આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌરશરદૠતુ), ગુરુવાર, તા. ૧૭-૧૦-૨૦૨૪. કાર્તિક સ્નાનારંભ, મહર્ષિ વાલ્મીકિ જયંતી
ભારતીય દિનાંક ૨૫, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન સુદ -૧૫
જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૧૫
પારસી શહેનશાહી રોજ ૪થો શહેરેવર, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૪થો શહેરેવર, માહે ૪થો તીર, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૩૦મો અનેરાન, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૩મો, માહે ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૬
મીસરી રોજ ૧૪મો, માહે ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૬
નક્ષત્ર રેવતી સાંજે ક. ૧૬-૧૯ સુધી, પછી અશ્ર્વિની.
ચંદ્ર મીનમાં સાંજે ક. ૧૬-૧૯ સુધી, પછી મેષમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મીન (દ, ચ, ઝ, થ), મેષ (અ, લ, ઈ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૪ , અમદાવાદ ક. ૦૬ મિ. ૩૭ સ્ટા. ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૧૩, અમદાવાદ ક. ૧૮ મિ. ૧૨ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : સવારે ક. ૧૧-૧૮, મધ્ય રાત્રે ક. ૦૦-૦૪ (તા. ૧૮)
ઓટ: સાંજે ક. ૧૭-૩૩, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૫૪ (તા. ૧૮)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, આશ્ર્વિન શુક્લ – પૂર્ણિમા. કાર્તિક સ્નાનારંભ, જયેષ્ઠાપત્ય નિરાંજન નવાન્નભક્ષણ, કુલધર્મ સૂર્ય નિરયન તુલા રાશિમાં ક. ૦૭-૪૩. સંક્રાંતિ પુણ્યકાળ ક. સૂર્યોદયથી ક. ૧૧-૫૨. અન્વાધાન, મહર્ષિ વાલ્મીકિ જયંતી, વિષ્ટિ ક. ૦૬-૪૮ સુધી, પંચક સમાપ્તિ ક. ૧૬-૧૯.
શુભાશુભ દિનશુદ્ધિ: સૂર્યોદયથી ક. ૧૨-૫૨માં શુભકાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: ગુરુ-બુધ ગ્રહદેવતાનું પૂજન, પૂષા દેવતાનું પૂજન, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, કથા વાંચન, વિષ્ણુ-લક્ષ્મી પૂજન, શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર પાઠ વાંચન, તુલસીપૂજા, શ્રીસુક્ત, પુરુસુક્ત, શ્રી ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક, શાંતિપૌષ્ટિક, સર્વશાંતિપૂજા, સૂર્ય સંક્રાંતિ પુણ્યકાળમાં સાંસારિક શુભ કાર્યો વર્જ્ય છે. પુણ્યકાળમાં તીર્થમાં સ્નાન, સૂર્ય, વિષ્ણુ, ૠષિ, પિતૃતર્પણનો મહિમા, પ્રાયશ્ર્ચિત્ત સ્નાનનો મહિમા, નિત્ય થતાં પશુ લેવડદેવડના કામકાજ. ચંદ્રબળ જોઈ શુદ્ધ સમયમાં સીમંત સંસ્કાર.
આચમન: ચંદ્ર-મંગળ ચતુષ્કોણ અવિચારી, ચંદ્ર-સૂર્ય પ્રતિયુતિ વ્યવહારમાં મુશ્કેલી આવે.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-મંગળ ચતુષ્કોણ, ચંદ્ર-સૂર્ય પ્રતિયુતિ
ગ્રહગોચર: સૂર્ય-તુલા, મંગળ-મિથુન, બુધ-તુલા, વક્રી ગુરુ-વૃષભ, શુક્ર-વૃશ્ર્ચિક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર