આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન/ ઉત્તરાયણ સૌર હેમંતૠતુ/ શિશિર ૠતુ), શુક્રવાર, તા. ૨૨-૧૨-૨૦૨૩ ગીતાજયંતી, મોક્ષદા સ્માર્ત એકાદશી
ભારતીય દિનાંક ૧, માહે પૌષ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ સુદ-૧૦
જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ સુદ-૧૦
પારસી શહેનશાહી રોજ ૯મો આદર, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૯મો આદર, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૭મો અમરદાદ, માહે ૧૦મો દએ, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૮મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૦મો, માહે ૬ઠ્ઠો જુમાદીલ આખર, સને ૧૪૪૫
નક્ષત્ર અશ્ર્વિની રાત્રે ક. ૨૧-૩૫ સુધી, પછી ભરણી.
ચંદ્ર મેષમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મેષ (અ, લ, ઈ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૦૮, અમદાવાદ ક. ૦૭ મિ. ૧૮ સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૫, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૮ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : સવારે ક. ૦૭-૧૦, રાત્રે ક. ૨૧-૧૦
ઓટ: બપોરે ક. ૧૪-૧૨, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૪૩ (તા. ૨૩)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, માર્ગશીર્ષ શુક્લ – દસમી. મોક્ષદા સ્માર્ત એકાદશી (રાજગરો), ગીતાજયંતી, ભારતીય પૌષ માસારંભ. સૂર્ય સાયન મકરમાં સવારે ક.૦૮-૫૮, ઉત્તરાયણ સૌર શિશિરૠતુ પ્રારંભ., અયન પુણ્યકાલ સવારે ક. ૦૮-૫૮થી સાંજે ૧૬-૫૮. ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૧૯-૪૧.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: ભૂમિ, ખાતમુહૂર્ત, સર્વદેવ પ્રતિષ્ઠા, વાસ્તુકળશ.એકાદશી વ્રત ઉપવાસ,શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી સત્યનારાયણદેવતાનું પૂજન.કથા વાંચન,શ્રી તુલસી પૂજા ,શ્રી સુક્ત-પુરુષ સુક્ત-ગણેશ અથર્વશીર્ષમ્ અભીષેક, અશ્ર્વિની કુમાર દેવતાનું પૂજન, કેતુ ગ્રહદેવતાનુંપૂજન, પરદેશનું પસ્તાનું,પ્રયાણ શુભ, નવાં વસ્ત્રો,આભૂષણ, વાસણ, વાહન, વિદ્યારંભ, નૌકા બાંધવી, યંત્રારંભ, દસ્તાવેજ, દુકાન,વેપાર,માલ લેવો,બી વાવવું,ધાન્ય ભરવું, સર્વશાંતિ, શાંતિપૌષ્ટિક પૂજા,ઉત્તરાયણ ખગોળ સૌર પર્વ નિમિત્તે ભગવાન સૂર્યનારાયણનું પૂજન,ગીતાજયંતી પર્વનીઉજવણીનો મહિમા.
આચમન:ચંદ્ર-સૂર્ય ત્રિકોણ પ્રતિષ્ઠા-પ્રતિભાની પ્રાપ્તિ, ચંદ્ર-બુધ ત્રિકોણ સહોદરોમાં પ્રિય, ચંદ્ર-ગુરુ યુતિ આંખોમાં તેજસ્વિતા, સૂર્ય-બુધ યુતિ કર્મઠ સ્વભાવ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય ત્રિકોણ, ચંદ્ર-બુધ ત્રિકોણ, ચંદ્ર-ગુરુ યુતિ, સૂર્ય-બુધ યુતિ (તા. ૨૩)
ગોચરગ્રહો: સૂર્ય-ધનુ, મંગળ-વૃશ્ર્ચિક, વક્રી બુધ-ધનુ, વક્રી ગુરુ-મેષ, શુક્ર-તુલા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, માર્ગી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર.