પુરુષ

એકસ્ટ્રા અફેર : કૉંગ્રેસ અનામતના રાજકારણથી બહાર નહીં નીકળશે

-ભરત ભારદ્વાજ

તેલંગણામાં કૉંગ્રેસની રેવંત રેડ્ડી સરકારે 17 માર્ચે અન્ય પછાત વર્ગો (OBC) માટે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત 23 ટકાથી વધારીને 42 ટકા કરવાનો ખરડો વિધાનસભામાં પસાર કર્યો એ સાથે જ અનામતનો મુદ્દો ફરી ગાજ્યો છે. કૉંગ્રેસે 2023ની વિધાનસભા ચૂંટણી પહેલા ઓબીસી ક્વોટા વધારવાનું વચન આપ્યું હતું પણ છેક હવે તેને લગતો ખરડો વિધાનસભામાં પસાર કર્યો છે.

આ બિલ લાગુ થશે તો તેલંગણામાં કુલ અનામતનું પ્રમાણ વધીને 62 ટકા થશે. સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે ભારતમાં અનામતની મહત્તમ મર્યાદા 50 ટકા નક્કી કરવામાં આવી છે તેથી ઓબીસી અનામતનું પ્રમાણ વધારીને 42 ટકા કરવાના બિલને લાગુ કરવા માટે સંસદની મંજૂરી જરૂરી છે પણ ભાજપ આનાકાની કરી રહ્યો છે તેથી કૉંગ્રેસે તેને મુદ્દો બનાવી દીધો છે. કૉંગ્રેસે અન્ય પછાત વર્ગનાં સંગઠનોને મેદાનમાં ઉતાર્યાં છે અને ભાજપની ઓબીસી વિરોધી સાબિત કરવાનો ઉધામો માંડ્યો છે. તેના ભાગરૂપે દિલ્હીના જંતર-મંતર ખાતે તેલંગણાના પછાત વર્ગ સંગઠનો ધરણાં કરી રહ્યાં છે.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને તેલંગણાના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડી પણ આ ધરણાંમાં જોડાયા તેથી આ મુદ્દો ચગ્યો છે. તેલંગણા કૉંગ્રેસના પ્રમુખ બોમ્મા મહેશ કુમાર ગૌડ સહિત રાજ્યના ઘણા મંત્રીઓ અને ધારાસભ્યોએ પણ દેખાવોમાં ભાગ લેતાં આ મુદ્દે ધમાધમી થઈ ગઈ છે.

કૉંગ્રેસે અત્યારે દેશભરમાં ફરી બેઠી થવા માટે મથી રહી છે, તેના ભાગરૂપે ઓબીસી અનામત કાર્ડ ખેલાયું છે એ કહેવાની જરૂર નથી. આ કાર્ડ રમવા માટે પહેલાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરાવાઈ હતી. તેના આધારે કૉંગ્રેસ સરકારે રાજ્યપાલને ઓબીસી અનામત વધારીને 37 ટકા કરવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો પણ પછી પહેલાનો પ્રસ્તાવ પાછો ખેંચીને 42 ટકા અનામતનો નવો પ્રસ્તાવ મોકલી દીધો. અનામત લાગુ કરવા માટે બંધારણમાં સુધારો અને કેન્દ્ર સરકારની મંજૂરી જરૂરી છે તેથી રાજ્યપાલ મારફતે આ પ્રસ્તાવ કેન્દ્ર સરકાર પાસે જશે ને કેન્દ્ર સરકાર સંસદમાં મંજૂરી અપાવે તો 42 ટકા અનામતનો અમલ થશે.

કેન્દ્ર સરકાર મારફતે સંસદની મંજૂરી પહેલાં મામલો કોર્ટમાં પહોંચશે તો કોર્ટ અનામતને ફગાવી દેશે તેમાં બેમત નથી. તેલંગાણાની પહેલાં બિહારમાં અનામત મર્યાદા 50 ટકાથી વધારીને 75 ટકા કરવાનો ખરડો પસાર કરાયો જ હતો. 9 નવેમ્બર 2023ના રોજ બિહાર વિધાનસભામાં અનામત સુધારો બિલ 2023 પસાર કરવામાં આવ્યો હતો. તેમાં જ્ઞાતિ આધારિત અનામતનું પ્રમાણ વધારીને 65 ટકા કરવામાં આવ્યું હતું. બિહારમાં આર્થિક રીતે નબળા વર્ગના સવર્ણો (EWS) માટે 10 ટકા અનામત છે જ તેથી કુલ અનામત 75 ટકા થઈ જવાની હતી. 75 ટકા અનામત સુપ્રીમ કોર્ટે નક્કી કરેલી નિર્ધારિત મહત્તમ મર્યાદા એટલે કે 50 ટકા કરતાં ઘણી વધારે હોવાથી હાઈ કોર્ટે પહેલાં તેના પર સ્ટે આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ સ્ટેને માન્ય
રાખ્યો હતો.

જુલાઈ 2024માં પટના હાઈ કોર્ટે આ 75 ટકા અનામતને રદ કરી દીધી હતી. બિહાર સરકાર તેની સામે કોર્ટમાં ગયેલી. સુપ્રીમ કોર્ટે હાઇ કોર્ટના નિર્ણય પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બિહાર સરકારનું આ પગલું બંધારણ દ્વારા આપવામાં આવેલા સમાનતાના અધિકારમાં દખલરૂપ છે તેથી અનામતનું પ્રમાણ વધારે ના રાખી શકાય. સુપ્રીમ કોર્ટે બેવડાં ધોરણો અપનાવેલાં કેમ કે મોદી સરકારે દાખલ કરેલી ઈડબલ્યુએસ અનામતના કારણે અનામતનું પ્રમાણ વધીને 60 ટકાની આસપાસ થયેલું જ છે પણ સુપ્રીમ કોર્ટે તેને ગેરબંધારણીય નથી ગણાવી પણ બીજે અનામતનું પ્રમાણ 50 ટકાથી વધારે થાય તો સુપ્રીમ કોર્ટને વાંધો પડે છે. ખેર, એ અલગ મુદ્દો છે પણ મૂળ મુદ્દો અનામતના રાજકારણનો છે. ભારતના રાજકીય પક્ષોની સંકુચિત માનસિકતા અનામતના રાજકારણથી આગળ વધતી નથી તેનો પુરાવો છે.

દેશના રાજકારણમાં ફરી બેઠા થવા મથતી કૉંગ્રેસે લાંબા સમયથી ઓબીસી આધારિત અનામતનું કાર્ડ રમી રહી છે. આ માટે થઈને રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણી પહેલાં જ જ્ઞાતિ આધારિત વસતિગણતરીનો રાગ છેડી દીધો હતો. એ વખતે રાહુલ ગાંધીએ કર્ણાટકની જાહેર સભામાં જ્ઞાતિ આધારિત વસતિગણતરીનો મુદ્દો ઉખેળીને નરેન્દ્ર મોદી સરકાર પર દેશમાં કઈ જ્ઞાતિના કેટલાં લોકો છે તેના આંકડા જાહેર નહીં કરવાનો આરોપ મૂકી દીધો હતો. કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિાકાર્જુન ખડગેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને દેશમાં જ્ઞાતિ આધારિત વસતિગણતરી કરાવવાની માગ કરી હતી.

ખડગેનું કહેવું છે કે, 2011ના સોશિયો ઈકોનોમિકસ એન્ડ કાસ્ટ સેંસસનો રિપોર્ટ જાહેર કરવા કૉંગ્રેસ તથા બીજી પાર્ટીના સાંસદોએ કેટલીય વાર રજૂઆત કરી પણ મોદી સરકાર આ રિપોર્ટ જાહેર કરત…

આપણ વાંચો:  મુખ્બિરે ઈસ્લામ : જલતા હુઆ ચીરાગ મગર રોશની નહીં: શું જ્ઞાની અને અજ્ઞાની સમાન હોઈ શકે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button