આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર શરદૠતુ/ હેમંતૠતુ),
સોમવાર, તા. ૨૩-૧૦-૨૦૨૩, મહાનવમી, નવરાત્રોત્થાપન પારણા, બુદ્ધ જયંતી
) ભારતીય દિનાંક ૧, માહે કાર્તિક, શકે ૧૯૪૫
) વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન સુદ-૯
) જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૯
) પારસી શહેનશાહી રોજ ૯મો આદર, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
) પારસી કદમી રોજ ૯મો આદર, માહે ૪થો તીર, સને ૧૩૯૩
) પારસી ફસલી રોજ ૭મો અમરદાદ, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
) મુુસ્લિમ રોજ ૭મો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
) મીસરી રોજ ૯મો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
) નક્ષત્ર શ્રવણ સાંજે ક. ૧૭-૧૩ સુધી, પછી ઘનિષ્ઠા.
) ચંદ્ર મકરમાં મધ્યરાત્રિ પછી ક. ૨૮-૨૨ સુધી (તા. ૨૪મી), પછી કુંભમાં
) ચંદ્ર રાશિ નામાક્ષર: મકર (ખ, જ), કુંભ (ગ, સ, શ, ષ)
) સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૬, અમદાવાદ ક. ૦૬ મિ. ૪૧ સ્ટા.ટા.,
) સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૧૦, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૭ સ્ટા. ટા.
) મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ ભરતી : સવારે ક. ૦૬-૩૯, રાત્રે ક. ૧૯-૦૩, ઓટ: બપોરે ક. ૧૩-૨૪, રાત્રે ક. ૦૧-૦૮
) વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, આશ્ર્વિન શુક્લ – નવમી. શ્રી હરિ જયંતી, મહાનવમી, નવરાત્રોત્થાપન પારણા, મન્વાદિ, બુદ્ધ જયંતી, ત્રિવેન્દ્રમ આર્ટ (કેરાલા), ભારતીય કાર્તિક માસારંભ, . સૂર્ય સાયન વૃશ્ર્ચિકમાં રાત્રે ક. ૨૧-૫૨. સૌર હેમંતૠતુ પ્રારંભ, પંચક પ્રારંભ મધ્યરાત્રિ પછી ક. ૨૮-૨૨. સૂર્ય મહાનક્ષત્ર ચિત્રા, વાહન ઉંદર. શુભાશુભ દિનશુદ્ધિ: સાંસારિક શુભ કાર્ય વર્જ્ય છે. મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ-લક્ષ્મી પુજા, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન. શ્રી સુક્ત, પુરુષસુક્ત, શ્રી ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક. સપ્તસતી પાઠ વાંચન,મંદિરમાં પાટ-અભિષેક પૂજા, ધજા, કળશ, પતાકા ચઢાવવી, સિદ્ધિયોગ સૂર્યોદયથી સાંજે ક. ૧૭-૧૫, ચંદ્ર ગ્રહદેવતાનું પૂજન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, , નિત્ય થતાં દુકાન – વેપારના કામકાજ, વૃક્ષ વાવવા, બગીચાના કામકાજ નવરાત્રિ પર્વ નિમિત્તે બાળકને પ્રથમ દેવદર્શન, નિત્ય થતાં ખેતીવાડીના કામકાજ ) નવરાત્રિ મહિમા: દેવીનાં નવમાં સિદ્ધિદાત્રી સ્વરૂપની પૂજાનો મહિમા છે. દેવીને કમળ અર્પણ કરવું. માતાજીના ગરબા રમવાનો ઉત્સાહ ભક્તજનોમાં કાયમીરૂપે જોવામાં આવે છે. માના ગરબાનું સ્થાપન, ઉપવાસ, ગરબીની હેલીનો સુંદર પ્રસંગ માના ભક્તોમાં ઘરે ઘરે જોવા મળે છે. માની ભક્તિની ભાવના મહિલાઓમાં વિશેષ જોવા મળે છે. આજ રોજ નવરાત્રિ પર્વનું સમાપન થાય છે. )આચમન: ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ ઉડાઉપણું, ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ ઓચિંતા ફેરફારો આવે.) ખગોળ જ્યોતિષ: ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ, ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ (તા. ૨૪)
) ગ્રહ ગોચર: સૂર્ય-તુલા, મંગળ-તુલા, બુધ-તુલા, વક્રી ગુરુ-મેષ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર.