આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(સૌરહેમંતૠતુ પ્રારંભ), બુધવાર, તા. ૩૦-૧૦-૨૦૨૪ કાળી ચૌદસ, શિવરાત્રિ
ભારતીય દિનાંક ૮, માહે કાર્તિક, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન વદ -૧૩
જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ વદ-૧૩
પારસી શહેનશાહી રોજ ૧૭મો સરોશ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૧૭મો સરોશ, માહે ૪થો તીર, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૧૩મો તીર, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૬મો, માહે ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૬
મીસરી રોજ ૨૭મો, માહે ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૬
નક્ષત્ર હસ્ત રાત્રે ક. ૨૧-૪૨ સુધી, પછી ચિત્રા.
ચંદ્ર: ક્ધયામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ક્ધયા (પ, ઠ, ણ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૩૯, અમદાવાદ ક. ૦૬ મિ. ૪૪ સ્ટા. ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૫, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૨ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : સવારે ક. ૧૦-૩૭, રાત્રે ક. ૨૩-૧૪
ઓટ: સાંજે ક. ૧૬-૪૨, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૫૯ (તા. ૩૧)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, આશ્ર્વિન કૃષ્ણ – ત્રયોદશી. કાળી ચૌદસ, શિવરાત્રિ, ઉલ્કા દર્શન, વિષ્ટિ ક. ૧૩-૧૬થી ૨૬-૩૬.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: શિવરાત્રિ, દિપદાન, ઈષ્ટ દેવતાનું પૂજન, મંત્રજાપ, અનુષ્ઠાન, મહાકાલી માતાની – હનુમાનજીની પૂજા, પીપળાનું પૂજન. ચંદ્ર-બુધ ગ્રહ દેવતાનું પૂજન, નવા વસ્રો, આભૂષણ, મહેંદી, વિદ્યારંભ, હજામત, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ પૂજા, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા.
કાળી ચૌદસ મહિમા: નવરાત્રી, દીપાવલી જેવા પર્વોની ઉજવણીમાં ધર્મના પાલનનો મર્મ રહેલો છે. ધર્મમાં અગમ્યને ગમ્ય અને અમંગળને મંગળ બનાવવાની શક્તિ છે. આમ અમંગળને મંગળ બનાવે ધર્મ .દિવાળનો પ્રકાશ લાવે તે કાળી ચૌદશ. કાળી ચૌદશમાં ચૌમુખ દીવો પ્રગટાવવાનો મહિમા છે.એ દિવસે પ્રગટાવેલા ચૌમુખ દીવાનાં તેજકિરણો દૂર દૂર સુધી પ્રસરતાં રહે છે. સાજે ઘરમાંથી કકળાટ કાઢવાની પર્વની પવિત્ર પરંપરા છે. શક્તિ ઉપાસકો આજરોજ પોતાના કુલદેવી, માં અંબાની આરાધના કરે છે. શિવ ઉપસકો શિવ રુદ્રાભિષેક, જપ અનુષ્ઠાન, મંત્ર યંત્ર સાધના કરે છે.
આચમન: ચંદ્ર-શુક્ર અર્ધત્રિકોણ લોકપ્રિય, બુધ-હર્ષલ પ્રતિયુતિ કટાક્ષપ્રિય, ચંદ્ર-ગુરુ ત્રિકોણ આવકારદાયક સ્વભાવ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શુક્ર અર્ધત્રિકોણ, બુધ-હર્ષલ પ્રતિયુતિ (તા. ૩૧), ચંદ્ર-ગુરુ ત્રિકોણ (તા. ૩૧),
ગ્રહગોચર: સૂર્ય-તુલા, મંગળ-કર્ક, બુધ-વૃશ્ર્ચિક, વક્રી ગુરુ-વૃષભ, શુક્ર-વૃશ્ર્ચિક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, માર્ગી પ્લુટો-મકર.