આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર હેમંતઋતુ), શુક્રવાર, તા. ૧-૧૨-૨૦૨૩
ભારતીય દિનાંક ૧૦, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક વદ-૪
જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ વદ-૪
પારસી શહેનશાહી રોજ ૧૮મો રશ્ને, માહે ૪થો તીર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૮મો રશ્ને, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૬મો મેહેર, માહે ૯મો આદર, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧૬મો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૯મો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
નક્ષત્ર પુનર્વસુ સાંજે ક. ૧૬-૩૯ સુધી, પછી પુષ્ય.
ચંદ્ર મિથુનમાં સવારે ક. ૧૦-૧૧ સુધી, પછી કર્કમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મિથુન (ક, છ, ઘ), કર્ક (ડ, હ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૫૬, અમદાવાદ ક. ૦૭ મિ. ૦૫ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૭ મિ. ૫૮, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૨ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરે ક. ૧૪-૦૨, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૦૩ (તા. ૨)
ઓટ: સવારે ક. ૦૮-૨૮, રાત્રે ક. ૧૯-૪૯
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, કાર્તિક કૃષ્ણ – ચતુર્થી.-
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છેે.
મુહૂર્ત વિશેષ: વાસ્તુકળશ, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર પાઠ વાંચન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, પુરુસુક્ત શ્રીસુક્ત શ્રી ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક, સાંસારિક કાર્યો વર્જ્ય છે. પરંતુ નિત્ય થતાં દુકાન-વેપાર, સ્થાવર લેવડદેવડ, પશુ લે-વેંચ, ઈત્યાદિ થઈ શકે છે. વૃક્ષ વાવવા, ઉપવાટિકા બનાવવી, વાંસ વાવવા.
સંક્ષિપ્ત ગ્રહ દર્શન: ગ્રહના ઉદય અસ્ત: ચંદ્ર ઉદય: ક. ૨૧-૩૩, ચંદ્ર અસ્ત: ક. ૧૦-૨૭, બુધ ઉદય: ક. ૦૮-૩૨, બુધ અસ્ત: ક. ૧૯-૧૫, શુક્ર ઉદય: ક. ૦૩-૪૭, અસ્ત: ક. ૧૫-૨૫, મંગળ ઉદય: ક. ૦૬-૪૧, અસ્ત: ક. ૧૭-૩૮, ગુરુ ઉદય: ક. ૧૬-૦૩, અસ્ત: ક. ૦૪-૩૬, શનિ ઉદય: ક. ૧૨-૩૪, અસ્ત: ક. ૨૩-૫૬, (તા. ૧લીએ સૂર્યોદયના સમયે વૃશ્ર્ચિક રાશિ લગ્ન ઉદિત થાય છે. સૂર્યાસ્તના સમયે વૃષભ રાશિ લગ્ન ઉદિત થાય છે.) ધીરે ધીરે આકાશ દર્શન માટે, નક્ષત્ર દર્શન માટે સુંદર યોગદર્શન થશે.
આચમન: ચંદ્ર-નેપ્ચૂન ત્રિકોણ સ્વપ્નદષ્ટા, ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ બદનામીનો ભય.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચૂન ત્રિકોણ, ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ. ચંદ્ર – પૂનર્વસુ યુતિ. ચંદ્ર ક્રાંતિવૃત્તથી ઉત્તરે ૫ અંશ ૧૭ કળાના અંતરે રહે છે.
ગોચરગ્રહો: સૂર્ય-વૃશ્ર્ચિક, મંગળ-વૃશ્ર્ચિક, બુધ-ધનુ, વક્રી ગુરુ-મેષ, શુક્ર-તુલા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર.