આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌરગ્રીષ્મૠતુ), શુક્રવાર, તા. ૯-૮-૨૦૨૪,
નાગપંચમી, મહાલક્ષ્મી સ્થાપન પૂજન.
ભારતીય દિનાંક ૧૮, માહે શ્રાવણ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ સુદ-૫
જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ સુદ -૫
પારસી શહેનશાહી રોજ ૩૦મો અનેરાન, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૨૨મો ગોવાદ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૪થો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
મીસરી રોજ ૫મો, માહે ૨જો સફર, સને ૧૪૪૬
નક્ષત્ર હસ્ત મધ્યરાત્રિ પછી ક. ૨૬-૪૩ સુધી, પછી ચિત્રા.
ચંદ્ર ક્ધયામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ક્ધયા (પ, ઠ, ણ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૧૯, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૩, સ્ટા. ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૮, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૬, સ્ટા. ટા.
: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :ઽ
ભરતી : બપોરે ક. ૧૪-૪૯, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૦૩ (તા. ૧૦)
ઓટ: સવારે ક. ૦૭-૫૧, રાત્રે ક. ૨૦-૪૮
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, શ્રાવણ શુક્લ – પંચમી. નાગપંચમી, ૠ ક શુક્લ યજુર્વેદ હિરણ્યકેશી શ્રાવણી, મહાલક્ષ્મી સ્થાપન પૂજન.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: શુક્ર-ચંદ્ર-સૂર્ય દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજન, પરદેશગમનનું પસ્તાનું, નિત્ય થતાં પશુ લે-વેંચ, ખેતીવાડીના કામકાજ, શાંતિ પૌષ્ટિક સર્વશાંતિ પૂજા, નવા વસ્રો, આભૂષણ, મહેંદી લગાવવી, વિદ્યારંભ, હજામત બાળકને અન્નપ્રાશન, પ્રથમ દેવદર્શન, નામકરણ, નૌકા બાંધવી, પ્રથમ વાહન, બી વાવવું, ખેતીવાડી, ધાન્ય ભરવું.
શ્રાવણ મહિમા: આજ રોજ નાગપૂજાનો મહિમા છે. ભગવાન શિવજીએ નાગદેવતાને આભૂષણરૂપે ગળે વિંટાળેલ છે. જીવ અને શિવના સાયુજ્યનું ઉત્તમ ઉદાહરણ છે. શિવપરિવારમાં અન્ય જીવો પણ સામેલ છે. આજના નાગપંચમીના પવિત્ર પર્વનો જીવસૃષ્ટિની રક્ષાનો સંદેશ પણ જણાય છે.
આચમન: ચંદ્ર-હર્ષલ પ્રતિયુતિ અચોક્કસ સ્વભાવનાં, ચંદ્ર-મંગળ ત્રિકોણ પ્રવૃત્તિપ્રિય, ચંદ્ર-ગુરુ ત્રિકોણ પ્રમાણિક
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-હર્ષલ પ્રતિયુતિ, ચંદ્ર-મંગળ ત્રિકોણ, ચંદ્ર-ગુરુ ત્રિકોણ
ગ્રહગોચર: સૂર્ય-કર્ક, મંગળ-વૃષભ, વક્રી બુધ-સિંહ, ગુરુ-વૃષભ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર
- પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા.