પંચાંગ

આજનું પંચાંગ

(દક્ષિણાયન સૌર શરદૠતુ), રવિવાર, તા. ૨૨-૧૦-૨૦૨૩, દુર્ગાષ્ટમી સરસ્વતી બલિદાન, વિસર્જન

ભારતીય દિનાંક ૩૦, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન
સુદ-૮
જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૮
પારસી શહેનશાહી રોજ ૮મો દએપઆદર, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૮મો દએપઆદર, માહે ૪થો તીર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૬ઠ્ઠો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
મીસરી રોજ ૮મો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
નક્ષત્ર ઉત્તરાષાઢા સાંજે ક. ૧૮-૪૩ સુધી, પછી શ્રવણ.
ચંદ્ર મકરમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મકર (ખ, જ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૫, અમદાવાદ ક. ૦૬ મિ. ૪૦ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૧૦, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૭ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : સાંજે ક. ૧૬-૫૭
ઓટ: સવારે ક. ૧૧-૩૫, રાત્રે ક. ૨૩-૧૯
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, “આનંદ નામ સંવત્સર , શાલિવાહન શક સંવત ૧૯૪૫, “શોભન નામ સંવત્સર, આશ્ર્વિન શુક્લ – અષ્ટમી. સરસ્વતી બલિદાન, વિસર્જન સાંજે ક. ૧૮-૪૩ થી. ૨૪-૨૧ મહાષ્ટમી ઉપવાસ, દુર્ગાષ્ટમી, ભદ્રા સમાપ્તિ સવારે ક. ૦૯-૦૦. સૂર્ય મહાનક્ષત્ર ચિત્રા, વાહન ઉંદર.શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: નક્ષત્ર-વાર અનુસાર ભગવાન સૂર્યનારાયણ પૂજાનો શ્રેષ્ઠ યોગ, ગાયત્રી જાપ-પૂજન, વિશ્ર્વદેવતાનું પૂજન, ધ્રુવ દેવતાનું પૂજન, બીલીનું વૃક્ષ વાવવું, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક, પ્રયાણ મધ્યમ, મુંડન કરાવવું નહીં, નવાં વસ્રો, આભૂષણ, અન્નપ્રાશન, દુકાન, નોકરી, ખેતીવાડી, બી વાવવું, ધાન્ય ભરવું, સીમંત સંસ્કાર, પ્રાણી પાળવા.
નવરાત્રિ મહિમા: દેવીનાં આઠમાં સ્વરૂપ મહાગૌરીનું કરવામાં આવે છે.તુલસીનાં સ્વરૂપમાં પણ પૂજન થઇ શકે છે.નવરાત્રિ પર્વમાં ધર્મલાભની સ્મૃતિ કાયમની રહે તે માટે નિત્ય પ્રાત: પૂજા, અષ્ટમીના ઉપવાસ, નિત્ય સપ્તશતી પાઠ વાંચન, નવાર્ણ મંત્ર- “ૐ ઐં હ્રીં ક્લીં ચામુંડાયે વિચ્ચેની નિત્યમાળા, જાપ, જાળવી શકે છે.
આચમન: ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ સામાન્ય વ્યવહારોમાં સંભાળવું જરૂરી છે. શુક્ર-ગુરુ ત્રિકોણ સૌન્દર્યના શોખીન, ચંદ્ર-બુધ ચતુષ્કોણ સ્વતંત્ર મગજના, બુધ-શનિ ત્રિકોણ ગંભીર, ચંદ્ર-મંગળ ચતુષ્કોણ નામોશીનો ભય.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ, શુક્ર-ગુરુ ત્રિકોણ, ચંદ્ર-બુધ ચતુષ્કોણ, બુધ-શનિ ત્રિકોણ, ચંદ્ર-મંગળ ચતુષ્કોણ
ગ્રહ ગોચર: સૂર્ય-તુલા, મંગળ-તુલા, બુધ-તુલા, વક્રી ગુરુ-મેષ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચૂન-મીન, માર્ગી પ્લુટો-મકર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button