પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર શરદૠતુ), મંગળવાર,
તા. ૧૯-૯-૨૦૨૩, શ્રી ગણેશ ચતુર્થી

  • ભારતીય દિનાંક ૨૮, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૫
  • વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદ સુદ-૪
  • જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૪
  • પારસી શહેનશાહી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
  • પારસી કદમી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
  • પારસી ફસલી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૭મો મેહેર સને ૧૩૯૨
  • મુુસ્લિમ રોજ ૩જો, માહે ૩જો, રબીઉલ અવ્વલ, સને ૧૪૪૫
  • મીસરી રોજ ૪થો, માહે ૩જો, રબીઉલ અવ્વલ, સને ૧૪૪૫
  • નક્ષત્ર સ્વાતિ બપોરે ક. ૧૩-૪૭ સુધી, પછી વિશાખા.
  • ચંદ્ર તુલામાં
  • ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત)
  • સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૭, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૮ સ્ટા.ટા.,
  • સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૭, અમદાવાદ ક. ૧૮ મિ. ૩૮ સ્ટા. ટા.
  • -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
  • ભરતી : બપોરે ક. ૧૩-૫૯, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૩૭ (તા. ૨૦)
  • ઓટ: સવારે ક. ૦૭-૩૬, રાત્રે ક. ૧૯-૫૮
  • વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, ભાદ્રપદ શુક્લ – ચતુર્થી. શ્રી ગણેશ ચતુર્થી – અંગારક યોગ, ચંદ્રાસ્ત રાત્રે ક. ૨૧-૨૧, વરદ્ ચતુર્થી, સરસ્વતી પૂજન (ઓરિસ્સા), સૌભાગ્ય ચતુર્થી (બંગાળ), સંવત્સરી ચતુર્થી પક્ષ (જૈન), ભદ્રા સમાપ્તિ બપોરે ક. ૧૩-૪૩. સૂર્ય મહાનક્ષત્ર ઉત્તરાફાલ્ગુનીમાં, વાહન હાથી.
  • શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
  • મુહૂર્ત વિશેષ: વાયુદેવતા, રાહુદેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા. શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, તુલસી પૂજા, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, શ્રી ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક, શ્રી ગણેશયાગ, શ્રી સુક્ત, પુરુસુક્ત અભિષેક, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ પૂજા, પર્વપૂજા નિમિત્તે નવા વસ્ર, આભૂષણ, વાસણ, મહેંદી લગાવવી, માલ લેવો, રત્નધારણ, બી વાવવું, ખેતીવાડી, ધાન્ય ભરવું, બાળકને પ્રથમ શ્રી ગણેશ દેવદર્શન, નામકરણ, અન્નપ્રાશન, વૃક્ષ રોપવા. ઉપવાટિકા બનાવવી,
  • શ્રી ગણેશ મહિમા: અનંત ચતુર્દશી સુધીના પ્રત્યેક દિનક્રમ આ પ્રમાણે પ્રસ્તુત છે. તા. ૧૯, મંગળ શ્રી ગણેશ ચતુર્થી, તા. ૨૦, બુધ ઋષિ પંચમી, સંવત્સરી પર્વ. તા. ૨૧, ગુરુ, ગૌરી આવાહ્ન, સૂર્ય છઠ્ઠ, કાર્તિક સ્વામી દર્શન, તા. ૨૨, શુક્ર જયેષ્ઠા ગૌરી પૂજન, મહાલક્ષ્મી વ્રતારંભ, તા. ૨૩, શુક્ર, ગૌરી વિસર્જન, ધરો આઠમ, દુર્ગાષ્ટમી, રાધાષ્ટમી, ભાગવત સપ્તાહ પ્રારંભ. તા. ૨૪, રવિ, અદુ:ખ નવમી, શ્રી હરિ જયંતી, તા. ૨૫, સોમ, પરિવર્તિની સ્માર્ત એકાદશી, તા. ૨૬, મંગળ, પરિવર્તિની ભાગવત એકાદશી, વામન જયંતી, શ્રવણોપવાસ, તા. ૨૭ બુધ, પ્રદોષ, ગોત્રી રાત્રિ વ્રતારંભ, તા. ૨૮, ગુરુ, અનંત ચતુર્દશી, વ્રતની પૂર્ણિમા, વ્રતની પૂનમ.
  • જેઓ પોતાના કાર્યક્ષેત્ર માટે સંતુષ્ટ ન હોય, અવારનવાર, કામધંધા-નોકરી બદલવાના વિચારો આવતા હોય તેમણે શ્રી ગણેશની ભક્તિ, પૂજા, સ્તોત્રપાઠ, સંકષ્ટ ચતુર્થી, વ્રત ઈત્યાદિ જીવનમાં અપનાવવાથી પોતાના કામકાજમાં સ્થિરતા, હિંમતપર્વૂક, અડગતાથી પ્રગતિ સાધી શકશે. જન્મકુંડળીમાં ચંદ્ર નબળો હોય, ચંદ્રના મંગળ-શનિ સાથેના અશુભ યોગો હોય તેમણે શ્રી ગણેશની નિત્ય ઉપાસના ચાલુ રાખવી.
  • આચમન: ચંદ્ર-ગુરુ પ્રતિયુતિ બે પરવાહ, સૂર્ય-નેપ્ચ્યૂન પ્રતિયુતિ ધંધામાં હરીફાઈ થાય. ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ રાજકારણમાં સાવધાની રાખવી.
  • ખગોળ જ્યોતિષ: ચંદ્ર-ગુરુ પ્રતિયુતિ, સૂર્ય-નેપ્ચ્યૂન પ્રતિયુતિ, ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ.
  • ગ્રહ ગોચર: સૂર્ય-ક્ધયા, મંગળ-ક્ધયા, બુધ-સિંહ, વક્રી ગુરુ-મેષ, શુક્ર-કર્ક, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યૂન-મીન, વક્રી પ્લુટો-મકર. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button