આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌરશરદૠતુ), ગુરુવાર, તા. ૧૪-૯-૨૦૨૩
બૃહસ્પતિ પૂજન, પીઠોરી અમાવસ્યા, દર્શ અમાવસ્યા.
ભારતીય દિનાંક ૨૩, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, નિજ શ્રાવણ વદ-૩૦
જૈન વીર સંવત ૨૫૪૯, માહે નિજ શ્રાવણ, તિથિ વદ-૩૦
પારસી શહેનશાહી રોજ ૩૦મો અનેરાન, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૩૦મો અનેરાન, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૨૪મો દીન, માહે ૮મો આવા, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨૮મો, માહે ૨જો સફર, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૯મો, માહે ૨જો સફર, સને ૧૪૪૫
નક્ષત્ર પૂર્વાફાલ્ગુની મધ્યરાત્રિ પછી ક. ૨૮-૫૩ (તા. ૧૫મી) પછી ઉત્તરા ફાલ્ગુની.
ચંદ્ર સિંહમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૭, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૭ સ્ટા. ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૧, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૩ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સવારે ક. ૧૧-૫૨, રાત્રે ક. ૨૩-૫૬
ઓટ: સાંજે ક. ૧૭-૪૮, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૪૩ (તા. ૧૫)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, નિજ શ્રાવણ કૃષ્ણ – અમાવસ્યા. બૃહસ્પતિ પૂજન, પીઠોરી અમાવસ્યા, દર્શ અમાવસ્યા, વૃષભ પૂજન, માતૃકા દિન, દર્ભાહરણ, અમાવસ્યા વૃદ્ધિતિથિ છે. અન્વાધાન.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: મહારાષ્ટ્રમાં પીઠોરી અમાસના ઉત્સવની ઉજવણી ખેડૂતો, પશુ પાલકોમાં મહિમા ધરાવે છે. આજરોજ બળદ પૂજનનો મહિમા છે. તીર્થ યાત્રા, નાશિક-ત્ર્યંબકેશ્ર્વર -હરિદ્વાર -રિષિકેશ-પ્રયાગ, સંગમ ઇત્યાદિમાં સ્નાનનો મહિમા. ખાખરાના વૃક્ષનું પૂજન.
શ્રાવણ પર્વ મહિમા: બૃહસ્પતિ પૂજન, શ્રી દત્તમંદિર તીર્થ, સ્વામિ સમર્થ આદિ-ગુરુ મંદિર યાત્રાનો મહિમા છે. મંત્રનો સાર એ છે કે મહાદેવ સદાચારતા, સમર્થતા અને સંરક્ષક શક્તિનો પ્રત્યક્ષ બોધ પ્રદાતા છે, જેમ કાકડી વેલમાંથી જાતે જ અલગ થઈ લચી પડે છે એમ જ વિના કોઈપણ કષ્ટ મારું મૃત્યુ થાય. મૃત્યુ તો વિધાતાએ કર્મ પ્રારબ્ધ અનુસાર નિશ્ર્ચિત કરેલું જ હોય છે, પણ જીવનકાળમાં જાણ્યે અજાણ્યે પણે કરેલાં કર્મ વ્યાધિરૂપે ભોગવવાં જ પડે છે તેનું શું? આને દૃષ્ટિ સમક્ષ રાખીને નિમ્નદર્શિત મંત્ર રચ્યો છે.
ત્ર્યંબકં યજામહે જ્ઞાતાજ્ઞાત યત્ કિંચિત્ કર્મ કૃતેન મયા ક્ષમસ્વમામ્ ક્ષમસ્વમામ્ તત્ સર્વાત મુક્તિ પ્રદો ભવ મામુદ્ધારયોદ્ધારયા ॥ ત્ર્યંબકં મહાદેવ
શિવ કલ્યાણકારી છે. જીવ-શરીર-આત્માના આશ્રય દાતા શીવ છે.
આચમન: ચંદ્ર-ગુરુ ત્રિકોણ સુખી લગ્ન જીવન. ખગોળ જ્યોતિષ: ચંદ્ર-ગુરુ ત્રિકોણ. સૂર્ય ઉત્તરા ફાલ્ગુનીમાં.
ગ્રહ ગોચર: સૂર્ય-સિંહ, મંગળ-ક્ધયા, વક્રી બુધ-સિંહ, વક્રી ગુરુ-મેષ, શુક્ર-કર્ક, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.