પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર હેમંતઋતુ), શનિવાર, તા. ૧૮-૧૧-૨૦૨૩,

લાભ પાંચમ- જૈન જ્ઞાન પાંચમ, મુહૂર્ત સાધવાનો નક્ષત્ર અને પર્વનો શ્રેષ્ઠ યોગ
ભારતીય દિનાંક ૨૭, માહે કાર્તિક, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક સુદ-૫
જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ સુદ-૫
પારસી શહેનશાહી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૪થો તીર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૯મો આદર, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૩જો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
મીસરી રોજ ૬ઠ્ઠો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
નક્ષત્ર ઉત્તરાષાઢા મધ્યરાત્રિ પછી ક. ૨૪-૦૬ સુધી, પછી શ્રવણ.
ચંદ્ર ધનુમાં ૦૬-૫૯ સુધી, પછી મકરમાં.
ચંદ્ર રાશિ નામાક્ષર: ધનુ (ભ, ધ, ફ, ઢ), મકર (ખ, જ).
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૮, અમદાવાદ ક. ૦૬ મિ. ૫૬ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૭ મિ. ૫૯, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૩ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : બપોરે ક. ૧૪-૪૬ મધ્યરાત્રિ પછી ક. ૦૩-૪૬ (તા. ૧૯)
ઓટ: સવારે ક. ૦૮-૫૮, રાત્રે ક. ૨૦-૪૧
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, કાર્તિક શુક્લ – પંચમી. લાભપાંચમ, પાંડવ પંચમી, સૌભાગ્ય પાંચમ, જ્ઞાન પાંચમ.
શુભાશુભ દિનશુદ્ધિ: પર્વ શુભ દિવસ. મુહૂર્ત વિશેષ: શ્રી હનુમાન ચાલિસા પાઠ, સુંદર કાંડ પાઠ વાંચન. વિશ્ર્વદેવતાનું પૂજન, ધૃવદેવતાનું પૂજન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, પ્રયાણ મધ્યમ, પર્વ નીમિત્તે નવાં વસ્ત્રો, આભૂષણ પહેરવાં, દુકાન, વેપારનાં કામકાજ, ખેતીવાડી, બી વાવવું, બાળકને પ્રથમ દેવદર્શન, અન્નપ્રાશન, સૂર્ય-શનિ ગ્રહ દેવતાનું પૂજન, બીલીનું વૃક્ષ વાવવું, ફણસનું વૃક્ષ વાવવું, જૂનાં કામકાજ પૂર્ણ કરવાં, નવા વરસનાં આયોજનોનાં નર્ણિયો લેવાં, મતભેદો દૂર કરવાં, દેવું, ઋણ ચૂકતે કરવું, નદી-જંગલ-પર્વતો આદિ કુદરતનાં સ્થળો, પ્રાચિન સ્થળોની મુલાકાત લેવી, મૌલિક રચનાત્મક પવૃત્તિઓ પ્રારંભવી, કળા, નૃત્ય, ગાયન વગેરે પ્રવૃત્તિઓ. કુલાચાર પ્રમાણે આજનાં પવિત્ર પર્વયોગમાં મિતિ નાખવી, કાંટો બાંધી નવા વર્ષનો વેપાર પ્રારંભી શકાય છે. મુહૂર્ત સમય: (૧) સવારે ક. ૦૮-૧૨ થી ક. ૦૯-૩૬ (શુભ), (૨) બપોરે ક. ૧૨-૨૩ થી ક. ૧૩-૪૭ (ચલ), (૩) બપોરે ક. ૧૩-૪૭ થી ક. ૧૫-૧૧ (લાભ), (૪) બપોરે ક. ૧૫-૧૧ થી સાંજે ક. ૧૬-૩૫ (અમૃત).
આચમન: મંગળ-સૂર્ય યુતિ ચામડીનાં દર્દોની સારવાર.
ખગોળ જ્યોતિષ: મંગળ-સૂર્ય યુતિ, ચંદ્ર ક્રાંતિવૃત્તથી મહત્તમ દક્ષિણે ૫ અંશ ૧૧ કળાના અંતરે રહે છે. ગોચરગ્રહો: સૂર્ય-વૃશ્ર્ચિક, મંગળ-વૃશ્ર્ચિક, બુધ-વૃશ્ર્ચિક, વક્રી ગુરુ-મેષ, શુક્ર-ક્ધયા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર.

સંબંધિત લેખો
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button