પંચાંગસ્પેશિયલ ફિચર્સ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(સૌર હેમંતૠતુ પ્રારંભ), સોમવાર, તા. ૨૮-૧૦-૨૦૨૪, રમા એકાદશી, વાક્બારસ.

ભારતીય દિનાંક ૬, માહે કાર્તિક, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન વદ -૧૧
જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ વદ-૧૧
પારસી શહેનશાહી રોજ ૧૫મો દએપમહેર, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૧૫મો દએપમહેર, માહે ૪થો તીર, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૧૧મો ખોરશેદ, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૨૪મો, માહે ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૬
મીસરી રોજ ૨૫મો, માહે ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૬
નક્ષત્ર પૂર્વાફાલ્ગુની બપોરે ક. ૧૫-૨૩ સુધી, પછી ઉત્તરા ફાલ્ગુની.
ચંદ્ર સિંહમાં રાત્રે ક. ૨૨-૧૦ સુધી, પછી ક્ધયામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ), ક્ધયા (પ, ઠ, ણ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૩૮ અમદાવાદ ક. ૦૬ મિ. ૪૩, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૬, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૪, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ : ભરતી : સવારે ક. ૦૯-૩૧, રાત્રે ક. ૨૨-૧૬ ઓટ: બપોરે ક. ૧૫-૫૦, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૫૧ (તા. ૨૯)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, આશ્ર્વિન કૃષ્ણ – એકાદશી. રમા એકાદશી, ગોવત્સ દ્વાદશી, વાક્બારસ. શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: શ્રી સૂર્યનારાયણ ભગવાનનું પૂજન, ગણેશ પૂજન,ચંદ્ર દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજન, ભગદેવતાનું પૂજન, પ્રયાણ મધ્યમ, વિદ્યારંભ, માલ વેંચવો, ધાન્ય ઘરે લાવવું, નિત્ય થતાં ઘર-ખેતર જમીન, મકાનના લેવડદેવડના કામકાજ, ખાખરાનું વૃક્ષ વાવવું, પિતૃપૂજન, વડપૂજન, કેતુ ગ્રહદેવતાનું પૂજન, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર પાઠ વાંચન, તુલસીપૂજા, વાક્બારસ મહિમા: વાક્બારસના દિવસે સાહિત્યકારો, વિદ્વાનો, કવિઓ, લેખકો, ગાયક કલાકારો, મુદ્રણ અને પ્રકાશન વ્યવસાય સાથે સંકળાયેલા કર્મચારીગણોનું બહુમાન કરવું, ગાય અને વાછરડાનું પૂજન કરવુ. દીપાવલી પર્વની મહારાણી છે. આજથી વાક્બારસના પર્વથી ઉજવણી પ્રારંભાય છે. વાક્બારસ પછી ધનતેરસ (તા. ૨૯), કાળી ચૌદસ (તા. ૩૦), નરક ચતુર્દશી, દીપોત્સવી પર્વ (તા. ૩૧), પડતર દિવસ (તા. ૧લી), નવું વર્ષ (તા. ૨જી), ભાઈબીજ (તા. ૩જી) એમ પર્વોત્સવોની માળા ઉત્સાહ પ્રેરે છે.
આચમન: ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ દંભીપણું, મંગળ-નેપ્ચ્યૂન ત્રિકોણ ઉત્સાહી, શુક્ર-શનિ ચતુષ્કોણ મર્યાદિત લાગણીઓવાળા, ચંદ્ર-હર્ષલ ત્રિકોણ સ્વતંત્ર સ્વભાવના, ચંદ્ર-નેપ્ચ્યૂન પ્રતિયુતિ ચાલબાજીવાળા.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ, મંગળ-નેપ્ચ્યૂન ત્રિકોણ, શુક્ર-શનિ ચતુષ્કોણ, ચંદ્ર-હર્ષલ ત્રિકોણ (તા. ૨૯), ચંદ્ર-નેપ્ચ્યૂન પ્રતિયુતિ (તા. ૨૯)
ગ્રહગોચર: સૂર્ય-તુલા, મંગળ-કર્ક, બુધ-તુલા, વક્રી ગુરુ-વૃષભ, શુક્ર-વૃશ્ર્ચિક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યૂન-મીન, માર્ગી પ્લુટો-મકર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button