આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શરદૠતુ), બુધવાર, તા. ૧૬-૧૦-૨૦૨૪, શરદ પૂર્ણિમા, કોજાગરી પૂર્ણિમા
ભારતીય દિનાંક ૨૪, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન સુદ -૧૪
જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૧૪
પારસી શહેનશાહી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૪થો તીર, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૨૯મો મારેસ્પંદ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૨મો, માહે ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૬
મીસરી રોજ ૧૩મો, માહે ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૬
નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદા રાત્રે ક. ૧૯-૧૭ સુધી, પછી રેવતી.
ચંદ્ર મીનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મીન (દ, ચ, ઝ, થ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૩૪, અમદાવાદ ક. ૦૬ મિ. ૩૭, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૧૪, અમદાવાદ ક. ૧૮ મિ. ૧૩, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટઽ
ભરતી : સવારે ક. ૧૦-૩૯, રાત્રે ક. ૨૩-૨૦
ઓટ: સાંજે ક. ૧૬-૫૪ મધ્યરાત્રિ પછી ક. ૦૫-૧૦ (તા. ૧૭)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, “રાક્ષસ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, “ક્રોધી નામ સંવત્સર, આશ્ર્વિન શુક્લ – ચતુર્દશી. શરદ પૂર્ણિમા, કોજાગરી પૂર્ણિમા, વ્રતની પૂનમ, અગ્રહાયણ નવાન્ન પૂર્ણિમા, લક્ષ્મી અને ઈન્દ્ર પૂજન, પંચક, વિષ્ટિ ક. ૨૦-૪૧થી. સૂર્ય મહાનક્ષત્ર ચિત્રામાં, વાહન મહિષી.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: વ્રતની પૂનમનો ઉપવાસ, કુળદેવતા દેવી દર્શન, તીર્થદર્શન, નૈવેદ્ય, પૂષા દેવતાનું પૂજન, દૂધ પૌંઆની ખીરનો મહિમા. શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, કથા વાંચન, વિષ્ણુ-લક્ષ્મી પૂજન, શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર પાઠ વાંચન, તુલસીપૂજા, શ્રીસુક્ત, પુરુસુક્ત, શ્રી ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક, ધજા, કળશ પતાકા ચઢાવવી, પાટ-અભિષેક પૂજા, બગીચો બનાવવો, શાંતિપૌષ્ટિક, સર્વશાંતિ પૂજા, બુધ-શનિ ગ્રહદેવતાનું પૂજન, અર્હિબુધન્ય દેવતાનું પૂજન, ધ્રુવ દેવતાનું પૂજન, લીમડાનું વૃક્ષ વાવવું, સ્થિર પ્રકારનાં કાર્યો, પર્વ નિમિત્તે નવા વસ્ર, આભૂષણ, બી વાવવું, નિત્ય થતાં પશુ લેવડદેવડના કામકાજ.
આચમન: શુક્ર-નેપ્ચૂન ત્રિકોણ કાવ્યમય સ્વભાવ, ચંદ્ર-રાહુ યુતિ ભયભીત મન રહ્યા કરે.
ખગોળ જ્યોતિષ: શુક્ર-નેપ્ચૂન ત્રિકોણ, ચંદ્ર-રાહુ યુતિ.
ગ્રહગોચર: સૂર્ય-ક્ધયા, મંગળ-મિથુન, બુધ-તુલા, વક્રી ગુરુ-વૃષભ, શુક્ર-વૃશ્ર્ચિક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂયુન-મીન, માર્ગી પ્લુટો-મકર.