પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર હેમંતૠતુ), બુધવાર, તા. ૧૩-૧૨-૨૦૨૩,
માર્તંડ ભૈરવષડ્રાત્રૌત્સવારંભ
ભારતીય દિનાંક ૨૨, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માર્ગશીર્ષ સુદ-૧
જૈન વીર સંવત ૨૫૫૦, માહે માર્ગશીર્ષ, તિથિ સુદ-૧
પારસી શહેનશાહી રોજ ૩૦મો અનેરાન, માહે ૪થો તીર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૩૦મો અનેરાન, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૮મો જમીઆદ, માહે ૯મો આદર, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨૮મો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૧લો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૫
નક્ષત્ર જયેષ્ઠા સવારે ક. ૧૧-૦૪ સુધી, પછી મૂળ.
ચંદ્ર વૃશ્ર્ચિકમાં સવારે ક. ૧૧-૦૪ સુધી પછી ધનુમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃશ્ર્ચિક (ન, ય), ધનુ (ભ, ધ, ફ, ઢ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૦૩, અમદાવાદ ક. ૦૭ મિ. ૧૩ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૧, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૪ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક. ૧૧-૪૭, મધ્ય રાત્રે ક. ૦૦-૪૩,ઓટ: સાંજે ક. ૧૭-૪૬
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, માર્ગશીર્ષ શુક્લ – પ્રતિપદા. ઈષ્ટિ, માર્તંડ ભૈરવષડ્રાત્રૌત્સવારંભ, વિંછુડો સમાપ્તિ સવારે ક. ૧૧-૦૬. બુધ વક્રી
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: માર્ગશીર્ષ પ્રતિપદા તિથિ પર્વ નિમિત્તે શ્રી સત્યનારાયણ દેવતા પૂજન કથા વાંચન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, શ્રીસુક્ત, પુરુષસુક્ત, શ્રી ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક, જયેષ્ઠા -મૂળ નક્ષત્ર શાંતિ પૂજા, મંદિરોમાં ધજા, કળશ-પતાકા ચઢાવવી. પાટ-અભિષેક પૂજા, ઔષધ ઉપચાર પરદેશગમન, વાહન, યંત્ર, ખેતીવાડીના કામકાજ, પશુ લેવેંચના કામકાજ, પ્રાણી પાળવા, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ પૂજા, વિદ્યારંભ, બી વાવવું, ધાન્ય ભરવું. પ્રાણી પાળવા, માર્ગશીર્ષ માસ (તા. ૧૩ ડિસે. થી તા. ૧૧ જાન્યુ.) સંક્ષિપ્ત: માર્ગશીર્ષ માસ બુધવારે પ્રારંભાય છે. આ માસમાં પાંચ બુધ, પાંચ ગુરુવાર છે. શુક્લપક્ષમાં બારસનો ક્ષય દિવસ ૧૪, કૃષ્ણપક્ષમાં બીજ વૃદ્ધિ તિથિ દિવસ-૧૬ એમ આ માસના કુલ દિવસ ૩૦ છે. પૂનમનું અમાસનું ગ્રહણ બનતું નથી. આ માસના મુખ્ય પર્વોમાં માર્તંડભૈરવ ષડરાત્રૌત્સવ તા. ૧૩ થી ૧૮ ડિસે. છે. મોક્ષદા સ્માર્ત એકાદશી, ગીતા જયંતી, ઉત્તરાયણ, શિશિરૠતુ પ્રારંભ તા. ૨૨મીએ છે. મોક્ષદા ભાગવત એકાદશી તા. ૨૩મીએ છે. તા. ૨૬મી પૂનમે વ્રતની પૂનમ, શ્રી દત્તજયંતી, બહુચરાજીનો મેળો તથા લવણદાનનો મહિમા છે. સફલા એકાદશી, તા. ૭ જાન્યુ.એ છે. પાવાગઢ યાત્રા તા. ૧૧ ડિસે. અમાસના રોજ છે. સંપૂર્ણ માસ ભગવાનનો ગણેલો હોય પવિત્ર માસ છે. પ્રત્યેક ગુરુવારે મહાલક્ષ્મી પૂજનનો મહિમા છે. સમગ્ર માસમાં શ્રી સુક્ત, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠના દૈનિક આવર્તનનો મહિમા છે.
આચમન: ચંદ્ર-રાહુ ત્રિકોણ સાહસિક સ્વભાવ, ચંદ્ર-નેપ્ચૂન ચતુષ્કોણ ત્વરીત નિર્ણયશક્તિ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ ત્રિકોણ, ચંદ્ર-નેપ્ચૂન ચતુષ્કોણ
ગોચરગ્રહો: સૂર્ય-વૃશ્ર્ચિક, મંગળ-વૃશ્ર્ચિક, બુધ-ધનુ, વક્રી ગુરુ-મેષ, શુક્ર-તુલા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, માર્ગી નેપ્ચૂન-મીન, માર્ગી પ્લુટો-મકર. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?