આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર હેમંતૠતુ),
સોમવાર, તા. ૧૩-૧૧-૨૦૨૩, દર્શ અમાસ,સોમવતી અમાસ,
) ભારતીય દિનાંક ૨૨, માહે કાર્તિક, શકે ૧૯૪૫
) વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન વદ-૩૦
) જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ વદ-૩૦
) પારસી શહેનશાહી રોજ ૩૦મો અનેરાન, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
) પારસી કદમી રોજ ૩૦મો અનેરાન, માહે ૪થો તીર, સને ૧૩૯૩
) પારસી ફસલી રોજ ૨૮મો જમીઆદ, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
) મુુસ્લિમ રોજ ૨૮મો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
) મીસરી રોજ ૧લો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૫
) નક્ષત્ર વિશાખા મધ્યરાત્રિ પછી ક. ૨૭-૨૨ સુધી (તા. ૧૪મી) પછી અનુરાધા.
) ચંદ્ર તુલામાં રાત્રે ક. ૨૧-૧૭ સુધી, પછી વૃશ્ર્ચિકમાં
) ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત), વૃશ્ર્ચિક (ન, ય)
) સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૫, અમદાવાદ ક. ૦૬ મિ. ૫૩ સ્ટા.ટા.
) સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૦, અમદાવાદ ક. ૧૭ મિ. ૫૫ સ્ટા. ટા.
) મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :ઽ
) ભરતી : સવારે ક. ૧૧-૩૨, મધ્યરાત્રે ક. ૦૦-૧૮
) ઓટ: સાંજે ક. ૧૭-૩૪, મધ્યરાત્રિ પછી ક. ૦૬-૧૩ (તા. ૧૪)
) વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, આશ્ર્વિન કૃષ્ણ- અમાવસ્યા. દર્શ અમાવસ્યા, સોમવતી અમાવસ્યા બપોરે ક. ૧૪-૫૮ સુધી, અન્વાધાન, કેદાર ગૌરી વ્રત (દક્ષિણ ભારત), બલિપૂજા, ગોવર્ધનપૂજા, ગૌક્રીડા, અન્નકૂટ, વિંછુડો પ્રારંભ રાત્રે ક. ૨૧-૧૮.
) શુભાશુભ દિનશુદ્ધિ: પર્વ શુભ દિવસ
) મુહૂર્ત વિશેષ: બલી પૂજન, તીર્થમાં સોમવતી અમાસનું પ્રાયશ્ર્ચિત સ્નાન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી, સૂર્ય, પિતૃ, વિષ્ણુ, ગુરુ તર્પણ, શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર પાઠ વાંચન, મંદિરોમાં ગોવર્ધન પૂજા, અન્નકૂટ ઉત્સવ, નિત્ય થતાં પશુ લે-વેંચના કામકાજ, ચંદ્ર-ગુરુ ગ્રહદેવતાના જાપ, પૂજન, ઈન્દ્ર-અગ્નિ દેવતાનું પૂજન.
) આચમન: ચંદ્ર-સૂર્ય યુતિ અધ્યાત્મમાં રુચિ, ચંદ્ર-હર્ષલ પ્રતિયુતિ અણધાર્યા ફેરફારો લાવે. ચંદ્ર-મંગળ યુતિ કજિયાખોર, ચંદ્ર-નેપ્ચ્યૂન ત્રિકોણ સ્વપ્નદષ્ટા, સૂર્ય-હર્ષલ પ્રતિયુતિ વિકૃત મનોદશા.
) ખગોળ જ્યોતિષ:ચંદ્ર-સૂર્ય યુતિ, ચંદ્ર-હર્ષલ પ્રતિયુતિ, ચંદ્ર-મંગળ યુતિ, ચંદ્ર-નેપ્ચ્યૂન ત્રિકોણ, સૂર્ય-હર્ષલ પ્રતિયુતિ
ગોચરગ્રહો: સૂર્ય-તુલા, મંગળ-તુલા, બુધ-વૃશ્ર્ચિક, વક્રી ગુરુ-મેષ, શુક્ર-ક્ધયા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર.