આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર હેમંતઋતુ), બુધવાર, તા. ૨૯-૧૧-૨૦૨૩,
શુક્ર તુલા પ્રવેશ, ભદ્રા પ્રારંભ
ભારતીય દિનાંક ૮, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક વદ-૨
જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ વદ-૨
પારસી શહેનશાહી રોજ ૧૬મો મેહેર, માહે ૪થો તીર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૬મો મેહેર, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૪મો ગોશ, માહે ૯મો આદર, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧૪મો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૭મો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
નક્ષત્ર મૃગશીર્ષ બપોરે ક. ૧૩-૫૮ સુધી, પછી આર્દ્રા.
ચંદ્ર મિથુનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મિથુન (ક, છ, ઘ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૫૫, અમદાવાદ ક. ૦૭ મિ. ૦૪ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૭ મિ. ૫૮, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૨ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરે ક. ૧૨-૪૩, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૪૫ (તા. ૩૦)
ઓટ: સવારે ક. ૦૭-૦૯, સાંજે ક. ૧૮-૪૫
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, કાર્તિક કૃષ્ણ – દ્વિતીયા. હુથરી (કુર્ગ), શુક્ર તુલામાં મધ્યરાત્રિ પછી ક. ૨૫-૦૩, ભદ્રા પ્રારંભ મધ્યરાત્રિ પછી ક. ૨૬-૦૭ (તા. ૩૦)
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: લગ્ન, ભૂમિ, ખાતમુહૂર્ત, વાસ્તુકળશ. શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, ચંદ્ર-બુધ ગ્રહદેવતાનું પૂજન, ખેરનું વૃક્ષ વાવવું, પરદેશગમનનું પસ્તાનું, વિદ્યારંભ, નવા વસ્રો, વાસણ, આભૂષણ, વાહન, પશુ લે-વેંચ, નૌકા બાંધવી, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ પૂજા, બી વાવવું, ખેતીવાડી, ધાન્ય ભરવું, પ્રયાણ શુભ, નામકરણ, દેવદર્શન, અન્નપ્રાશન, ઘર-ખેતર જમીન, મકાન સ્થાવર લેવડદેવડ.
આચમન: ચંદ્ર-બુધ પ્રતિયુતિ ગપ્પા મારવાની આદત, ચંદ્ર-શનિ ત્રિકોણ સ્થિર સ્વભાવ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ પ્રતિયુતિ, ચંદ્ર-શનિ ત્રિકોણ. શુક્ર ચિત્રાના તારા સાથે યુતિ કરે છે. ચંદ્ર વિષુવવૃત્તની મહત્તમ ઉત્તરે ૨૮ અંશ ૧૨ કળાના અંતરે રહે છે.
ગોચરગ્રહો: સૂર્ય-વૃશ્ર્ચિક, મંગળ-વૃશ્ર્ચિક, બુધ-ધનુ, વક્રી ગુરુ-મેષ, શુક્ર-ક્ધયા/તુલા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર.