આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર શરદૠતુ), સોમવાર, તા. ૧૧-૯-૨૦૨૩,
શિવપૂજન, શિવમુષ્ટિ જવ.
ભારતીય દિનાંક ૨૦, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, નિજ શ્રાવણ વદ-૧૨
જૈન વીર સંવત ૨૫૪૯, માહે નિજ શ્રાવણ, તિથિ વદ-૧૨
પારસી શહેનશાહી રોજ ૨૭મો આસમાન, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૭મો આસમાન, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૧મો રામ, માહે ૮મો આવા, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨૫મો, માહે ૨જો સફર, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૬મો, માહે ૨જો સફર, સને ૧૪૪૫
નક્ષત્ર પુષ્ય રાત્રે ક. ૨૦-૦૦ સુધી, પછી આશ્ર્લેષા.
ચંદ્ર કર્કમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૬, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૬ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૪, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૬ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક. ૧૦-૨૦, રાત્રે ક. ૨૨-૨૦
ઓટ: સાંજે ક. ૧૬-૩૪, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૧૦ (તા. ૧૨)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, નિજ શ્રાવણ કૃષ્ણ – દ્વાદશી. શિવપૂજન, શિવમુષ્ટિ જવ.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: વાસ્તુ શાંતિ, પ્રતિષ્ઠા, ચંદ્ર-શનિ ગુરુ ગ્રહદેવતાનું પૂજન વિશેષરૂપે, પીપળાનું પૂજન, પરદેશગમનનું પસ્તાનું, અગાઉ વાસ્તુપૂજા થયેલ ઘરમાં રહેવા જવું, વિદ્યારંભ, હજામત, નવા વસ્રો, વાસણ, યંત્ર, દસ્તાવેજ, બી વાવવું, ધાન્ય ભરવું, ખેતીવાડી, બાળકનું નામકરણ, અન્નપ્રાશન, દેવદર્શન, નૌકા બાંધવી, દુકાન-વેપાર, સુવર્ણ ખરીદી.
શ્રાવણ પર્વ મહિમા: શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા વિશેષરૂપે, વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, શિવ ઉપાસનામાં શિવસ્તુતિ, પાર્થિવ પૂજન, શિવસ્ત્રોત, શિવ કવચ, મહામૃત્યુજંય મંત્ર રુદ્રી, પંચાકારસ્ત્રોત, દ્વાદશ જ્યોર્તિલિંગ આરાધના, શિવચાલીસા કે શિવબાવની કે રાવણ રચિત તાંડવસ્તોત, કે શિવ મહિમ્ન સ્તોત, ધાન્ય પૂજા, વગેરે સાચી શ્રદ્ધાથી કરવાથી શિવજીની કૃપાથી સંપૂર્ણ શારીરિક સ્વસ્થતા રહે છે. કોઈ દર્દ – પીડાની ફરિયાદ થતી નથી.
આચમન: ચંદ્ર-શુક્ર યુતિ લાગણીવાળા, ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ ઉડાઉ સ્વભાવ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શુક્ર યુતિ, ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ
ગ્રહ ગોચર: સૂર્ય-સિંહ, મંગળ-ક્ધયા, વક્રી બુધ-સિંહ, વક્રી ગુરુ-મેષ, શુક્ર-કર્ક, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.