુમાં અકીદો ધરાવવો અને તે પર મક્કમ માન્યતા ધરાવવી એ મજબૂત અકીદહ વિના શક્ય થઈ શકતું નથી.
- અને જ્યારે ધાર્મિક શ્રદ્ધા ડગી જાય છે – શ્રદ્ધા ઊઠી જાય છે, ત્યારે એવાઓને ‘નાસ્તિક’ કહેવામાં આવતા હોય છે.
- શ્રદ્ધા ઘણી બળવાન વસ્તુ છે.
- શ્રદ્ધા તો અનેક લોકોને જીવનદાન આપતી હોય છે.
- શ્રદ્ધાને આપણા મહાકવિ જનાબ ઈકબાલ સા’બે પોતાના અનેક શેરમાં આવી રીતે વર્ણવી છે કે, ‘બે-ખતર કૂદ પડા
આતિશે નમરૂદમેં ઈશ્ક અકલ હે મહવે તમાશાએ લબે બામ અભી.’ - શ્રદ્ધા એટલે એનું બીજું નામ છે પ્રેમ.
- મઝહબ પ્રત્યેનો પ્રેમ જ્યારે હોય છે, ત્યારે મનુષ્યની બુદ્ધિ ગમે તેટલું વિચાર્યા કરે, પણ અંતે તે વિચારતી જ રહેતી હોય છે અને શ્રદ્ધા પોતાનું કામ કરી લેતી હોય છે.
- નાસ્તિક નમરૂદની આગમાં પયગંબર હઝરત ઈબરાહીમ અકીદહ – શ્રદ્ધાપૂર્વક કૂદી પડ્યા હતા એ કુરાન કરીમમાં વર્ણવેલી ઘટના છે.
- શ્રદ્ધા વિના ધર્મ નથી, * શ્રદ્ધા વિના જગત નથી,
- શ્રદ્ધા વિના સર્જનહારને પણ સમજી કે ઓળખી શકાતો નથી.
- શ્રદ્ધા એ દિલનો વિષય કહેવાય છે,
- એ બુદ્ધિના વિષયથી એક અનોખી જુદી ચીજ છે અને ઘણાં લોકો દિલ વિષયક વાતને જ્યારે દિમાગ વિષયક બાબત સાથે સરખાવવા જાય છે ત્યારે તેમનું દિમાગ ક્યારેક તેમને બેહકાવી મૂકતું – ડગુમગુ કરી દેતું હોય છે અને પછી તેઓ શ્રદ્ધા વગરના – અકીદા વિહોણા – મઝહબ વિહોણા થઈ જતાં હોય છે.
- મઝહબ વિનાનો ઈન્સાન ક્યારેક હેવાન (જનાવર)ની હરોળમાં બેસી જતો હોય છે, કારણકે, મઝહબમાં શ્રદ્ધાની જરૂર પડે છે.
- જેનો કોઈ અકીદો નથી તે ઈન્સાન ધર્મ વિનાનો હોય છે અને એવા માનવીને મુસલમાન તો કદાચ કહેવાય જ નહીં.
- જેમાં ઈમાન (શ્રદ્ધા – આસ્થા) નથી તે વળી મુસલમાન શી રીતે કહેવાય!?
- શ્રદ્ધા સલામત તો મઝહબ સલામત, ઈમાન સલામત અને
- સાચા ઈમાનવાળાઓની એ વાત હોય છે કે તેઓ પોતાની જાન ગુમાવીને પણ ઈમાન-અકીદાહને સાચવતાં હોય છે –
- એવા આસ્થાળુ ઈમાનવાળાઓ અલ્લાહના નામ પર શહીદ થઈ જવામાં
- કુરબાન થઈ જવામાં માનતા હોય છે. સનાતન સત્ય:
- મઝહબની માફક સમાજ માટે પણ અકીદહ – શ્રદ્ધાની જરૂરત હોય છે.
-સમાજમાં - સંપ * ભાઈચારો * એકતા
- આ બધી બાબતો પરસ્પરની શ્રદ્ધા પર નિર્ભર હોય છે.
- કોઈ પણ સમાજમાં જ્યારે પરસ્પર અવિશ્ર્વાસ જન્મે છે ત્યારે ત્યાં
- સર્વનાશની શરૂઆત થઈ જતી હોય છે.
- – મનુષ્યમાત્ર ઈશ્ર્વર – અલ્લા હનું સંતાન છે, અને એટલે જ ન માત્ર સમાજ પણ દેશ-દુનિયાના માનવીઓમાં પરસ્પર શ્રદ્ધાનું બીજું નામ.
- સંપ છે, * ભાઈચારો છે, * એકતા છે,
- સમાજમાં જુદા જુદા મત થતાં સૌે એકમત થઈ શકે છે, અને
- મઝહબે ઈસ્લામે સૌ મુસલમાનોને એકતાની તાલીમ- (શિક્ષણ) નમાઝ દ્વારા આપી છે,
- એક હી સફ મેં ખડે હો ગયે, મેહમૂદો અયાઝ એટલે કે એક જ ‘સફ’ પંગતમાં લાઈનબદ્ધ ઊભા રહી ગયા માલદાર અને મુફલીસ; ન કોઈ મોટું રહ્યું કે ન કોઈ નાનું! સૌ એક સમાન – એક સરખા.
- મુસલમાન સમાજના જુદાજુદા ફિરકાઓ, જમાતોમાં પ્રવેશેલા અનેક*કુરિવાજો * દૂષણો
- બદ્અખ્લાકી – ખરાબ ટેવો, શિષ્ટાચારનો અભાવ, જેવા અવગુણોનો ત્યાગ કરવો જોઈએ અને તેનો સામનો કરવા સંપ અને એકતાને કાયમ કરવાની સૌ પ્રથમ જરૂર છે, અને તેમાં શ્રદ્ધા હોવી જરૂરી છે.
- અકીદો (આસ્થા) દરેક કોમ – જ્ઞાતિ – સમાજ અને મઝહબનો મૂળ પાયો છે. જ્યાં શ્રદ્ધા છે ત્યાં કામિયાબી – સફળતા છે. -પુરુષોના બળવાન કદમ સાથે આપણાં મહિલા વર્ગે પણ પોતાના નાજુક કદમ ઉપાડ્યા છે.
- પુરુષો કે સ્ત્રીઓ સૌનું ધ્યેય એક જ છે;
- સૌનો અકીદો, સૌની આસ્થા – શ્રદ્ધા એકજ છે અને તે છે સમાજહિત,
- સમાજ બેહબુદી, * સમાજ પ્રગતિ – તરક્કી.
- પુરુષોના કોલાહલમાં આપણા મહિલા વર્ગનો મધુર સૂર ગુંજવા લાગ્યો છે તે હવે દબાઈ જવો જોઈએ નહીં,
- તે રૂંધાઈ જવો જોઈએ નહીં,
- તે મહિલાઓના નાજુક કદમમાં અને સમાજ સેવાના મધુરા સૂરમાં જે કાર્ય ધગશ છે,
- પ્રગતિ માટેના જે ઈરાદા -મજબૂત નિર્ણય-વિચાર છે,
- જાગૃતિના જે ઉમંગો છે તેને ખાસ કરીને પુરુષવર્ગે સાથ-સહકાર આપવો જોઈએ.
- કહેવાતા આલિમો- મુફતીઓ ફતવા કાઢવાથી દૂર રહી કથનોના મનફાવતા અર્થો કાઢવાના બદલે મહિલાવર્ગને જમાના સાથે કદમથી કદમ ચાલવા પ્રોત્સાહન પૂરું પાડવા શક્ય કરી છૂટવું જોઈએ.
- સ્ત્રીઓની જાગૃતિ એ આખા મુસલમાન સમાજની જાગૃતિ સમાન છે. સમાજના દરેક સમજદાર સભ્યની ફરજ છે અને સાચી ઈન્સાનિયત – માનવતા છે.
- મહિલાઓએ પણ તેમનો જે સેવાકીય જઝબો – ઉત્સાહ, કરી છૂટવાની ભાવના, ખિદમત – સમાનતા માટેનો જે અકીદો છે તે શ્રદ્ધાને મજબૂત રાખવો જોઈએ, આસ્થા સંકલ્પ કોઈપણ સંજોગમાં ડગવા જોઈએ નહીં.
Also read:
બોધ: - અકીદો – શ્રદ્ધા ડગી જાય, તો ઈન્સાન મઝહબ વિનાનો થઈ જાય!
- નાજુક કદમ – * મંઝિલ દૂર, * કોલાહલમાં મધૂરા સૂર.
- શમીમ એમ. પટેલ (ભરૂચ, ગુજરાત)
સાપ્તાહિક સંદેશ:
- સત્ય જેટલું સુંદર અને કલ્યાણકારી છે તેટલું જ કઠોર પણ છે.
- જીવનમાં શું મુશ્કેલી પડી તે અગત્યનું નથી, પરંતુ તમે તેનો સામનો કેવી રીતે કર્યો તે છે.
Taboola Feed