આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(સૌર હેમંતૠતુ પ્રારંભ), બુધવાર, તા. ૨૩-૧૦-૨૦૨૪, ભારતીય કાર્તિક માસારંભ
ભારતીય દિનાંક ૧, માહે કાર્તિક, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન વદ -૭
જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ વદ-૭
પારસી શહેનશાહી રોજ ૧૦મો આવા, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૧૦મો આવા, માહે ૪થો તીર, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૯મો, માહે ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૬
મીસરી રોજ ૨૦મો, માહે ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૬
નક્ષત્ર પુનર્વસુ મધ્યરાત્રિ પછી ક. ૩૦-૧૫ સુધી (તા. ૨૪મી), પછી પુષ્ય.
ચંદ્ર મિથુનમાં મધ્યરાત્રે ક. ૨૪-૦૧ સુધી, પછી કર્કમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મિથુન (ક, છ, ઘ), કર્ક (ડ, હ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૩૬ અમદાવાદ ક. ૦૬ મિ. ૪૦, સ્ટા. ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૯, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૭, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : બપોરે ક. ૧૫-૪૬, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૦૪ (તા. ૨૪)
ઓટ: સવારે ક. ૧૦-૧૯, રાત્રે ક. ૨૧-૩૯
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, આશ્ર્વિન કૃષ્ણ – સપ્તમી. સૂર્ય મહાનક્ષત્ર સ્વાતિ ક. ૨૪-૪૩, વાહન શિયાળ, ભારતીય કાર્તિક માસારંભ, વિષ્ટિ ક. ૧૩-૧૮ સુધી.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: બુધ-ગુરુ ગ્રહદેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા વિશેષરૂપે પરદેશનું પસ્તાનું વિદ્યારંભ, હજામત, ધાન્ય ભરવું, બી વાવવું, નવા વસ્રો, આભૂષણ, દુકાન-વેપાર, સ્થાવર લેવડદેવડ, પશુ લે-વેંચ, બાળકનું નામકરણ, દેવદર્શન, અન્નપ્રાશન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, પ્રથમ વાહન, યંત્રારંભ, વૃક્ષ વાવવા, ઉપવાટિકા બનાવવી, નવી તિજોરીની સ્થાપના, પશુ લેવડદેવડ, ઘર, ખેતર, જમીન મકાન, લેવડદેવડના કામકાજ, પ્રાણી પાળવા.
ગુરુવારના તા. ૨૪-૧૦-૨૦૨૪ના ગુરુપુષ્યામૃત યોગના ચોપડા બાંધવા આપવાના મુહૂર્ત: પુષ્ય નક્ષત્ર પ્રારંભ: ક. ૩૦-૧૫, પુષ્ય નક્ષત્ર સમાપ્ત: શુક્રવાર તા. ૨૫-૧૦-૨૪, સવારે ક. ૦૭-૩૯. ગુરુ પુષ્યામૃત યોગમાં બ્રહ્મલીન હરિહર પંડિત મહેસાણાવાળા પ્રણિત રિદ્ધિસિદ્ધિદાયક શ્રી ગણેશયંત્ર પ્રતિષ્ઠા, પૂજા, શ્રી યંત્ર પૂજા, મંત્ર, અનુષ્ઠાન. (૧) સવારે ક. ૦૬-૩૭ થી સવારે ક. ૦૮-૦૩ (શુભ) (૨) સવારે ક. ૧૦-૫૬ થી બપોરે ક. ૧૨-૨૩ (ચલ) (૩) બપોરે ક. ૧૨-૨૩ થી ક. ૧૩-૪૯ (લાભ) (૪) બપોરે ક. ૧૩-૪૯ થી ક. ૧૫-૧૬ (અમૃત) (૫) સાંજે ક. ૧૬-૪૨ થી ક. ૧૮-૦૯ (શુભ) (૬) સાંજે ક. ૧૮-૦૯ થી રાત્રે ક. ૧૯-૪૨ (અમૃત)
આચમન: ચંદ્ર-મંગળ યુતિ અવિચારી.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-મંગળ યુતિ (તા. ૨૪).
ગ્રહગોચર: સૂર્ય-તુલા, મંગળ-કર્ક, બુધ-તુલા, વક્રી ગુરુ-વૃષભ, શુક્ર-વૃશ્ર્ચિક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર