આજનું પંચાંગ
(દક્ષિણાયન સૌર હેમંતૠતુ), રવિવાર, તા. ૩-૧૨-૨૦૨૩
ભારતીય દિનાંક ૧૨, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક વદ-૬
જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ
વદ-૬
પારસી શહેનશાહી રોજ ૨૦મો બહેરામ, માહે ૪થો તીર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૦મો બહેરામ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૮મો રશ્ને, માહે ૯મો આદર, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧૮મો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૧મો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
નક્ષત્ર આશ્ર્લેષા રાત્રે ક. ૨૧-૩૫ સુધી, પછી મઘા.
ચંદ્ર કર્કમાં રાત્રે ક. ૨૧-૩૫ સુધી, પછી સિંહમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ), સિંહ (મ, ટ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૫૭, અમદાવાદ ક. ૦૭ મિ. ૦૬ સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૭ મિ. ૫૮, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૨ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરે ક. ૧૫-૩૩, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૨૬ (તા. ૪)
ઓટ: સવારે ક. ૧૦-૦૩, રાત્રે ક. ૨૧-૦૧
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, કાર્તિક કૃષ્ણ – ષષ્ઠી. બ્રહ્મલિન પૂ. શ્રી. ડોંગરેજી મહારાજની પુણ્યતિથિ. સૂર્ય જયેષ્ઠામાં બપોરે ક. ૧૩-૦૦. ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૧૯-૨૭.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા. આશ્ર્લેષા જન્મનક્ષત્ર શાંતિ, પૂજા, સર્વશાંતિ પૂજા, ઔષધ ઉપચાર, ભગવાન સૂર્યનારાયણનું પૂજન, ગાયત્રી જાપ હવન, પૂજા, બુધ ગ્રહદેવતાનું પૂજન, સર્પનું પૂજન, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું, પ્રાણી પાળવા. સૂર્યના અભ્યાસ મુજબ આગામી ૧૩ દિવસમાં સોનું-ચાંદી, ઘઉં, ચણા, ચોખા, સરસવ, ગોળ, ખાંડ, સાકર, અળસી, પારો, હિંગ, એરંડિયું, ગુગળ વગેરેમાં તેજી આવે. રૂમાં મંદી પછી તેજી આવે.
આચમન: ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ અચોક્કસ સ્વભાવ, ચંદ્ર-રાહુ ત્રિકોણ મુસાફરીનો શોખ
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ, ચંદ્ર-રાહુ ત્રિકોણ. સૂર્ય જયેષ્ઠા પ્રવેશ.
ગોચરગ્રહો: સૂર્ય-વૃશ્ર્ચિક, મંગળ-વૃશ્ર્ચિક, બુધ-ધનુ, વક્રી ગુરુ-મેષ, શુક્ર-તુલા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર.