પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ),
શુક્રવાર, તા. ૨૯-૧૨-૨૦૨૩, ભદ્રા પ્રારંભ
ભારતીય દિનાંક ૮, માહે પૌષ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ વદ-૨
જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ વદ-૨
પારસી શહેનશાહી રોજ ૧૬મો મેહેર, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૬મો મેહેર, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૪મો ગોશ, માહે ૧૦મો દએ, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧૫મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૭મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૫
નક્ષત્ર પુષ્ય મધ્યરાત્રિ પછી ક. ૨૭-૦૯ સુધી, પછી આશ્ર્લેષા.
ચંદ્ર કર્કમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૨, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૧ સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૮, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૨ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : બપોરે. ક. ૧૩-૧૧, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૦૭
ઓટ: સવારે ક. ૦૭-૪૧, રાત્રે ક. ૧૯-૦૫
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, માર્ગશીર્ષ કૃષ્ણ – દ્વિતીયા. સૂર્ય પૂર્વાષાઢામાં સાંજે ક. ૧૮-૧૩, ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૨૦-૪૭
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, વૈદ્યુતિ જન્મયોગ શાંતિ પૂજા, શનિ-ગુરુ ગ્રહદેવતાનું પૂજન, પીપળાનું પૂજન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, બી વાવવું, ખેતીવાડી, નિત્ય થતાં પશુ લે-વેંચ, દુકાન-વેપાર, દસ્તાવેજ, સ્થાવર લેવડદેવડના કામકાજ. સૂર્ય પૂર્વાષાઢામાં તા. ૧૧મી જાન્યુ. સુધી રહે છે. તલ, તેલ, સરસવ, ગોળ, ખાંડ, હળદર, ગુગળ, ચાંદી, કપૂર, ઊનનાં વસ્રો, શણ વગેરેમાં તેજી આવે. વાતાવરણમાં શિયાળાની ઠંડીનું પ્રમાણ વધશે.
આચમન: ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ દંભીપણું
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ. સૂર્ય પૂર્વાષાઢા નક્ષત્રમાં પ્રવેશ.
ગોચરગ્રહો: સૂર્ય-ધનુ, મંગળ-ધનુ વક્રી બુધ-વૃશ્ર્ચિક, વક્રી ગુરુ-મેષ, શુક્ર-વૃશ્ર્ચિક, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, માર્ગી નેપ્ચ્યૂન-મીન, માર્ગી પ્લુટો-મકર.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…