આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(સૌરહેમંતૠતુ પ્રારંભ), મંગળવાર, તા. ૨૯-૧૦-૨૦૨૪, ધનતેરસ, ધન્વંતરિ જયંતી
ભારતીય દિનાંક ૭, માહે કાર્તિક, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન વદ -૧૨
જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ વદ-૧૨
પારસી શહેનશાહી રોજ ૧૬મો મેહેર,માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૧૬મો મેહેર, માહે ૪થો તીર, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૧૨મો મોહોર, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૫મો, માહે ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૬
મીસરી રોજ ૨૬મો, માહે ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૬
નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની સાંજે ક. ૧૮-૩૩ સુધી, પછી હસ્ત.
ચંદ્ર ક્ધયામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ક્ધયા (પ, ઠ, ણ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૩૮, અમદાવાદ ક. ૦૬ મિ. ૪૪, સ્ટા. ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૫, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૩ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : સવારે ક. ૧૦-૦૫, રાત્રે ક. ૨૨-૪૬
ઓટ: સાંજે ક. ૧૬-૧૭, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૨૬ (તા. ૩૦)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, આશ્ર્વિન કૃષ્ણ – દ્વાદશી. ધનતેરસ, ધન્વંતરિ જયંતી, યમદીપ દાન, ગુરુ દ્વાદશી. ભૌમ પ્રદોષ, બુધ વૃશ્ર્ચિકમાં ક. ૨૦-૩૯.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: બાળકનું નામકરણ, દેવદર્શન, અન્નપ્રાશન, રાજ્યાભિષેક, સ્થિર કાર્યો, ધ્રુવદેવતાનું પૂજન, અર્યંમા પૂજન, પીપળાનું પૂજન, પ્રયાણ મધ્યમ, મુંડન કરાવવું નહીં, દુકાન-વેપાર, આભૂષણ, નોકરી, દસ્તાવેજ, નવા વસ્રો, મંદિરોમાં પાટ-અભિષેક પૂજા, બગીચો બનાવવો, ધજા-કળશ પતાકા ચઢાવવી, રોપા વાવવા, બી વાવવું, ધાન્ય ભરવું, નવી તિજોરીની સ્થાપના, સૂર્ય-શિવ, મહાલક્ષ્મી પૂજન, ધનતેરસ મહિમા: પ્રદોષકાળ વ્યાપિની તેરસ હોવાથી આજ રોજ ધનપૂજન કરવું. ધન્વંતરી ભગવાનનું પૂજન, સુવર્ણ – રજત સિક્કા, આભૂષણ – રત્નો આદિ ધનનું પૂજન કરવું. શ્રી યંત્ર – લક્ષ્મીયંત્ર, સ્વ. હરિહર પંડિત મહેસાણાવાળા સંશોધિત રિદ્ધિ સિદ્ધિ દાયક શ્રી ગણેશયંત્ર આદિની સ્થાપના પૂજા, ઈષ્ટદેવના મંત્રાદિ અનુષ્ઠાનનું માહાત્મ્ય છે. મુહૂર્ત સમય આ પ્રમાણે છે: (૧) સવારે ક. ૦૯-૩૦ થી ક. ૧૦-૫૬ (ચલ), (૨) સવારેે ક. ૧૦-૫૬ થી બપોરે ક. ૧૨-૨૨ (લાભ), (૩) બપોરે ક. ૧૨-૨૨ થી ક. ૧૩-૪૮ (અમૃત), (૪) બપોરે ક. ૧૫-૧૪ થી સાંજે ક. ૧૬-૪૦ (શુભ), (૫) રાત્રે ક. ૧૯-૪૦ થી ક. ૨૧-૧૪ (લાભ), (૬) રાત્રે ક. ૨૨-૪૮ થી મધ્યરાત્રે ક.૦૦-૨૨ (શુભ), (૭) મધ્યરાત્રિ પછી ક. ૦૦-૨૨ થી ક.૦૧-૫૬ (તા.૩૦) (અમૃત), (૯) મધ્યરાત્રિ પછી ક. ૦૧-૫૬ થી ક. ૦૩-૨૦ (તા.૩૦) (ચલ), ધનતેરસ પર્વના સ્થિર લગ્નો: (૧) સવારે ક. ૦૮-૦૨ થી ક. ૧૦-૧૬ (વૃશ્ર્ચિક), (૨) બપોરે ક. ૧૪-૧૨ થી ક. ૧૫-૪૯ (કુંભ), (૩) સાંજે ક. ૧૯-૦૭ થી રાત્રે ક. ૨૧-૦૭ (વૃષભ), (૪) ક. ૦૧-૩૬ થી ક. ૦૩-૪૪ (તા. ૩૦) (સિંહ), (૫) પ્રદોષયુક્ત ધનતેરસના યોગમાં (મુંબઈ સૂર્યાસ્ત ક. ૧૮-૦૬) સમયે પવિત્ર ગોરજ સમયમાં.
આચમન: ચંદ્ર-રાહુ પ્રતિયુતિ મોટી અપેક્ષાઓ રાખનાર
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ પ્રતિયુતિ
ગ્રહગોચર: સૂર્ય-તુલા, મંગળ-કર્ક, બુધ-તુલા/ વૃશ્ર્ચિક, વક્રી ગુરુ-વૃષભ, શુક્ર-વૃશ્ર્ચિક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, માર્ગી પ્લુટો-મકર ઉ