આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર હેમંતૠતુ), બુધવાર, તા. ૧-૧૧-૨૦૨૩, સંકષ્ટ ચતુર્થી, કરવા ચોથ
ભારતીય દિનાંક ૧૦, માહે કાર્તિક, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન વદ-૪
જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ વદ-૪
પારસી શહેનશાહી રોજ ૧૮મો રશ્ને, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૮મો રશ્ને, માહે ૪થો તીર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૬મો મેહેર, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧૬મો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૮મો, માહે ૪થો રબીઉલ આખર સને ૧૪૪૫
નક્ષત્ર મૃગશીર્ષ મધ્યરાત્રિ પછી ક. ૨૮-૩૫ સુધી (તા. ૨), પછી આર્દ્રા.
ચંદ્ર વૃષભમાં સાંજે ક. ૧૬-૧૧ સુધી, પછી મિથુનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃષભ (બ, વ, ઉ), મિથુન (ક, છ, ઘ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૯, અમદાવાદ ક. ૦૬ મિ. ૪૬ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૪, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૧ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : બપોરે ક. ૧૩-૩૯, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૪૦ (તા. ૨)
ઓટ: સવારે ક. ૦૭-૫૧, રાત્રે ક. ૧૯-૩૭
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, આશ્ર્વિન કૃષ્ણ-ચતુર્થી. સંકષ્ટ ચતુર્થી, ચંદ્રોદય રાત્રે ક. ૨૦-૫૭, કરક ચતુર્થી, કરવા ચોથ, દાશરથી ચતુર્થી, હરિયાણા-પંજાબ દિન. સૂર્ય મહાનક્ષત્ર સ્વાતિ, વાહન અશ્ર્વ.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: શ્રી ગણેશ ચતુર્થી ઉપવાસ શ્રી ગણેશ અથર્વશીર્ષમ્ હવન, ચંદ્ર-બુધ ગ્રહદેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજન, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, તુલસીપૂજા, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, શ્રી સુક્ત પુરુસુક્ત અભિષેક પર્વ નિમિત્તે નવા વાસણ, વસ્ત્ર, આભૂષણ વાપરવા, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ પૂજા, નિત્ય થતાં દુકાન-વેપાર, દસ્તાવેજ, ખેતીવાડીના કામકાજ, બી વાવવું, ખેરનું વૃક્ષ વાવવું.
સંક્ષિપ્ત ગ્રહ દર્શન: ગ્રહના ઉદય અસ્ત: ચંદ્ર ઉદય: ક. ૨૦-૫૯, ચંદ્ર અસ્ત: ક. ૦૯-૫૭, બુધ ઉદય: ક. ૦૭-૧૦, બુધ અસ્ત: ક. ૧૮-૨૪, શુક્ર ઉદય: ક. ૦૩-૨૩, અસ્ત: ક. ૧૫-૩૪, મંગળ ઉદય: ક. ૦૭-૦૪, અસ્ત: ક. ૧૮-૦૯, ગુરુ ઉદય: ક. ૧૮-૧૪, અસ્ત: ક. ૦૬-૫૫, શનિ ઉદય: ક. ૧૪-૩૦, અસ્ત: ક. ૦૧-૫૨, (તા. ૧લીએ સૂર્યોદયના સમયે તુલા રાશિ લગ્ન ઉદિત થાય છે. સૂર્યાસ્તના સમયે મેષ રાશિ લગ્ન ઉદિત થાય છે.)
આચમન: ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ અવ્યવહારુ સ્વભાવ, ચંદ્ર-નેપ્ચૂન ચતુષ્કોણ નાણવ્યવહારમાં સાવધાની રાખવી, ચંદ્ર-શનિ ત્રિકોણ કર્મઠ સ્વભાવ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ, ચંદ્ર-નેપ્ચૂન ચતુષ્કોણ, ચંદ્ર-શનિ ત્રિકોણ (તા. ૨)
ગ્રહ ગોચર: સૂર્ય-તુલા, મંગળ-તુલા, બુધ-તુલા, વક્રી ગુરુ-મેષ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચૂન-મીન, માર્ગી પ્લુટો-મકર.