પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર હેમંતૠતુ), શનિવાર, તા. ૨૮-૧૦-૨૦૨૩,
વ્રતની પૂનમ, શરદ પૂર્ણિમા, કોજાગરી પૂર્ણિમા,
- ભારતીય દિનાંક ૬, માહે કાર્તિક, શકે ૧૯૪૫
- વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન સુદ-૧૫
- જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૧૫
- પારસી શહેનશાહી રોજ ૧૪મો ગોશ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
- પારસી કદમી રોજ ૧૪મો ગોશ, માહે ૪થો તીર, સને ૧૩૯૩
- પારસી ફસલી રોજ ૧૨મો મોહોર, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
- મુુસ્લિમ રોજ ૧૨મો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
- મીસરી રોજ ૧૪મો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
- નક્ષત્ર રેવતી સવારે ક. ૦૭-૩૦ સુધી, પછી અશ્ર્વિની મધ્યરાત્રિ પછી ક. ૨૯-૫૩ સુધી (તા. ૨૯મી).
- ચંદ્ર મીનમાં સવારે ક. ૦૭-૩૦ સુધી, પછી મેષમાં
- ચંદ્ર રાશિ નામાક્ષર: મીન (દ, ચ, ઝ, થ), મેષ (અ, લ, ઈ)
- સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૮, અમદાવાદ ક. ૦૬ મિ. ૪૩ સ્ટા.ટા.,
- સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૬, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૩ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ - ભરતી : સવારે ક. ૧૧-૦૯, રાત્રે ક. ૨૩-૫૫
- ઓટ: સાંજે ક. ૧૭-૨૩, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૪૬ (તા. ૨૯)
- વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, આશ્ર્વિન શુક્લ – પૂર્ણિમા. વ્રતની પૂનમ, શરદ પૂર્ણિમા, કોજાગરી પૂર્ણિમા, અગ્રહાયણ નવાન્ન પૂર્ણિમા, કુલધર્મ, અન્વાધાન, જયેષ્ઠાપત્ય નિરાજન, વાલ્મીકિ જયંતી, ડાકોરનો મેળો, કાર્તિક સ્નાનારંભ, અન્નાભિષેક (દક્ષિણ ભારત), લક્ષ્મી વ ઈન્દ્ર પૂજન અને કુમાર પૂર્ણિમા (ઓરિસ્સા), ખંડગ્રાસ ચંદ્રગ્રહણ (ભારતમાં દેખાશે.), પંચક સમાપ્તિ સવારે ક. ૦૭-૩૦, ભદ્રા સમાપ્તિ બપોરે ક. ૧૫-૦૨, સૂર્ય મહાનક્ષત્ર સ્વાતિ, વાહન અશ્ર્વ.
- શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
- મુહૂર્ત વિશેષ: પુષાદેવતાનું પૂજન, ચંદ્ર-રાહુ-બુધ-શનિ ગ્રહદેવતાનું પૂજન, કુળદેવી તીર્થદર્શન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક, નિત્ય થતાં નોકરી દુકાન-વેપારના કામકાજ. ગ્રહણ વેધ તથા પર્વ કાળમાં હનુમાન ચાલીસા, સુંદરકાંડ પાઠ વાંચન.
- ખંડગ્રાસ ચંદ્રગ્રહણ: મેષ રાશિ, અશ્ર્વિની નક્ષત્રમાં થાય છે. ગ્રહણ સ્પર્શ: ક. ૨૩-૩૧, ગ્રહણ મધ્ય:૨૫-૪૪, ગ્રહણ મોક્ષ: ક. ૨૭-૫૬.
- ગ્રહણ વેધ બપોરે ક. ૧૪-૩૧થી પ્રારંભાય છે. ગ્રહણના નિયમ પાલન ગ્રહણ મોક્ષ ક. ૨૭-૫૬ સુધી પાળવા. ગ્રહણનો સંપૂર્ણ કાળ ૪ કલાક ૨૫ મિનિટ સુધીનો છે. ગ્રહણ સંપૂર્ણપણે પાળવાનું રહે છે.
- આ ગ્રહણ સમગ્ર ભારત, એશિયા, ઓસ્ટ્રેલિયા, પૂર્વ અમેરિકા, નોર્થ અમેરિકા, પેસિફિક એટલાન્ટિક, હિન્દ મહાસાગર, આર્કટિક અને એન્ટાર્કટિકા, સાઉથ આફ્રિકા, નાઈજિરિયા, થાઈલેન્ડ, ચીન, મ્યાનમાર (બ્ર્ાહ્મદેશ), જાપાન, પોર્ટુગલ, હંગેરી, ઈજિપ્ત, તુર્કી, ઈન્ડોનેશિયા, ગ્રીસ, ઈટાલી, ફ્રાન્સ, સ્પેન, યુરોપ, ઇંગ્લેન્ડ, બેલ્જિયમમાં દેખાશે. એટલે કે આ ગ્રહણ વિશ્ર્વના મહત્તમ ખંડોમાં દેખાવાનું હોઈ ગ્રહણની અસર આ સ્થળો ઉપર જોવા મળશે. ગ્રહણનું રાશિ પરત્વેનું ફળ:
- વૃશ્ર્ચિક, કુંભ, મિથુન, કર્ક: શુભ, સિંહ, તુલા, ધનુ, મીન: મિશ્ર, મેષ, મકર, ક્ધયા, વૃષભ: અશુભ
- ગ્રહણ ખગોળ પર્વ પુરાણકાળથી જનસમુદાયમાં જ્યોતિષ ફળ,ધાર્મિક, ખગોળ વિજ્ઞાન સ્વરૂપે અત્યંત મહિમા ધરાવે છે. ચંદ્ર મનનો કારક છે. રાશિમંડળમાં પ્રથમ રાશિ મેષ અને અશ્ર્વિની નક્ષત્રમાં થતું હોઈ વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે. આથી ઉપર દર્શાવેલ શુભ મિશ્ર અશુભ ફળ છતાંય મેષાદિ રાશિની વ્યક્તિઓ માટે ગ્રહણ પાળવાનું મહત્ત્વ રહેલું છે. ગ્રહણ પુણ્યકાળ પ્રારંભાય (ક. ૨૩-૩૧ પહેલા) ત્યારે દેહશુદ્ધિ સ્નાન કરવું. ગંગા, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુ, પ્રભાસ પાટણ આદિ સંગમ તીર્થમાં સ્નાન અથવા પોતાને ઘરે નદી તીર્થોનું સ્મરણ કરી સ્નાન કરવું. ગ્રહણ પર્વકાળમાં તર્પણ શ્રાદ્ધ, જાપ, હોમ, મંત્રસિદ્ધિ, અભિષેક ઈત્યાદિ કરવા. ગ્રહણ મોક્ષ એટલે કે ગ્રહણ છૂટે ત્યારે રાત્રે ક. ૨૭-૫૬ વસ્ર, અન્ન આદિ દાન દેવા.
- ગ્રહણ ફળ: તૈયાર વસ્રો, પશુ, ઊન તથા ઊનનાં વસ્રો, કામળો, શાલ, ઘી, તેલ, ગોળ, મસૂર, સરસવ, ઘઉં, રાળ, જવ, પ્રાદેશિક ઔષધિઓ, ગુંદર, તાંબું, સોનું, સરસવ, લાલ ચંદન, લોખંડ, મશીનરી વગેરેના ભાવમાં વધારો થશે. શેરબજારમાં તેજી આવે. પૂર્ણિમા તિથિના અભ્યાસ અનુસાર રૂ, ચાંદીમાં તેજી આવશે. એક અપવાદ અનુસાર રૂમાં તેજી થઈ મંદી થઈ શકે છે. તથા તેલ, ખાંડ, ગોળ રસાદિ પદાર્થમાં,અનાજમાં મંદી આવી શકે તેમ છે.
- અશ્ર્વિન માસના ચંદ્રદર્શનના અભ્યાસ અનુસાર આ માસમાં સોનું-ચાંદી, રૂ, સૂતર, કપાસ, વસ્ત્રો, રંગ પેઈન્ટ, તલ, તેલ, સરસવ, ઈત્યાદિમાં તેજી રહેશે. ચાંદીમાં ઘટવધ થાય. અનાજમાં તેજી આવે, પરંતુ ઘઉં, જવ, ચણામાં મંદી જણાય છે. ગ્રહણની અસર એકંદરે વેપારમાં, બજારમાં તેજીની રહેશે. બે માસમાં રસાદિ પદાર્થમાં મંદી આવી શકે તેમ છે. શેરબજારમાં એકંદરે તેજી રહેશે. બાંધકામ ક્ષેત્રે તેજી આવે, જમીન, મકાનના ભાવમાં ઉછાળો આવે. વિશ્ર્વનું રાજકારણ વધુ ગૂંચવણભર્યું નિર્માણ થાય. ભારત દેશની વર્તમાન સરકારની વિદેશનીતિ યશસ્વી પુરવાર થશે. યુદ્ધના દિવસો સમાપ્ત કરવા માટે ભારત સરકાર યશ મેળવશે. આરોગ્ય ક્ષેત્રે પ્રજા માટે સરકાર નવી ઉપયોગી યોજનાઓ લાવશે. આગામી વર્ષનો વરસાદ અને અર્થતંત્ર ઉદ્યોગ, રસાયણ ઉદ્યોગ, ધાતુ ઉદ્યોગ,આઈટી, રિન્યુએબલ એનર્જી, વિદ્યુત ઉત્પાદન, આધુનિક વાહનો, સૌર ઊર્જા, ઈન્ફ્રાસ્ટ્રકચર, રસ્તાઓના બાંધકામ ઈત્યાદિ ક્ષેત્રે આગામી વર્ષ યશસ્વી પુરવાર થશે. જન્મકુંડળીમાં ચંદ્રના મંગળ-શનિ રાહુ-સૂર્ય સાથેના અશુભ યોગો, ચંદ્ર નિર્બળ હોય તે જાતકોએ ગ્રહણ નિયમ પાળવા તથા ઈષ્ટ દેવની સાધના, મંત્રસાધના લાભદાયી પુરવાર થશે.
- આચમન: ચંદ્ર-રાહુ યુતિ વિચારો ફર્યા કરે, મંગળ-ગુરુ પ્રતિયુતિ વધારે પડતા ઉત્સાહી, ચંદ્ર-સૂર્ય પ્રતિયુતિ આંખોની કાળજી લેવી.
- ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ યુતિ, મંગળ-ગુરુ પ્રતિયુતિ, ચંદ્ર-સૂર્ય પ્રતિયુતિ (તા. ૨૯) આશ્ર્વિન પૂર્ણિમા યોગ.
- ગ્રહ ગોચર: સૂર્ય-તુલા, મંગળ-તુલા, બુધ-તુલા, વક્રી ગુરુ-મેષ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચૂન-મીન, માર્ગી પ્લુટો-મકર.