આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર શરદૠતુ), શુક્રવાર, તા. ૧૫-૯-૨૦૨૩
જીવંતિકા પૂજન, પારસી ૨જો અર્દીબહેશ્ત માસારંભ.
) ભારતીય દિનાંક ૨૪, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૫
) વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, નિજ શ્રાવણ વદ-૩૦
) જૈન વીર સંવત ૨૫૪૯, માહે નિજ શ્રાવણ, તિથિ વદ-૩૦
) પારસી શહેનશાહી રોજ ૧લો હોરમજદ, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
) પારસી કદમી રોજ ૧લો હોરમજદ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
) પારસી ફસલી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૮મો આવા, સને ૧૩૯૨
) મુુસ્લિમ રોજ ૨૯મો, માહે ૨જો સફર, સને ૧૪૪૫
) મીસરી રોજ ૩૦મો, માહે ૨જો સફર, સને ૧૪૪૫
) નક્ષત્ર :ઉત્તરા ફાલ્ગુની
) ચંદ્ર સિંહમાં સવારે ક. ૧૧-૩૫ સુધી, પછી ક્ધયામાં
) ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ), ક્ધયા (પ, ઠ, ણ)
) સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૭, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૭ સ્ટા.ટા.,
) સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૧, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૧ સ્ટા. ટા.
) મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : બપોરે ક. ૧૨-૧૬, મધ્યરાત્રે ક. ૦૦-૨૭
ઓટ: સાંજે ક. ૧૮-૧૫ મધ્યરાત્રિ પછી ક. ૦૬-૦૯ (તા. ૧૬)
) વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, નિજ શ્રાવણ કૃષ્ણ – અમાવસ્યા. ઈષ્ટિ, જીવંતિકા પૂજન, શિવપૂજન સમાપ્ત, રુદ્રવ્રત, પારસી ૨જો અર્દીબહેશ્ત માસારંભ. બુધ માર્ગી થાય છે.
) શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે. ) મુહૂર્ત વિશેષ: ગંગા-ગોદાવરી -નર્મદા -કાવેરી આદિ તીર્થોમાં સ્નાન,તીર્થ શ્રાદ્ધ -તર્પણ,જપ,તપ,દાનનો મહિમા. બ્રાહ્મણ દ્વારા શિવ રુદ્રાભિષેક, મહાલક્ષ્મી પૂજન, ધ્રૂવ દેવતાનું પૂજન, સૂર્ય પૂજા, અર્યમા પૂજા,સર્વ શાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા,વિનાયક પૂજા, પ્રયાણ મધ્યમ, પીપળાનું પૂજન,પર્વ પૂજા નિમિત્તે નવાં વસ્ત્રો,આભૂષણ,નિત્ય થતાં દુકાન વેપાર દસ્તાવેજનાં કામકાજ મંદિરોમાં પાટ અભિષેક પૂજા.
શ્રાવણ પર્વ મહિમા: શિવલિંગને બ્રહ્માંડનું પ્રતીક માનીને તેના માધ્યમથી શિવ-બ્રહ્માનું પૂજન કરો અને વિનંતી કરો કે જાણ્યે અજાણ્યે જે કાંઈ કર્મ મેં કર્યાં છે મને ક્ષમા બક્ષો. તેથી થયેલા સઘળા દોષોથી મુક્તિ પ્રદાન કરો મારો ઉદ્ધાર કરો, તેથી મોક્ષના ભાગી થઈ મુક્ત થઈ જશો.શિવ પૂજા ફક્ત શ્રાવણ માસ માટેજ નથી પરંતુ જીવન પર્યંત નિત્ય શિવ ભક્તિ પૂજા જાળવી રાખવી સનાતન સત્ય છે. આચમન: ચંદ્ર-સૂર્ય યુતિ સર્વાંગી ઉદય, ચંદ્ર-હર્ષલ ત્રિકોણ સ્વતંત્ર પ્રકૃતિના, ચંદ્ર-નેપ્ચૂન પ્રતિયુતિ અવ્યવહારું.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય યુતિ, શ્રાવણી અમાસ યોગ, ચંદ્ર-હર્ષલ ત્રિકોણ, ચંદ્ર-નેપ્ચૂન પ્રતિયુતિ ) ગ્રહ ગોચર: સૂર્ય-સિંહ, મંગળ-ક્ધયા, માર્ગી બુધ-સિંહ, વક્રી ગુરુ-મેષ, શુક્ર-કર્ક, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર.