આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર હેમંતઋતુ), ગુરુવાર, તા. ૩૦-૧૧-૨૦૨૩,
સંકષ્ટ ચતુર્થી.
ભારતીય દિનાંક ૯, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક વદ-૩
જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ વદ-૩
પારસી શહેનશાહી રોજ ૧૭મો સરોશ, માહે ૪થો તીર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૭મો સરોશ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૫મો દએપમહેર, માહે ૯મો આદર, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧૫મો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૮મો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
નક્ષત્ર આર્દ્રા બપોરે ક. ૧૫-૦૦ સુધી, પછી પુનર્વસુ.
ચંદ્ર મિથુનમાં.
ચંદ્ર રાશિ નામાક્ષર: મિથુન (ક, છ, ઘ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૫૫, અમદાવાદ ક. ૦૭ મિ. ૦૪ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૭ મિ. ૫૮, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૨ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરે ક. ૧૩-૨૨, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૩૩ (તા. ૧)
ઓટ: સવારે ક. ૦૭-૪૮, રાત્રે ક. ૧૯-૧૭.
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, કાર્તિક કૃષ્ણ – તૃતીયા. સંકષ્ટ ચતુર્થી, ચંદ્રોદય રાત્રે ક. ૨૦-૩૫, ભદ્રા સમાપ્તિ બપોરે ક. ૧૪-૨૬.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: શ્રી ગણેશ પૂજન, હવન, શ્રી ગણેશ અથર્વશીર્ષમ અભિષેક, પુરુસુક્ત શ્રી સુક્ત અભિષેક, શ્રી યંત્ર પ્રતિષ્ઠા પૂજા, બ્ર્ાહ્મલીન હરિહર પંડિત મહેસાણાવાળા પ્રેરિત રિદ્ધિસિદ્ધિદાયક શ્રી ગણેશ યંત્ર, પ્રતિષ્ઠા પૂજા, શિવપાર્વતી પૂજા, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, રાહુ ગ્રહદેવતાનું પૂજન, અગરના ઔષધીય પ્રયોગો, ઔષધ ઉપચાર, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ સહસ્ર નામ પાઠ વાંચન, ગુરુ મંદિરોમાં તથા આશ્રમોમાં ગુરુપૂજનનો મહિમા, દત્ત મંદિરોમાં ઉત્સવ, દત્ત બાવની વાંચન.
આચમન: ચંદ્ર-શનિ અર્ધચતુષ્કોણ ભીરૂ સ્વભાવ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ અર્ધચતુષ્કોણ.
ગોચરગ્રહો: સૂર્ય-વૃશ્ર્ચિક, મંગળ-વૃશ્ર્ચિક, બુધ-ધનુ, વક્રી ગુરુ-મેષ, શુક્ર-તુલા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર.