આજનું પંચાંગ
(દક્ષિણાયન સૌર-હેમંતઋતુ), સોમવાર, તા. ૧૮-૧૨-૨૦૨૩,
માર્તંડ ભૈરવોત્થાપન, ચંપાષષ્ઠિ , સ્કંદષષ્ઠિ
ભારતીય દિનાંક ૨૭, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ સુદ-૬
જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ સુદ-૬
પારસી શહેનશાહી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૧૦મો દએ, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૪થો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૫
મીસરી રોજ ૬ઠ્ઠો, માહે ૬ઠ્ઠો જુમાદીલ આખર, સને ૧૪૪૫
નક્ષત્ર શતભિષા મધ્યરાત્રિ પછી ક. ૨૫-૨૧ સુધી (તા. ૧૯મી) પછી પૂર્વાભાદ્રપદા.
ચંદ્ર કુંભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કુંભ (ગ, સ, શ, ષ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૦૬, અમદાવાદ ક. ૦૭ મિ. ૧૬ સ્ટા. ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૩, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૬ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : બપોરે ક. ૧૫-૫૩, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૨૪ (તા. ૧૯)
ઓટ: સવારે ક. ૧૦-૦૧, રાત્રે ક. ૨૧-૩૮
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, માર્ગશીર્ષ શુક્લ – ષષ્ઠિ. સ્કંદષષ્ઠિ, ચંપાષષ્ઠિ, માર્તંડ ભૈરવોત્થાપન, અન્નપૂર્ણા વ્રતારંભ (તા.૭જાન્યઆરી વ્રત સમાપ્ત), સુબ્રમણ્યમ્ ષષ્ઠિ (દક્ષિણ ભારત), મિત્ર સપ્તમી, પંચક
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: સર્વદેવ પ્રતિષ્ઠા, ચંદ્ર-રાહુ ગ્રહદેવતાનું પૂજન, વરૂણ દેવતાનું પૂજબ્ન, સર્વશાંતિ. શાંતિ પૌષ્ટિક પૂજા, વિધ્યારંભ, રાજ્યાભિષેક, પાટ-અભિષેક પૂજા, ધજા કળશ-પતાકા ચઢાવવી, વસ્ત્રો-અભૂષણ, માલ વેચવો, નોકરી, દુકાન-વેપાર, માલ લેવો, ધાન્ય વેચવું, ધાન્ય ભરવું, નવું વાહન, સવારી, દેવ દર્શન-અન્નપ્રાશન, નામકરણ, રત્ન ધારણ, કદમ્બનાં વૃક્ષનું પૂજન. પરદેશ ગમનનું પસ્તાનું. નવાં વેપારનો પ્રારંભ, નવાં કામકાજ લેવા, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, નવી ઔષધિ, ઉપચાર, યોગ, ધ્યાનનો અભ્યાસ, ખગોળશાસ્ત્રનો, જ્યોતિષશાસ્ત્રનો અભ્યાસ પ્રારંભવો, દરિયા-સમુદ્રદેવતાનાં દર્શન કરવાં. સામાજિક સંપર્ક જાળવવાં, જાહેર કાર્યક્રમો-લોક સમુદાયનો સંપર્ક, જળ પ્રવાસ.
આચમન: બુધ-ગુરુ ત્રિકોણ, સાહિત્ય, વ્યંગ ઇત્યાદિમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરે. ચંદ્ર-શુક્ર ત્રિકોણ વ્યવહારું.
ખગોળ જ્યોતિષ: બુધ-ગુરુ ત્રિકોણ,ચંદ્ર-શુક્ર ત્રિકોણ
ગોચરગ્રહો: સૂર્ય-ધનુ, મંગળ-વૃશ્ર્ચિક, વક્રી બુધ-ધનુ, વક્રી ગુરુ-મેષ, શુક્ર-તુલા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, માર્ગી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર.