આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
સૌર હેમંતૠતુ પ્રારંભ, શનિવાર, તા. ૨-૧૧-૨૦૨૪
વિક્રમ સંવત ૨૦૮૧ નૂતન વર્ષ ‘અનલ’ નામ સંવત્સર , મહાવીર જૈન સંવત ૨૫૫૧ પ્રારંભ
ભારતીય દિનાંક ૧૧, માહે કાર્તિક, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૧, શા. શકે ૧૯૪૬, કાર્તિક સુદ -૧
જૈન વીર સંવત ૨૫૫૧, માહે કાર્તિક, તિથિ સુદ-૧
પારસી શહેનશાહી રોજ ૨૦મો બહેરામ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૨૦મો બહેરામ, માહે ૪થો તીર,
સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૧૬મો મેહેર, માહે ૮મો આવાં,
સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૯મો, માહે ૪થો રબી ઉલ આખર,
સને ૧૪૪૬
મીસરી રોજ ૧લો, માહે ૫મો જમાદીલ અવ્વલ,
સને ૧૪૪૬
નક્ષત્ર વિશાખા મધ્યરાત્રિ પછી ક. ૨૯-૫૭ સુધી
(તા. ૩જી), પછી અનુરાધા.
ચંદ્ર તુલામાં રાત્રે ક. ૨૩-૨૨ સુધી, પછી વૃશ્ર્ચિકમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત), વૃશ્ર્ચિક (ન, ય)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૦, અમદાવાદ ક. ૦૬ મિ. ૪૬ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૩”, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૦, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરે ક. ૧૨-૦૦, મધ્યરાત્રેે ક. ૦૦-૪૪, ઓટ: સાંજે ક. ૧૭-૫૯,મધ્યરાત્રિ પછી ક.૬-૩૭(તા.૩)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૧, ‘અનલ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, કાર્તિક શુક્લ – પ્રતિપદા. વિક્રમ સંવત ૨૦૮૧ નૂતન વર્ષ ‘અનલ’ નામ સંવત્સર પ્રારંભ, અભ્યંગ સ્નાન, ગોવર્ધન પૂજા, અન્નકૂટ, બલિપ્રતિપદા, મહાવીર જૈન સંવત ૨૫૫૧ પ્રારંભ, વિંછુડો પ્રારંભ ક. ૨૩-૨૨.શુભાશુભ દિનશુદ્ધિ: મુહૂર્તરાજ શ્રેષ્ઠ પર્વ દિન
મુહૂર્ત વિશેષ: ઇન્દ્રાગ્ની પૂજન, નવાં વસ્ત્રો, આભૂષણ,ધાન્ય ઘરે લાવવું.પશુ લે-વેચ,શ્રી વિષ્ણુ -લક્ષ્મી પૂજા.કુલાચાર પ્રમાણે નૂતન વર્ષનાં પડવાનાં પવિત્ર પર્વમાં મિતિ નાખી કાંટો બાંધી ,નવા વર્ષનાં વેપારનો પ્રારંભ કરવો.મુહૂર્ત સમય આ પ્રમાણે છે.(૧) સવારે ક.૮-૦૬ થી ૯.૩૧(શુભ)(૨)બપોરે ક.૧૨-૨૨ થી ક.૧૩.૪૭ (ચલ)(૩)બપોરે ૧૩.૪૭ થી ક.૧૫.૧૩(લાભ)(૪)બપોરે ક.૧૫.૧૩ થી સાંજે ક.૧૬.૩૮(અમૃત)
નવું વર્ષ: સ્વજનોને, મિત્રોને, પ્રિયજનને નવા વર્ષની શુભેચ્છા પાઠવવી. સવારે પ્રાત: કર્મ, ઈશ્ર્વરનું નામ, જાપ, નિત્ય પરિવારની દેવપૂજા ,મંદિર ઉપાશ્રય દેવદર્શન કરવા. જૂનાં વિસારાયેલ સંબંધોને પુન: સ્થાપિત -જીવિત કરવા. પરસ્પર અણગમો દૂર કરવો. નવા વર્ષની ડાયરી ખરીદી, પૂજન, કરી રોજનીશી લખવાની પ્રારંભવી.નવું વર્ષ ,નવું જીવન,નવી તકો,નવા સમયનો પૂર્ણ ઉપયોગ કરવો,સમયની કિંમત સમજવી,નિર્ણયોમાં શ્રદ્ધા દાખવી. ઇશ્ર્વરની સાક્ષીએ લક્ષ્ય ઉપર ચાલવું.આચમન: બુધ-મંગળ ત્રિકોણ સમજદાર, ચંદ્ર-હર્ષલ પ્રતિયુતિ અસ્થિર મનના.
