પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), બુધવાર, તા. ૨૭-૧૨-૨૦૨૩,
ઈષ્ટિ, અરુદ્ર દર્શનમ
ભારતીય દિનાંક ૬, માહે પૌષ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ વદ-૧
જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ વદ-૧
પારસી શહેનશાહી રોજ ૧૪મો ગોશ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૪મો ગોશ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૨મો મોહોર, માહે ૧૦મો દએ, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧૩મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૫મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૫
નક્ષત્ર આર્દ્રા રાત્રે ક. ૨૩-૨૮ સુધી, પછી પુનર્વસુ.
ચંદ્ર મિથુનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મિથુન (ક, છ, ઘ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૧, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૦ સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૭, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૧ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક. ૧૧-૫૫, મધ્યરાત્રે ક. ૦૦-૫૭
ઓટ: સાંજે ક. ૧૮-૦૨,
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, માર્ગશીર્ષ કૃષ્ણ – પ્રતિપદા. ઈષ્ટિ, અરુદ્ર દર્શનમ (દક્ષિણ ભારત), જોરમેલા (પંજાબ), બુધ પૂર્વમાં ઉદય થાય છે. મંગળ ધનુમાં મધ્યરાત્રે ક. ૨૪-૧૯ (તા. ૨૮)
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: શિવ-પાર્વતી પૂજા, બ્રાહ્મણ દ્વારા શિવલિંગ રુદ્રાભિષેકનો મહિમા, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર પાઠ વાંચન, રાહુ ગ્રહદેવતાનું પૂજન, શિવ મંદિરોમાં ધજા, કળશ, પતાકા ચઢાવવી, અભિષેક પૂજા, અગરના ઔષધીય પ્રયોગો, ઔષધ ઉપચારનો પ્રારંભ, વિદ્યારંભ, બાળકને અન્નપ્રાશન, નામકરણ, દેવદર્શન, આભૂષણ, વસ્ર નિર્માણ, ખેતીવાડી, ધાન્ય ભરવું, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું, ઘર-ખેતર, જમીન મકાન, પશુ લે-વેંચ, બગીચાના કામકાજ. મંગળ ધનુ રાશિમાં તા. ૬ ફેબ્રુઆરી સુધી રહે છે. ધાન્ય, કઠોળ, ઘી, મૂળવાળા વનસ્પતિ, શાકભાજી ઔષધીઓ, રસ, કપાસ, રૂ, સૂતર, શણ, સોનું, ચાંદી વગેરે ધાતુ, સરસવ તથા દરેક પ્રકારના ધાન્યમાં તેજી આવે. આજથી ૨૫ દિવસમાં રૂમાં મોટી તેજી આવે. રાજસ્થાનમાં વરસાદ થાય. ધાન્યમાં તેજી આવે.
આચમન: બુધ-નેપ્ચ્યૂન ચતુષ્કોણ અવ્યવહારુ, સૂર્ય-ગુરુ ત્રિકોણ સામાજિક પ્રતિષ્ઠા મેળવે, મંગળ-બુધ યુતિ અતિશયોક્તિ દાખવનાર.
ખગોળ જ્યોતિષ: બુધ-નેપ્ચ્યૂન ચતુષ્કોણ, સૂર્ય-ગુરુ ત્રિકોણ, મંગળ-બુધ યુતિ (તા. ૨૮) બુધનો પૂર્વમાં ઉદય થાય છે. મંગળ ધનુમાં પ્રવેશ.
ગોચરગ્રહો: સૂર્ય-ધનુ, મંગળ-વૃશ્ર્ચિક/ધનુ, વક્રી બુધ-ધનુ, વક્રી ગુરુ-મેષ, શુક્ર-વૃશ્ર્ચિક, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, માર્ગી નેપ્ચ્યૂન-મીન, માર્ગી પ્લુટો-મકર.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…