આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર હેમંતઋતુ), સોમવાર, તા. ૨૭-૧૧-૨૦૨૩, દેવદિવાળી.
ભારતીય દિનાંક ૬, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક સુદ-૧૫
જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ સુદ-૧૫
પારસી શહેનશાહી રોજ ૧૪મો ગોશ, માહે ૪થો તીર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૪મો ગોશ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૨મો મોહોર, માહે ૯મો આદર, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧૨મો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૫મો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
નક્ષત્ર કૃત્તિકા બપોરે ક. ૧૩-૩૪ સુધી, પછી રોહિણી.
ચંદ્ર વૃષભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃષભ (બ, વ, ઉ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૫૪, અમદાવાદ ક. ૦૭ મિ. ૦૨ સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૭ મિ. ૫૮, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૨ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : સવારે ક. ૧૧-૨૬, મધ્યરાત્રે ક. ૦૦-૨૬
ઓટ: સાંજે ક. ૧૭-૩૮, મધ્યરાત્રિ પછી ક. ૦૬-૨૭ (તા. ૨૮)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, કાર્તિક શુક્લ – પૂર્ણિમા. દેવદિવાળી, ભીષ્મ પંચક વ્રત સમાપન, તુલસી વિવાહ સમાપ્તિ, કાર્તિક સ્નાન સમાપ્તિ, અન્વાધાન, મન્વાદિ, ધાત્રીપૂજન, કાર્તિક સ્વામી દર્શન બપોરે ક. ૧૩-૩૬ સુધી., પુષ્કર મેળો (અજમેર), ગુરુનાનક જયંતી, કેદારવ્રત (ઓરિસ્સા), હુથરી (કુર્ગ).
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: લગ્ન, ભૂમિ, ખાતમુહૂર્ત, વાસ્તુકળશ. દેવોની દિવાળીનો ઉત્સવ, સર્વત્ર મંદિરોમાં ગામેગામ, ઉત્સવમેળાના આયોજનો, શક્તિ મંદિરોમાં વિશેષપૂજા, શ્રી વિષ્ણુ-લક્ષ્મી મંદિરોમાં, શિવપાર્વતી મંદિરોમાં વિશેષ પૂજા, નદી તીર્થોમાં સ્નાનનું મહત્ત્વ, પુષ્કર-પ્રભાસ પાટણ, હરિદ્વાર આદિ તીર્થોમાં સ્નાનનો મહિમા, કાર્તિક સ્નાનની સમાપ્તિ. ભગવાન કાર્તિક સ્વામીના વિશેષ પૂજા દર્શનનો મહિમા, સૂર્ય-અગ્નિ દેવતાનું પૂજન, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી સુક્ત, અનુષ્ઠાન, અભિષેકનો મહિમા, ઉંબરાના વૃક્ષનું પૂજન, માલ વેંચવો, ખેતીવાડી, તીર્થમાં તર્પણ શ્રાદ્ધ. બુધના અભ્યાસ મુજબ સોનું-ચાંદી ધાન્યમાં મંદી, રૂમાં વધઘટ રહેશે. કેટલેક ઠેકાણે બાળકો અને પશુઓને કષ્ટ પડે.
આચમન: ચંદ્ર-શનિ ચતુષ્કોણ મતલબી, ચંદ્ર-મંગળ પ્રતિયુતિ કજિયાખોર, ચંદ્ર-સૂર્ય પ્રતિયુતિ આંખોની કાળજી લેવી જરૂરી, બુધ-નેપ્ચ્યૂન ચતુષ્કોણ ચાલબાજીવાળા.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ ચતુષ્કોણ, ચંદ્ર-મંગળ પ્રતિયુતિ, ચંદ્ર-સૂર્ય પ્રતિયુતિ (કાર્તિક પૂર્ણિમા યોગ) બુધ-નેપ્ચ્યૂન ચતુષ્કોણ, ચંદ્ર કૃત્તિકા યુતિ, બુધ મૂળ નક્ષત્ર પ્રવેશ.
ગોચરગ્રહો: સૂર્ય-વૃશ્ર્ચિક, મંગળ-વૃશ્ર્ચિક, બુધ-ધનુ, વક્રી ગુરુ-મેષ, શુક્ર-ક્ધયા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યૂન-મીન, માર્ગી પ્લુટો-મકર. ઉ