ખગોળ જ્યોતિષ: બુધ-મંગળ ત્રિકોણ, ચંદ્ર-હર્ષલ પ્રતિયુતિ (તા. ૩)
ગ્રહગોચર: સૂર્ય-તુલા, મંગળ-કર્ક, બુધ-વૃશ્ર્ચિક, વક્રી ગુરુ-વૃષભ, શુક્ર-વૃશ્ર્ચિક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર.
(સૌર હેમંતૠતુ પ્રારંભ), રવિવાર, તા. ૩-૧૧-૨૦૨૪ ભાઈબીજ, ચંદ્રદર્શન,
ભારતીય દિનાંક ૧૨, માહે કાર્તિક, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૧, શા. શકે ૧૯૪૬, કાર્તિક સુદ -૨
જૈન વીર સંવત ૨૫૫૧, માહે કાર્તિક, તિથિ સુદ-૨
પારસી શહેનશાહી રોજ ૨૧મો રામ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૨૧મો રામ, માહે ૪થો તીર, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૧૭મો સરોશ, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૩૦મો, માહે ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૬
મીસરી રોજ ૨જો, માહે ૫મો જમાદીલ અવ્વલ, સને ૧૪૪૬
નક્ષત્ર :અનુરાધા. ચંદ્ર :વૃશ્ર્ચિકમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃશ્ર્ચિક (ન, ય)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૧ અમદાવાદ ક. ૦૬ મિ. ૪૭, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૩, અમદાવાદ ક. ૧૮ મિ. ૫૯, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરેે ક. ૧૨-૩૧, મધ્યરાત્રિ પછી. ક. ૦૧-૧૭
ઓટ: સાંજે ક. ૦૬-૩૭, સાંજે ક.૧૮-૨૮
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૧, ‘અનલ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, કાર્તિક શુક્લ – દ્વિતીયા. ભાઈબીજ, યમદ્વિતીયા, ચંદ્રદર્શન, વિંછુડો
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ
મુહૂર્ત વિશેષ:શ્રી વિષ્ણુ -લક્ષ્મી પૂજા, ભગવાન સૂર્યનારાયણ દેવતાનું પૂજન,ગાયત્રી માતાનું પૂજન,જાપ,હવન શનિ દેવતાનું પૂજન,અગ્નિદેવતાનું પૂજન,અગાઉ વાસ્તુ પૂજા થયેલ ઘરમાં રહેવા જવું.પરદેશ ગમનનું પસ્તાનું,મુંડન કરાવવું નહીં, પ્રયાણ શુભ, નવા વસ્ત્રો, આભૂષણ, નવાં વાસણ,વાહન,યંત્ર,દસ્તાવેજ,પશ ુલેવડ, સ્થાવર લેવડ દેવડનાં નિત્ય થતાં કામકાજ, ધાન્ય ભરવું, બી વાવવું, શાંતિ પૌષ્ટિક,સર્વશાંતિ પૂજા,નાગ કેસરનાં ઔષધીય પ્રયોગો.
આચમન: ચંદ્ર નેપ્ચૂન ત્રિકોણ ભાવના પ્રધાન,ચંદ્ર મંગળ ત્રિકોણ મહેનતુ ,ચંદ્ર બુધ યુતિ તીવ્ર બુદ્ધિ પ્રતિભા,શુક્ર ગુરુ પ્રતિ યુતિ ઘમંડી
ખગોળ જ્યોતિષ:ચંદ્ર નેપ્ચૂન ત્રિકોણ,ચંદ્ર મંગળ ત્રિકોણ,ચંદ્ર બુધ યુતિ,શુક્ર ગુરુ પ્રતિ યુતિ.
ગ્રહગોચર: સૂર્ય-તુલા, મંગળ-કર્ક, બુધ-વૃશ્ર્ચિક, વક્રી ગુરુ-વૃષભ, શુક્ર-વૃશ્ર્ચિક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, માર્ગી પ્લુટો-મકર.