આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), સોમવાર, તા. ૨૫-૧૨-૨૦૨૩, નાતાલપર્વ
ભારતીય દિનાંક ૪, માહે પૌષ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ સુદ-૧૪
જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ સુદ-૧૪
પારસી શહેનશાહી રોજ ૧૨મો મોહોર, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૨મો મોહોર, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૦મો આવા, માહે ૧૦મો દએ, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧૧મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૩મો, માહે ૬ઠ્ઠો જુમાદીલ આખર, સને ૧૪૪૫
નક્ષત્ર :રોહિણી રાત્રે ક. ૨૧-૩૮ સુધી, પછી મૃગશીર્ષ.
ચંદ્ર: વૃષભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃષભ (બ, વ, ઉ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૦, અમદાવાદ ક. ૦૭ મિ. ૧૯ સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૬, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૦ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક. ૧૦-૨૫, રાત્રે ક. ૨૩-૪૧
ઓટ: સાંજે ક. ૧૬-૪૭, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૪૧ (તા. ૨૬)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, માર્ગશીર્ષ શુક્લ – ચતુર્દશી. ક્રિસમસ-ડે, નાતાલ, ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૨૯-૪૬.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: લગ્ન, સર્વદેવ પ્રતિષ્ઠા, ચંદ્ર ગ્રહદેવતા, શિવપાર્વતી, બ્રહ્માજીનું ધ્રુવ દેવતાનું પૂજન, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, કથા વાંચન, શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર પાઠ વાંચન, તુલસીપૂજા, શ્રીસુક્ત, પુરુસુક્ત, શ્રી ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક, રાજ્યાભિષેક, પાટ-અભિષેક પૂજા, બગીચો બનાવવો, ધજા, કળશ પતાકા ચઢાવવી, વસ્ર, આભૂષણ, દસ્તાવેજ, દુકાન-વેપાર, નોકરી, બી વાવવું, ધાન્ય ભરવું, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, વિનાયક પૂજા, નવી તિજોરીની સ્થાપના.
આચમન: શુક્ર-નેપ્ચ્યૂન ત્રિકોણ લાગણીપ્રધાન, ચંદ્ર-મંગળ પ્રતિયુતિ અવિચારી, ચંદ્ર-નેપ્ચ્યૂન ચતુષ્કોણ અનીતિમાન, ચંદ્ર-બુધ પ્રતિયુતિ ઉગ્ર પ્રકૃત્તિના.
ખગોળ જ્યોતિષ: શુક્ર-નેપ્ચ્યૂન ત્રિકોણ, ચંદ્ર-મંગળ પ્રતિયુતિ, ચંદ્ર-નેપ્ચ્યૂન ચતુષ્કોણ, ચંદ્ર-બુધ પ્રતિયુતિ.
ગોચરગ્રહો: સૂર્ય-ધનુ, મંગળ-વૃશ્ર્ચિક, વક્રી બુધ-ધનુ, વક્રી ગુરુ-મેષ, શુક્ર-વૃશ્ર્ચિક, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, માર્ગી નેપ્ચ્યૂન-મીન, માર્ગી પ્લુટો-મકર.