આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર હેમંતૠતુ), શનિવાર, તા. ૧૬-૧૨-૨૦૨૩, વિનાયક ચતુર્થી
ભારતીય દિનાંક ૨૫, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ સુદ-૪
જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ સુદ-૪
પારસી શહેનશાહી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧લો હોરમજદ, માહે ૧૦મો દએ, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨જો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૫
મીસરી રોજ ૪થો, માહે ૬ઠ્ઠો જુમાદીલ આખર, સને ૧૪૪૫
નક્ષત્ર શ્રવણ મધ્યરાત્રિ પછી ક. ૨૮-૩૬ સુધી (તા. ૧૭મી), પછી ઘનિષ્ઠા.
ચંદ્ર મકરમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મકર (ખ, જ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૦૫, અમદાવાદ ક. ૦૭ મિ. ૧૫ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૨, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૫ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : બપોરે ક. ૧૩-૫૬, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૫૦ (તા. ૧૭)
ઓટ: સવારે ક. ૦૮-૧૪, રાત્રે ક.૧૯-૫૨
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, માર્ગશીર્ષ શુક્લ – ચતુર્થી. વિનાયક ચતુર્થી, ભદ્રા સવારે ક. ૦૯-૧૫થી રાત્રે ક. ૨૦-૦૦. સૂર્ય મૂળ અને ધનુમાં ૧૫-૫૭. મુહૂર્ત ૩૦ સામ્યાર્ઘ, સંક્રાંતિ પુણ્યકાળ બપોરે ક. ૧૫-૫૭થી સૂર્યાસ્ત. ધનુર્માસારંભ,
શુભાશુભ દિનશુદ્ધિ: બપોરે ક.૧૫-૫૭ થી સૂર્યાસ્તમાં શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: વાસ્તુકળશ,શનિ-ચંદ્ર ગ્રહદેવતાનું પૂજન, શ્રી વિનાયક ગણેશ, પૂજન અભિષેક, હવન હનુમાન ચાલીસા, સુંદરકાંડ પાઠ વાંચન, વિદ્યારંભ, માલ વેંચવો, નિત્ય થતાં મિલકત લેવડદેવડ, ખેતીવાડી તથા પશુ લે-વેંચના કામકાજ, શ્રી વિષ્ણુ લક્ષ્મી પૂજા, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, તુલસીપૂજા, શ્રી વિષ્ણુ સહસ્ર નામ પાઠ વાંચન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, સંક્રાન્તિ પુણ્યકાળમાં બપોરે ક.૧૫-૫૭ થી સૂર્યાસ્તમાં માંગલિક સાંસારિક કાર્યો વર્જ્ય છે. પુણ્યકાળમાં તીર્થનદી સ્નાન,જપ,તપ,તર્પણ, દાનનો મહિમા છે. શુદ્ધ સમયમાં પરદેશગમનનું પસ્તાનું, પરગામ પ્રયાણ મધ્યમ, વિદ્યારંભ, માલ લેવો, મંદિરોમાં પાટ-અભિષેક પૂજા, વૃક્ષ વાવવું, બગીચો બનાવવો, ધજા-કળશ પતાકા ચઢાવવી.એક માસમાં ધાન્યમં મંદી ,સોનું,ચાંદી,રૂુ,તલ,તેલ.કપાસમાં તેજી.સૂર્ય નક્ષત્રનાં અભ્યાસ મુજબ આગામી તેર દિવસમાં સોના,ચાંદી, રૂ, કપાસ,સૂતર,અળસી વગેરેમાં તેજી આવશે. મધ્ય પ્રદેશમાં ઉપદ્રવ જણાય.
આચમન: ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ નિર્ણયો લેવામાં તીવ્રતા, ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ સંબંધમાં એકવાક્યતા જાળવવાની ઊણપ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ, ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ
ગોચરગ્રહો: સૂર્ય-વૃશ્ર્ચિક/ધનુ, મંગળ-વૃશ્ર્ચિક, બુધ-ધનુ, વક્રી ગુરુ-મેષ, શુક્ર-તુલા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, માર્ગી નેપ્ચૂયુન-મીન, માર્ગી પ્લુટો-મકર.