આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌરશરદઋતુ), સોમવાર, તા. ૧૬-૧૦-૨૦૨૩
ભારતીય દિનાંક ૨૪, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શકે ૧૯-૪૫, આશ્ર્વિન સુદ-૨
વિક્રમ સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૨
પારસી શહેનશાહી રોજ રજો બહમન, માહે ૩જો ખોરદાદ સને ૧૩૯૩
પારસી કદ મીરોજ બહમન, માહે ૪થો તીર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૩૦મો અનેરાન, માહે ૭મો મેહેર, સને ૧૩૯૨
મુસ્લિમ રોજ ૩૦મો, માહે ૩જો રબી ઉલ અવવલ સને ૧૩૪૫
મિસરી રોજ રજો. જાહે ૪થો રબી ઉલ આખર સને ૧૩૪૫
નક્ષત્ર સ્વાતિ રાત્રે ક. ૧૯-૩૪ સુધી, પછી વિશાખા.
ચંદ્ર રાશિ તુલા
ચંદ્ર રાશિ નામાક્ષર : તુલા (ર,ત)
સૂર્યોદય: મુંબઇ ક.૬ મિ. ૩૩, અમદાવાદ ક. ૬ મિ. ૩૭. સ્ટા. ટા.,
સૂર્યાસ્ત: મુંબઇ ક. ૧૮ મિ. ૧૫, અમદાવાદ ક. ૧૮ મિ. ૧૩ સ્ટા. ટા.
મુંબઇ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી: બપોરે ૧૨.૨૯ , મધ્ય રાત્રિ પછી ક. ૧-૧૦ (તા. ૧૭મી)
ઓટ : સાંજે ક-૬.૩૩
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, આશ્ર્વિન શુકલ-દ્વિતીયા.
સૂર્ય મહાનક્ષત્ર ચિત્રા, વાહન ઉંદર, શુભાશુભ દિન શુદ્ધિ
મુહૂર્ત વિશેષ : વાયુ ગ્રહ દેવતાનું પૂજન, ચંદ્ર ગ્રહ દેવતાનું પૂજન. શિવ પાર્વતી પૂજા નવાં વસ્ત્રો, આભૂષણ, વાહન, યંત્ર, દુકાન, વેપાર, નોકરી, રાજ્યાભિષેક, મંદિરમાં પાટ અભિષેક પૂજા, ધજા, કળશ, પતાકા ચઢાવવી, નવું બેંક એકાઉન્ટ, નવો વેપાર, કામકાજ, શૈક્ષણિક કાર્યો, વાણિજય, રાજકીય વાટઘાટો, કળા, વિજ્ઞાનની પ્રવૃત્તિ.
નવરાત્રિ મહિમા: નવરાત્રિના પવિત્ર, આહ્લાદક પર્વમાં સર્વત્ર ભક્તિમય, શ્રદ્ધામય, ઉત્સવભર્યું વાતાવરણ જોવા મળે છે. આદિશક્તિની ઉપાસનાનો આ રૂડો અવસર છે. સનાતન ધર્મમાં શક્તિની ઉપાસનાનો મહિમા છે. નવ ગ્રહની બાધા દૂર કરવા માટે પણ શક્તિની ઉપાસના આવશ્યક છે. ઉત્સવ વિધિમાં વ્રત, હવન, જાગરણ, મેળા, જપ, અનુષ્ઠાન, સપ્તષતી પાઠ વાંચન, માતાજીનામ ગરબા દ્વારા ભક્તિ એમ મુખ્ય છે. આજે બીજા નોરતે માઁ બ્રહ્મચારિણીના સ્વરૂપના પૂજનનો મહિમા છે. જેમનું અન્ય નામ દેવી અર્પણા છે. મંગળ ગ્રહની કૃપા પ્રાપ્તિ માટે પણ માતાજીની ઉપાસના ઉપયોગી છે.
ગ્રહ ગોચર: સૂર્ય: ક્ધયા, મંગળ: તુલા, બુધ: ક્ધયા, વક્ર ગુરુ: મેષ, શુક્ર: સિંહ, વક્રી શનિ: કુંભ, રાહુ: મેષ, કેતુ: તુલા, વક્રી હર્ષલ: મેષ, વક્રી નેપ્ચ્યૂન: મીન, પ્લુટો : મકર.