આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), ગુરુવાર, તા. ૨૮-૧૨-૨૦૨૩,
જોરમેલા (પંજાબ)
ભારતીય દિનાંક ૭, માહે પૌષ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ વદ-૨
જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ વદ-૨
પારસી શહેનશાહી રોજ ૧૫મો દએપમહેર, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૫મો દએપમહેર, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૩મો તીર, માહે ૧૦મો દએ, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧૪મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૬મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૫
નક્ષત્ર પુનર્વસુ મધ્યરાત્રિ પછી ક. ૨૫-૦૪ સુધી (તા. ૨૯મી) પછી પુષ્ય.
ચંદ્ર મિથુનમાં સાંજે ક. ૧૮-૩૭ સુધી, પછી કર્કમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મિથુન (ક, છ, ઘ), કર્ક (ડ, હ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૧, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૧ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૮, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૧ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : બપોરે. ક. ૧૨-૩૪, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૩૩
ઓટ: સવારે ક. ૦૭-૦૭, સાંજે ક. ૧૮-૩૪
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, માર્ગશીર્ષ કૃષ્ણ – દ્વિતીયા. દ્વિતિયા વૃદ્ધિતિથિ છે. જોરમેલા (પંજાબ), બુધ વક્રી થઈ વૃશ્ર્ચિકમાં સવારે ક. ૧૧-૨૨. ગુરુપુષ્યામૃતસિદ્ધિયોગ મધ્યરાત્રિ પછી ક. ૨૫-૦૫થી સૂર્યોદય (વિવાહે વર્જ્ય)
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: ગુરુ ગ્રહદેવતાનું પૂજન, અદિતી પૂજન, વાંસ વાવવા, ધાન્ય ભરવું, બી વાવવું, નિત્ય થતાં સ્થાવર લેવડદેવડ, પશુ લેવડદેવડ, દુકાન-વેપારના કામકાજ, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, વૃક્ષ વાવવા, ઉપવાટિકા બનાવવી, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર પાઠ વાંચન.
આચમન: ચંદ્ર-રાહુ ચતુષ્કોણ મતલબી, ચંદ્ર-નેપ્ચ્યૂન ત્રિકોણ સંગીતપ્રિય, ચંદ્ર-શુક્ર ત્રિકોણ લોકપ્રિય, મંગળ-નેપ્ચ્યૂન ચતુષ્કોણ મિથ્યાભિમાની.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ ચતુષ્કોણ, ચંદ્ર-નેપ્ચ્યૂન ત્રિકોણ, ચંદ્ર-શુક્ર ત્રિકોણ, મંગળ-નેપ્ચ્યૂન ચતુષ્કોણ (તા. ૨૯), ચંદ્ર પુનર્વસુના તારા સાથે યુતિ કરે છે. ચંદ્ર ક્રાંતિવૃત્ત પર આવી મહત્તમ ઉત્તરે ૫ અંશના અંતરે રહે છે. મંગળ મૂળ નક્ષત્રમાં, શુક્ર અનુરાધા નક્ષત્રમાં પ્રવેશ
ગોચરગ્રહો: સૂર્ય-ધનુ, મંગળ-ધનુ વક્રી બુધ-વૃશ્ર્ચિક, વક્રી ગુરુ-મેષ, શુક્ર-વૃશ્ર્ચિક, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, માર્ગી નેપ્ચ્યૂન-મીન, માર્ગી પ્લુટો-મકર.